Book Title: Balbodh Pathmala 2
Author(s): Hukamchand Bharilla
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 11
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates પાઠ બીજો પા૫ પુત્ર- પિતાજી, લોકો કહે છે કે લોભ પાપનો બાપ છે, તો એ લોભ સૌથી મોટું પાપ હશે? પિતા-ના બેટા, સૌથી મોટું પાપ તો મિથ્યાત્વ છે. તેને વશ થઈને જીવ ઘોર પાપ કરે છે. પુત્ર- પાંચ પાપોમાં તો એનું નામ નથી. તે (પાંચ પાપ) નાં નામ તો મને યાદ છે- હિંસા, જૂઠું, ચોરી, કુશીલ અને પરિગ્રહ. પિતા-ઠીક છે બેટા, પરંતુ લોભનું નામ પણ આ (પાંચ) પાપમાં નથી છતાં તેને વશ થઈને લોકો પાપ કરે છે, તેથી તો એને પાપનો બાપ કહ્યો છે, તેવી જ રીતે મિથ્યાત્વ તો એવું ભયંકર પાપ છે કે જેના છૂટયા વિના સંસાર ભ્રમણ છૂટતું જ નથી. પુત્ર- એમ કેમ? પિતા-ઊલટી માન્યતાનું નામ જ મિથ્યાત્વ છે. જ્યાં સુધી માન્યતા જ ઊલટી રહે ત્યાં સુધી જીવ પાપ કેવી રીતે છોડે ? પુત્ર- તો સાચી વાત સમજવી તેનું જ નામ મિથ્યાત્વનો ત્યાગ છે? પિતા-હા, જ્યારે આ જીવ (આત્મા) પોતાના આત્માને ઓળખી લેશે તો બીજાં પાપ પણ છોડવા માંડશે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40