________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates જિનવાણી-સ્તુતિનો ભાવાર્થ હે જિનવાણી રૂપી સરસ્વતી ! તું મિથ્યાત્વરૂપી અંધકારનો નાશ કરવા માટે અને આત્મા તથા પર પદાર્થોનું સાચું જ્ઞાન, છ યે દ્રવ્યોનું સ્વરૂપ જાણવામાં, કર્મોની બંધ-પદ્ધતિનું જ્ઞાન કરાવવામાં, સ્વ અને પરની સાચી ઓળખાણ કરાવવામાં તારી પ્રમાણિકતા સંદેહ વિનાની છે. તેથી હે જિનવાણી ! ભવ્ય જીવોએ તને પોતાના દયમાં ધારણ કરેલ છે. કેમ કે તું આત્માને અનુભવ કરવાનો, આત્માની પ્રતીતિ કરવાનો, કોઈને દુઃખ ન થાય એવો માર્ગ બતાવવામાં સમર્થ છો. એક માત્ર જિનવાણી જ (જીવન) સંસારથી પાર ઉતારવામાં સમર્થ છે અને સાચા સુખની પ્રાપ્તિનો રસ્તો બતાવનાર છે. જે વીતરાગ વાણીનું જ્ઞાન થતાં આખી દુનિયાનું સાચું જ્ઞાન થઈ જાય છે, તે વાણીને હું મસ્તક નમાવીને સદા નમસ્કાર કરું છું. હે જિનવાણી રૂપી સરસ્વતી! હું દિવસ-રાત તારી જ આરાધના કરું છું. કેમકે જે જીવ તારા શરણે જાય છે તે જ સાચો અતીન્દ્રિય આનંદ મેળવે છે. પ્રશ્ન 1. જિનવાણીની સ્તુતિ લખો. 2. સ્તુતિમાં જે ભાવ પ્રગટ છે, તે તમારી ભાષામાં લખો. 3. જિનવાણી કોને કહે છે? 4. જિનવાણીની આરાધનાથી શું લાભ છે? 34 Please inform us of any errors on rajesh@ AtmaDharma.com