Page #1
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
[ શ્રી ટોડરમલ ગ્રન્થમાળા પુષ્પ નં. ૧૫] બાલબોધ પાઠમાળા ભાગ ૨
( શ્રી વીતરાગ વિજ્ઞાન વિદ્યાપીઠ પરીક્ષા બોર્ડ દ્વારા નિર્ધારિત)
લેખક-સમ્પાદક :
૫. હુકમચન્દ ભારિલ શાસ્ત્રી, ન્યાયતીર્થ, એમ. એ, સાહિત્યરત્ન સંયુક્ત મંત્રી, શ્રી ટોડરમલ સ્મારક ભવન, જયપુર.
ગુજરાતી અનુવાદક : બ્ર. વ્રજલાલ ગિરધરલાલ શાહ બી. એ. (ઓનર્સ) એસ. ટી. સી., રાષ્ટ્રભાષા રત્ન.
પ્રકાશક :
મંત્રી, શ્રી ટોડરમલ સ્મારક ભવન એ-૪, બાપુનગર, જયપુર-૪ (રાજ.)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #2
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
Thanks & Our Request
This shastra has been donated to mark the 15th svargvaas anniversary (28 September 2004) of our mother, Laxmiben Premchand Shah, by Rajesh and Jyoti Shah, London, who have paid for it to be "electronised" and made available on the Internet.
Our request to you:
1) We have taken great care to ensure this electronic version of BalbodhPathmala - Part 2 is a faithful copy of the paper version. However if you find any errors please inform us on rajesh@AtmaDharma.com so that we can make this beautiful work even more accurate.
2) Keep checking the version number of the on-line shastra so that if corrections have been made you can replace your copy with the corrected one.
3) If you would like to donate a shastra to AtmaDharma.com, please visit:http://www.AtmaDharma.com/donate to see the list of shastras we would like to see next on AtmaDharma.com.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #3
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
Version History
Date
Changes
Version Number
002
15 May 2007
Corrections made Errors in Version 1
Corrections made Page 22, Line 14:
૨. જીવ ક્યાંકથી ૨. જીવ ક્યાંકથી મરીને મરીને મનુષ્યમનુષ્ય-શરીર ધારણ કરે છે, | શરીર ધારણ કરે તેને નરકગતિ કહે છે. છે, તેને
મનુષ્યગતિ કહે
001
22 Sept 2004
First electronic version. Error corrections made: Errors in Original Physical Electronic Version Version
Corrections Page 2, Line 1: 24431
સર્વજ્ઞ Page 3, Line 1: Malalle મિથ્યાત્વાદિ [Page 3, Line 9: કા..રણ | કારણ
| Page 3, Line 16: જોડીને
જોડીને Page 4, Line 6: ઠીધો
| દીધો Page 6, Line 25: બીજાથી
બીજાની Page 7, Line 19: કપાયેનો
કષાયોનો Page 8, Line 4: ( M41104
મિથ્યાત્વ Page 8, Line 14: સૂત્રામિક સુત્રાત્મિક Page 9, Line 4: પ્રબોલ
