Book Title: Bhagwan Mahavira ni Dharmkathao
Author(s): Bechardas Doshi
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 8
________________ અનુવાદકનું નિવેદન શ્રી પૂંજાભાઈ જૈન ગ્રંથમાળામાં પાઠાંતર, આવશ્યક શબ્દોનો કેશ, ટિપણુઓ અને મૂળના શુદ્ધ પાઠ સાથે પ્રત્યેક સૂત્ર યથાકાળે પ્રકાશિત થવાનું છે જ. તે પહેલાં આ અનુવાદ પ્રકાશિત થાય છે. બધા સંપ્રદાયવાળાઓ આ અનુવાદને સારી રીતે વાંચી શકે એ જાતનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. સૂત્રસાહિત્યમાં ભગવાન મહાવીર, આર્ય સુધર્મા, પરિષદ, ધર્મદેશના, રાજાઓ, રાણુઓ, સાર્થવાહ, સાર્થવાહીઓ, ઉપાસકે, ઉપાસિકાઓ, ઉપાસકનાં વ્રતો તથા તપશ્ચર્યાઓ, ચિત્ય, નગર, દીક્ષા, જન્મ, સોળ સંસ્કારે, કળાગ્રહણ, વરઘોડાઓ ઈનું વર્ણન લગભગ બધે જ એકસરખું આવે છે. આ બધું ઉવવાય સૂત્રમાં ઘણુંખરું મળે છે. એ સૂત્રને પણ અનુવાદ આ ગ્રંથમાળામાં પ્રકાશિત થવાનું છે. એટલે આ અનુવાદમાં તેવાં વર્ણ કે ઓછાં કરવામાં આવ્યાં છે ખરાં, પણ મૂળ વસ્તુમાં ક્યાંય ફેરફાર કરવામાં નથી આવ્યો. મલિની કથાની કેટલીક લાંબી હકીક્ત કથાના રસમાં ક્ષતિ ન થાય તે માટે પાછળ ટિપ્પણમાં લઈ જવામાં આવી છે. આશા છે કે આ સંક્ષિપ્ત અનુવાદની પદ્ધતિ વાચકોને અનુકૂળ આવશે. મૂળ સૂત્રમાં આવેલા ઐતિહાસિક, ભૌગોલિક અને જૈન આચારવિષયક શબ્દો ઉપર બીજા સંપ્રદાયનાં શાસ્ત્રો સાથેની તુલનાવાળાં વિસ્તૃત ટિપણે પાછળ આપવામાં આવ્યાં છે. અનુવાદમાં આવેલા કઠણ શબ્દનો અર્થ સાથેને કેાષ પણ મૂકેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 270