________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
પાઠમાં આવેલા સૂત્રાત્મક સિદ્ધાન્ત વાક્ય.
૧. દ્રવ્યોના સમૂહને વિશ્વ કહે છે. ૨. આ લોક (વિશ્વ) અનાદિ-અનંત સ્વનિર્મિત છે. ૩. ગુણોના સમૂહને દ્રવ્ય કહે છે. ૪. જેમાં સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ હોય તે જ પુગલ છે. ૫. જેમાં જ્ઞાન હોય તે જ જીવ છે. ૬. ધર્મદ્રવ્ય-સ્વયંગતિ કરતા જીવો અને પુદ્ગલોને ગતિમાં નિમિત્ત. ૭. અધર્મદ્રવ્ય-ગમનપૂર્વક સ્થિર થતા જીવ અને પુદગલોને સ્થિર થવામાં
નિમિત્ત. ૮. આકાશદ્રવ્ય-સર્વ દ્રવ્યોને અવગાહનમાં નિમિત્ત. ૯. કાળદ્રવ્ય. બધાં દ્રવ્યોને પરિવર્તનમાં નિમિત્ત. ૧૦. સર્વ દ્રવ્ય પોતપોતાની પર્યાયોના કર્તા છે. કોઈપણ પરનો કર્તા નથી. ૧૧. ભગવાન લોકના જાણનાર છે, બનાવનાર નથી. ૧૨. જીવ સિવાયનાં બાકીનાં પાંચ દ્રવ્ય અજીવ છે. ૧૩. પુદ્ગલ સિવાયનાં પાંચ દ્રવ્યો અમૂર્તિક છે. ૧૪. ઈન્દ્રિયો મૂર્તિક પુદગલને જ જાણવામાં નિમિત્ત થઈ શકે છે, આત્માને
જાણવામાં નહિ.
૨૭
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com