પ્રબોધ Page 10, Line 9: પ્રબોબ
પ્રબોધ Page 10, Line 20: અભિમાને અભિમાનને | Page 11, Line 8: અને ... જ અને તે જ Page 12, Line 5: 12
શા માટે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #4
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
,
|
| કસે
આવેલ | ઊભી આપની છાપામાં ભૂખ્યા તૈયારી યંત્ર થી જોવાથી સિધ્ધપદ
Page 12, Line 8: કષે Page 13, Line 2: 31194 Page 14, Line 20: ઊલ્ટી Page 14, line 21 આપણી Page 14, Line 23: છાપમાં Page 15, Line 6: મૂખ્યા Page 15, Line 10: તયારી Page 17, Line 2: યંત્ર જોવાથી Page 18 Line 8: સિંધ્ધપદ Page 19,Line 2: ધારણ રે Page 21 , line 9412412412 Page 22, Line 3: 2164 Page 22, Line 5: જોઈએ Page 25, Line 2: 4€ LSL Page 26, Line 14: કેટલા Page 27, Line 15: પુદ્ગવ Page 29, Line 3: સમજાવી Page 29, Line 18: અતિવી Page 29, Line 22: બવવાન Page 29, Line 22: રાગદ્વેષ Page 31, Line 1: જિક્ષક Page 33, Line 11 addition
ધારણ કરે માયાચાર શુભ જોઈએ પુગલ કેટલા પુદગલ સમજાતી અતિવીર બળવાન રાગદ્વેષ શિક્ષક જા વાણી કે જ્ઞાન તૈ સુઝે લો કાલોક,
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #5
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updafes
66
"9
સર્વાધિકાર સુ૨ “મૈં જ્ઞાનાનંદ સ્વભાવી હૂં'
પ્રથમાવૃત્તિ (હિન્દી ) : ૫,૫૦૦ (૧૯૬૯ ) દ્વિતીયાવૃત્તિ (હિન્દી) : ૫,૫૦૦ (૧૯૭૦ ) તૃતીયાવૃત્તિ (હિન્દી ) : ૧૧,૦૦૦ (૧૯૭૦) ચોથી આવૃત્તિ (હિન્દી ) : ૧૧,૦૦૦ (૧૯૭૨ ) પાંચમી આવૃત્તિ (હિન્દી ) : ૧૧,૦૦૦ (૧૯૭૩) છઠ્ઠી આવૃત્તિ (હિન્દી ) : ૧૧,૦૦૦ (૧૯૭૫ ) સાતમી આવૃત્તિ (હિન્દી ) : ૭,૦૦૦ (૧૯૭૮ ) આઠમી આવૃત્તિ (હિન્દી ) : ૧૧,૦૦૦ (૧૯૮૦) નવમી આવૃત્તિ (હિન્દી ) : ૧૦,૦૦૦ (૧૯૮૨ ) દશમી આવૃત્તિ (હિન્દી ) : ૧૦,૨૦૦ (૧૯૮૩) પ્રથમાવૃત્તિ (ગુજરાતી ) : ૫,૦૦૦ (સન ૧૯૭૧) દ્વિતીયાવૃત્તિ (ગુજરાતી ) : ૫,૦૦૦ (સન્ ૧૯૭૪ ) તૃતીયાવૃત્તિ (ગુજરાતી ) : ૩,૦૦૦ (સન્ ૧૯૮૫ )
:
મુદ્રક :
મનીષ કલ્યાણભાઇ શ્રોફ એન. કે. પ્રિન્ટર્સ,
મીરઝાપુ૨, દીનબાઇ ટાવર પાસે,
અમદાવાદ.
ફોન : ૩૯૩૧૦૪
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #6
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
વિષય-સુચી
૧
પાઠનું નામ દેવ-સ્તુતિ પાપ કપાય સદાચાર ગતિ દ્રવ્ય
| | |
|
ભગવાન મહાવીર જિનવાણી-સ્તુતિ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #7
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
પાઠ પહેલો
દેવ સ્તુતિ
