________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updafes
પુત્ર- કોઈ જીવને હેરાન કરવો, મારવો, તેનું દિલ દુખાવવું તે જ હિંસા છે ને? પિતા-હા, દુનિયા તો માત્ર તેને જ હિંસા કહે છે પણ પોતાના આત્મામાં જે મોહ, રાગ, દ્વેષ ઉત્પન્ન થાય છે તે પણ હિંસા છે, તેની ખબર એને નથી. પુત્ર- હૈં! તો પછી ગુસ્સો કરવો અને લોભ કરવો વગેરે પણ હિંસા હશે ?
પિતા-બધા જ કષાય ભાવહિંસા છે. કષાય અર્થાત્ મોહ-રાગ-દ્વેષને જ ભાવહિંસા કહે છે. બીજાને હેરાન કરવા, મારવા - એ તો દ્રવ્યહિંસા છે.
પુત્ર- જેવું દેખ્યું, જાણ્યું અને સાંભળ્યું હોય તે જ પ્રમાણે ન કહેવું તે જૂઠું છે, એમાં સાચી સમજણની શી જરૂર છે?
પિતા-જેવું દેખ્યું, જાણ્યું અને સાંભળ્યું હોય તે જ પ્રમાણે ન કહેતાં બીજી રીતે કહેવું તે તો જૂઠું છે જ. પરંતુ જ્યાં સુધી આપણે કોઈ વાતને સાચી સમજીએ નહિ ત્યાં સુધી આપણું કથન સાચું કેવી રીતે હોય ?
પુત્ર- જેવું દેખ્યું, જાણ્યું અને સાંભળ્યું તે પ્રમાણે કહી દીધું, બસ પછી છૂટાં.
પિતા-ના, આપણે કોઈ અજ્ઞાની પાસેથી સાંભળ્યું હોય કે હિંસામાં ધર્મ થાય છે, તો શું હિંસામાં ધર્મ માની લેવો તે સત્ય થઈ જાય ?
પુત્ર- વાહ, હિંસામાં ધર્મ બતાવે તે સત્ય કેવી રીતે હોય ?
પિતા-તેથી તો કહેવાય છે કે સત્ય બોલતાં પહેલાં સત્યને જાણવું જરૂરી છે.
પુત્ર- કોઈ બીજાની વસ્તુ ચોરી લેવી તે જ ચોરી છે ને?
૬
Please inform us of any errors on rajesh@AtmaDharma.com