Book Title: Bharat Bahubali
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 228
________________ ખીલતું જતું હતું. પણ ભરતદેવ એ નિહાળી અફસોસ કરતા ને કહેતા : ‘રાણી ! બહારનું રૂપ અંતરના રૂપને કદરૂપું બનાવે એનો કંઈ અર્થ ? રાજા સંસારનો સ્વામી બને, અને અંતરનો ગરીબ બને, એનો કંઈ અર્થ ? સંસાર મારા-તારાના ઝઘડામાં રાચે છે. રાજા થઈને મને પણ મારા-તારાનો ઝઘડો ગમે, એ મારું શ્રેષ્ઠપદ કેવડું ? મેં લોકોને ભરત-બાહુબલીની ના પાડી. જેણે એવો વિદ્રોહ કર્યો એને મેં સખત શિક્ષા કરી, પણ મારા આત્મવિદ્રોહ તરફ મેં લક્ષ જ ન આપ્યું !’ :: રાણી કહેતાં : ‘આત્મનિંદા ગુણ પણ છે, ને દુર્ગુણ પણ છે. આટલી બધી આત્મનિંદા હોય ? એક વસ્તુ કરવા બેઠા, કરી લીધી, થવાનું હતું તે થઈ ગયું, પછી એને હંમેશાં કંઈ ગણીને ગાંઠે બંધાય છે ? ભરતભૂમિ, ભરતશાસન, ભરતન્યાય જગતમાં પ્રસરતો જાય છે, ત્યારે એનો મહાન પ્રસારક ખુદ નાનો ને નાનો થતો જાય છે !’ ભરતદેવ બોલ્યા, ‘સાચું શાસન ત્યારે જ પ્રસરે, રાણી ! જ્યારે એને પ્રસરાવનાર વ્યક્તિ અદૃશ્ય થઈ જાય. ભલા અત્તરમાં ખબર પડે છે, કે અત્તર બનનાર ફૂલનું વ્યક્તિત્વ કેવું હતું ? ફૂલનું વ્યક્તિત્વ ભૂંસાય તો જ એનું સુગંધ તત્ત્વ અત્તરમાં અમર થાય. સૂંઘો એટલે કહી શકશો કે કેવડાનું કે કમળનું અત્તર છે, પણ એમાં તમે કેવડાને કે કેળને નીરખી શકો છો ખરાં ? એમ ચિરંજીવી માત્ર ભાવના છે, વ્યક્તિ નહિ.' સુભદ્રા બોલ્યાં, ‘તમારી સાથે ચર્ચા નિરર્થક છે. સામાન્ય વાતને અસામાન્ય કરવાની તમારી ટેવ છે. હું જાણતી હતી કે પ્રબલ પુરુષત્વ સ્ત્રીત્વની ઊર્મિઓ વગર સંતોષ વળતો નથી. મેં મારો શૃંગાર-દીવડો અનેકવાર ઝબકાવ્યો, પણ વારંવાર વ્યર્થ જ ગયો. મનની ગૂંચ કોઈ વાર ઉકેલો તો મને પણ સમજ પડે.’ ચક્રવર્તી બોલ્યા : ‘મનની ગૂંચ તો પિતાજી વગર કોઈ ઉકેલી શકે તેમ લાગતું નથી. વનપાલકોને અને અરણ્યસેવીઓને સંદેશા પાઠવ્યા છે, કે પિતાજીની ભાળ કાઢે, અને મને ખબર આપે. રાણી, વિશ્વવત્સલ પિતાજીના ચરણમાં કદાચ શર્માન્ત લાધે તો લાધે.’ Jain Education International આત્મવિલોપનનો મહિમા × ૨૧૩ For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274