વીતરાગ સર્વજ્ઞ હિતકર, ભવિજનકી અબ પૂરો આશ; જ્ઞાનભાનુકા ઉદય કરો, મમ મિથ્યાતમ કા હોય વિનાશ. જીવોંકી હુમ કરુણા પાઉં, જૂઠ વચન નહીં કહું કદા; પરધન કબહું ન હરહૂ સ્વામી, બ્રહ્મચર્ય વ્રત રખે સદા. તૃષ્ણા લોભ બઢે ન હમારા, તોષ સુધા નિત પિયા કરે; શ્રી જિનધર્મ હમારા પ્યારા, તિસકી સેવા કિયા કરે. દૂર ભગાવે બુરી રીતિયાં, સુખદ રીતિકા કરે પ્રચાર મેલ મિલાપ બઢા હમ સબ, ધર્મોન્નતિકા કરે પ્રચાર. સુખ દુઃખમેં હમ સમતા ધારે રહું અચલ જિમિ સદા અટલ; ન્યાય-માર્ગકો લેશ ન ત્યાગે, વૃદ્ધિ કરે નિજ આતમબલ. અષ્ટ કરમ જો દુ:ખ હેતુ હું, તિનકે ક્ષયકા કરે ઉપાય; નામ આપકા જપે નિરંતર, વિન શોક સબ હી ટલ જાય. આતમ શુદ્ધ હમારા હોવે, પાપ મૈલ નહિં ચઢે કદા; વિધાકી હો ઉન્નતિ હમમેં, ધર્મ જ્ઞાન હૂ બઢ સદા. હાથ જોડકર શીશ નવા, તુમ કો ભવિજન ખડ ખડ; યહ સબ પૂરો આશ હમારી, ચરણ શરણમેં આન પડે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #8
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
5
દેવ-સ્તુતિનો સારાંશ
આ સ્તુતિ સાચા દેવની છે. જે વીતરાગ, સર્વજ્ઞ અને હિતનો ઉપદેશ કરનાર હોય તેને સાચા દેવ કહે છે. જે રાગ-દ્વેષ રહિત હોય તે વીતરાગ છે અને જે લોકાલોકના સમસ્ત પદાર્થોને એક સાથે જાણે છે તે જ સર્વજ્ઞ છે. આત્મહિતનો ઉપદેશ આપનાર હોવાથી વીતરાગ સર્વજ્ઞને હિતોપદેશી કહેવામાં આવે છે.
ભવ્ય જીવ, વીતરાગ ભગવાનને પ્રાર્થના કરતાં સૌથી પહેલા એ જ કહે છે કે હું મિથ્યાત્વનો નાશ અને સમ્યજ્ઞાનને પ્રાપ્ત કરું કારણ કે મિથ્યાત્વનો નાશ કર્યા વિના ધર્મની શરૂઆત જ થતી નથી.
ત્યાર પછી તે પોતાની ભાવના વ્યક્ત કરતાં કહે છે કે મારી પ્રવૃત્તિ પાંચે પાપ અને કષાયો રૂપ ન થાય. હું હિંસા ન કરું, જૂઠું ન બોલું, ચોરી ન કરું, કુશીલનું સેવન ન કરું અને લોભને વશ થઈને પરિગ્રહ સંગ્રહ ન કરું, સદા સંતોષ ધારણ કરીને રહું અને મારું જીવન ધર્મની સેવામાં વર્ત્યા કરે.
२
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #9
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
અમે ધર્મના નામે ચાલતી કુરીતિઓ, ગૃહિત મિથ્યાત્વાદિ અને સામાજિક કુરિવાજો દૂર કરીને ધાર્મિક અને સામાજિક ક્ષેત્રમાં સાચી પરંપરાઓનું નિર્માણ કરીએ અને પરસ્પર ધર્મ પ્રેમ રાખીએ.
અમે સુખમાં પ્રસન્ન થઈને ફૂલાઈ ન જઈએ અને દુ:ખ જોઈને ગભરાઈ ના જઈએ. બન્નેય સ્થિતિમાં ધીરજથી કામ લઈને સમતાભાવ રાખીએ અને ન્યાયના રસ્તે ચાલીને નિરન્તર આત્મબળની વૃદ્ધિ કરતા રહીએ.
આઠેય કર્મ દુઃખનાં નિમિત્ત છે, કોઈ પણ શુભાશુભ કર્મ સુખનું કારણ નથી, તેથી અમે એના નાશનો ઉપાય કર્યા કરીએ. આપનું સદા સ્મરણ રાખીએ જેથી સન્માર્ગમાં કાંઈ વિન કે બાધા ન આવે.
' હે ભગવાન! અમે બીજું કાંઈ ઈચ્છતા નથી, અમે તો માત્ર એટલું જ ઈચ્છીએ કે અમારો આત્મા પવિત્ર થઈ જાય અને તેને લૌકિક વિધાની ઉન્નતિ સાથે જ અમારું ધર્મનું જ્ઞાન (તત્ત્વનું જ્ઞાન ) નિરન્તર વધતું રહે.
