Book Title: Balbodh Pathmala 2
Author(s): Hukamchand Bharilla
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 8
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates 5 દેવ-સ્તુતિનો સારાંશ આ સ્તુતિ સાચા દેવની છે. જે વીતરાગ, સર્વજ્ઞ અને હિતનો ઉપદેશ કરનાર હોય તેને સાચા દેવ કહે છે. જે રાગ-દ્વેષ રહિત હોય તે વીતરાગ છે અને જે લોકાલોકના સમસ્ત પદાર્થોને એક સાથે જાણે છે તે જ સર્વજ્ઞ છે. આત્મહિતનો ઉપદેશ આપનાર હોવાથી વીતરાગ સર્વજ્ઞને હિતોપદેશી કહેવામાં આવે છે. ભવ્ય જીવ, વીતરાગ ભગવાનને પ્રાર્થના કરતાં સૌથી પહેલા એ જ કહે છે કે હું મિથ્યાત્વનો નાશ અને સમ્યજ્ઞાનને પ્રાપ્ત કરું કારણ કે મિથ્યાત્વનો નાશ કર્યા વિના ધર્મની શરૂઆત જ થતી નથી. ત્યાર પછી તે પોતાની ભાવના વ્યક્ત કરતાં કહે છે કે મારી પ્રવૃત્તિ પાંચે પાપ અને કષાયો રૂપ ન થાય. હું હિંસા ન કરું, જૂઠું ન બોલું, ચોરી ન કરું, કુશીલનું સેવન ન કરું અને લોભને વશ થઈને પરિગ્રહ સંગ્રહ ન કરું, સદા સંતોષ ધારણ કરીને રહું અને મારું જીવન ધર્મની સેવામાં વર્ત્યા કરે. २ Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40