અમે બધા ભવ્ય જીવો ઊભા રહીને, હાથ જોડીને આપને નમસ્કાર કરીએ છીએ, અમે તો આપના ચરણ-શરણમાં આવ્યા છીએ, અમારી ભાવના અવશ્ય પૂર્ણ થાવ.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #10
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રશ્ન:
૧. આ સ્તુતિ કોની છે? સાચા દેવ કોને કહે છે? ૨. પૂરેપૂરી સ્તુતિ સંભળાવો અથવા લખો. ૩. આ સ્તુતિનો ભાવાર્થ તમારા શબ્દોમાં લખો.
નીચેની લીટીઓનો અર્થ લખો“જ્ઞાન ભાનુકા ઉદય કરો, મમ મિથ્યાતમકા હોય વિનાશ.” “દૂર ભગાવે બુરી રીતિયાં, સુખદ રીતિકા કરે પ્રચાર.” “અષ્ટ કરમ જે દુ:ખ હેતુ , તિનકે ક્ષયકા કરે ઉપાય.”
જ
પાઠમાં આવેલાં સૂત્રાત્મક સિદ્ધાન્ત વાકય.
૧. જે વીતરાગ, સર્વજ્ઞ અને હિતોપદેશક હોય તે જ સાચા દેવ છે. ૨. જે રાગ-દ્વેષથી રહિત હોય તે જ વીતરાગ છે. ૩. જે લોકાલોકના સમસ્ત પદાર્થોને એક સાથે જાણતા હોય, તે જ સર્વજ્ઞ છે. ૪. આત્માને હિતકારી ઉપદેશ આપનાર હોવાથી તે જ વીતરાગ, સર્વજ્ઞ અને
હિતોપદેશક છે. ૫. મિથ્યાત્વનો નાશ કર્યા વિના ધર્મની શરૂઆત થતી નથી. ૬. આઠેય કર્મ દુઃખના નિમિત્ત છે, કોઈપણ શુભાશુભ કર્મ સુખનું કારણ નથી. ૭. જ્ઞાની ભક્ત આત્માની શુદ્ધિ સિવાય બીજું કાંઈ ચાહતા નથી.
******
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #11
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
પાઠ બીજો
પા૫
પુત્ર- પિતાજી, લોકો કહે છે કે લોભ પાપનો બાપ છે, તો એ લોભ સૌથી મોટું
પાપ હશે? પિતા-ના બેટા, સૌથી મોટું પાપ તો મિથ્યાત્વ છે. તેને વશ થઈને જીવ ઘોર પાપ
કરે છે. પુત્ર- પાંચ પાપોમાં તો એનું નામ નથી. તે (પાંચ પાપ) નાં નામ તો મને યાદ
છે- હિંસા, જૂઠું, ચોરી, કુશીલ અને પરિગ્રહ. પિતા-ઠીક છે બેટા, પરંતુ લોભનું નામ પણ આ (પાંચ) પાપમાં નથી છતાં તેને
વશ થઈને લોકો પાપ કરે છે, તેથી તો એને પાપનો બાપ કહ્યો છે, તેવી જ રીતે મિથ્યાત્વ તો એવું ભયંકર પાપ છે કે જેના છૂટયા વિના સંસાર ભ્રમણ
છૂટતું જ નથી. પુત્ર- એમ કેમ? પિતા-ઊલટી માન્યતાનું નામ જ મિથ્યાત્વ છે. જ્યાં સુધી માન્યતા જ ઊલટી રહે
ત્યાં સુધી જીવ પાપ કેવી રીતે છોડે ? પુત્ર- તો સાચી વાત સમજવી તેનું જ નામ મિથ્યાત્વનો ત્યાગ છે? પિતા-હા, જ્યારે આ જીવ (આત્મા) પોતાના આત્માને ઓળખી લેશે તો બીજાં
પાપ પણ છોડવા માંડશે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #12
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updafes
પુત્ર- કોઈ જીવને હેરાન કરવો, મારવો, તેનું દિલ દુખાવવું તે જ હિંસા છે ને? પિતા-હા, દુનિયા તો માત્ર તેને જ હિંસા કહે છે પણ પોતાના આત્મામાં જે મોહ, રાગ, દ્વેષ ઉત્પન્ન થાય છે તે પણ હિંસા છે, તેની ખબર એને નથી. પુત્ર- હૈં! તો પછી ગુસ્સો કરવો અને લોભ કરવો વગેરે પણ હિંસા હશે ?
પિતા-બધા જ કષાય ભાવહિંસા છે. કષાય અર્થાત્ મોહ-રાગ-દ્વેષને જ ભાવહિંસા કહે છે. બીજાને હેરાન કરવા, મારવા - એ તો દ્રવ્યહિંસા છે.
પુત્ર- જેવું દેખ્યું, જાણ્યું અને સાંભળ્યું હોય તે જ પ્રમાણે ન કહેવું તે જૂઠું છે, એમાં સાચી સમજણની શી જરૂર છે?
પિતા-જેવું દેખ્યું, જાણ્યું અને સાંભળ્યું હોય તે જ પ્રમાણે ન કહેતાં બીજી રીતે કહેવું તે તો જૂઠું છે જ. પરંતુ જ્યાં સુધી આપણે કોઈ વાતને સાચી સમજીએ નહિ ત્યાં સુધી આપણું કથન સાચું કેવી રીતે હોય ?
પુત્ર- જેવું દેખ્યું, જાણ્યું અને સાંભળ્યું તે પ્રમાણે કહી દીધું, બસ પછી છૂટાં.
પિતા-ના, આપણે કોઈ અજ્ઞાની પાસેથી સાંભળ્યું હોય કે હિંસામાં ધર્મ થાય છે, તો શું હિંસામાં ધર્મ માની લેવો તે સત્ય થઈ જાય ?
પુત્ર- વાહ, હિંસામાં ધર્મ બતાવે તે સત્ય કેવી રીતે હોય ?
પિતા-તેથી તો કહેવાય છે કે સત્ય બોલતાં પહેલાં સત્યને જાણવું જરૂરી છે.
પુત્ર- કોઈ બીજાની વસ્તુ ચોરી લેવી તે જ ચોરી છે ને?
૬
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #13
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
પિતા-હા, કોઈની પડી ગયેલી, ભૂલાઈ ગયેલી, કે રાખેલી વસ્તુ તેની રજા લીધા
વિના લઈ લેવી કે લઈને કોઈ બીજાને આપી દેવી એ તો ચોરી છે જ, પણ પર વસ્તુનું ગ્રહણ ન યે થાય પરંતુ તે લેવાનો ભાવ માત્ર થાય તો તે
ભાવ પણ ચોરી છે. પુત્ર- બરાબર, પણ આ કુશીલ શું ચીજ છે? લોકો કહે છે કે બીજાની મા
બહેનને કુદ્રષ્ટિથી જોવી તે કુશીલ છે. કુદ્રષ્ટિ શું છે? પિતા-વિષયની વાસના તે જ કુદ્રષ્ટિ છે. એથી વધારે તમે અત્યારે સમજી નહિ
શકો. પુત્ર- ઘણા રૂપિયા ભેગા કરવા તે જ પરિગ્રહ છે ને? પિતા-ઘણા રૂપિયા, મકાન વગેરે ભેગા કરવા એ તો પરિગ્રહ છે જ, પણ ખરી
રીતે તો તે ભેગા કરવાનો ભાવ, તેના પ્રત્યે રાગ રાખવો અને તેને પોતાનાં માનવાં એ પરિગ્રહ છે. આવી જાતની ઊલટી માન્યતાને મિથ્યાત્વ
કહે છે. પુત્ર- શું મિથ્યાત્વ પરિગ્રહ છે? પિતા-હા, હા, ચોવીસ પ્રકારના પરિગ્રહોમાં સૌથી પહેલો નંબર તો એનો જ આવે
છે. પછી ક્રોધ, માન, માયા અને લોભ આદિ કષાયોનો. પુત્ર- તો શું કષાય પણ પરિગ્રહ છે? પિતા-હા, હા, છે જ. કપાયો હિંસા પણ છે અને પરિગ્રહ પણ છે. ખરી રીતે તો
બધાં પાપોનું મૂળ મિથ્યાત્વ અને કષાય જ છે. પુત્ર- એનો અર્થ એ થયો કે પાપથી બચવા માટે પહેલા મિથ્યાત્વ અને કષાયો
છોડવાં જોઈએ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #14
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
પિતા-તમે ખૂબ હોશિયાર છો. સાચી વાત તમારી સમજણમાં બહુ જલદી આવી
ગઈ. જીવને જે ખોટા રસ્તે લઈ જાય તેને જ પાપ કહે છે. એક રીતે દુ:ખનું કારણ ખરાબ કામ તે જ પાપ છે. મિથ્યાત્વ અને કષાયો ખરાબ
કામ છે માટે પાપ છે. પ્રશ્ન
૧. પાપ કેટલાં છે? નામ બતાવો. ૨. જીવ ઘોર પાપ કેમ કરે છે? ૩. શું સત્યની સમજણ કર્યા વિના સત્ય બોધી શકાય ખરું? તર્કસંગત ઉત્તર
આપો. ૪. શું કષાય પરિગ્રહ છે? સ્પષ્ટ કરો. ૫. દ્રવ્યહિંસા અને ભાવહિંસા કોને કહે છે? ૬. પાપથી બચવા માટે શું કરવું જોઈએ? ૭. સૌથી મોટું પાપ કયું છે? શા માટે?
******
પાઠમાં આવેલાં સૂત્રાત્મિક સિદ્ધાંત વાક્ય.
૧. દુઃખનું કારણ એવું ખરાબ કાર્ય જ પાપ છે. ૨. મિથ્યાત્વ અને કષાયો દુ:ખનાં કારણરૂપ ખરાબ કાર્ય હોવાથી પાપ છે. ૩. સૌથી મોટું પાપ તો મિથ્યાત્વ છે. ૪. મિથ્યાત્વને વશ થઈને જીવ ઘોર પાપ કરે છે. ૫. મિથ્યાત્વ છૂટયા વિના ભવ-ભ્રમણ મટતું નથી. ૬. ઊલટી માન્યતાનું નામ જ મિથ્યાત્વ છે. ૭. સાચી વાત સમજીને તેને માનવી તે જ મિથ્યાત્વનો ત્યાગ છે. ૮. આત્મામાં ઉત્પન્ન થતા મોહ, રાગ અને દ્વેષ તે જ ભાવહિંસા છે. બીજાને
હેરાન કરવા વગેરે તો દ્રવ્યહિંસા છે. ૯. સત્ય બોલતાં પહેલાં સત્યને જાણવું જરૂરી છે. ૧૦. મિથ્યાત્વ અને કષાય પરિગ્રહના નામ આપો. ૧૧. બધાં પાપોનું મૂળ મિથ્યાત્વ અને કષાય જ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #15
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
પાઠ ત્રીજો
કષાય
સુબોધ- ભાઈ, તમે તો કહેતા હતા કે આત્મા માત્ર જાણે –દેખે છે, પણ
શું આત્મા ક્રોધ નથી કરતો, છળ-કપટ નથી કરતો? પ્રબોધ- હા, હા જરૂર કરે છે. પણ જેવો આત્માનો સ્વભાવ જાણવા
દેખવાનો છે, તેવો આત્માનો સ્વભાવ ક્રોધ આદિ કરવાનો
નથી. કષાય તો એ નો વિભાવ છે, સ્વભાવ નથી. સુબોધ- આ વિભાવ શું છે? પ્રબોધ- આત્માના સ્વભાવના વિપરીત ભાવને વિભાવ કહે છે. સુબોધ- રાગ-દ્વેષ શું વસ્તુ છે? પ્રબોધ- જ્યારે આપણે કોઇને સારું જાણીને ચાહવા લાગીએ છીએ તો તે રાગ
કહેવાય છે અને જ્યારે કોઇને ખરાબ જાણીને દૂર કરવા ઇચ્છીએ છીએ, તો તે દ્વેષ કહેવાય છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #16
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
સુબોધ- અને કપાય ? પ્રબોધ- તમે દિવસ અને રાત કપાય તો કરો છો અને એ શું વસ્તુ છે તેટલું
પણ જાણતા નથી? કષાય રાગ-દ્વેષનું જ બીજું રૂપ છે. આત્માને જે કસે અર્થાત્ દુઃખ દે, તેને જ કપાય કહે છે. એક રીતે જોતાં આત્મામાં ઉત્પન્ન થતા વિકાર, મોહ–રાગ-દ્વેષ જ કષાય છે અથવા જેનાથી સંસારની
પ્રાપ્તિ થાય તે જ કષાય છે. સુબોધ- એ કપાય કેટલા છે? પ્રબોધ- કષાયના ચાર પ્રકાર છે. ક્રોધ, માન, માયા, લોભ. સુબોધ- ઠીક, તો આપણે જે ગુસ્સો કરીએ છીએ તેને જ કોઈ કહેતા હશે? પ્રબોધ- હા, ભાઈ ! એ ક્રોધ બહુ ખરાબ વસ્તુ છે. સુબોધ- તો આપણને એ ક્રોધ આવે છે જ શા માટે? પ્રબોધ- મુખ્યપણે જ્યારે આપણને એમ લાગે છે કે આણે મારું બૂરું કર્યુ ત્યારે
આત્મામાં ક્રોધ ઉત્પન્ન થાય છે. એવી રીતે જ્યારે આપણે એમ માની લઇએ છીએ કે દુનિયાની વસ્તુઓ મારી છે, હું એનો સ્વામી છું, ત્યારે
માન થઈ જાય છે. સુબોધ- એ માન શું છે? પ્રબોધ- અભિમાનને જ માન કહે છે. લોકો કહે છે કે આ બહુ અભિમાની છે,
એને પોતાના ધન અને શક્તિનું બહુ અભિમાન છે. પૈસા, શરીર વગેરે બાહ્ય પદાર્થો ટકનાર તો છે નહિ, આપણે નકામા જ અભિમાન કરીએ છીએ.
૧) Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #17
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
સુબોધ- કેટલાક માણસો છળ-કપટ ખૂબ કરે છે. પ્રબોધ- હા ભાઇ, તે પણ કષાય છે, તેને જ માયા કહે છે. કહેવાય છે કે માયા
કરનાર મરીને પશુ થાય છે. માયા કરનાર જીવના મનમાં કાંઇ બીજું હોય છે, તે કહે છે કાંઇ બીજું જ અને કરે છે તેનાથી પણ જુદું. લોભી જીવોને છળ-કપટ ઘણું હોય છે.
સુબોધ- લોભ કષાય વિષે પણ કાંઇક બતાવો.
પ્રબોધ- એ બહુ ભયાનક કષાય છે, અને તે જ પાપનો બાપ કહેવામાં આવે છે.
કોઇ ચીજ જોઇ કે એ ચીજ મને મળી જાય એમ જ લોભી હમેશાં વિચાર્યા કરે છે.
સુબોધ- કપાય ખરાબ વસ્તુ છે એ તો બધું બરાબર છે પણ પ્રશ્ન તો એ છે કે
એ ઉત્પન્ન કેમ થાય છે અને કેવી રીતે મટે?
પ્રબોધ- મિથ્યાત્વ (ઊંધી માન્યતા) ને લીધે પર પદાર્થ કાં તો ઈષ્ટ (અનુકૂળ)
અથવા અનિષ્ટ (પ્રતિકૂળ) લાગે છે, મુખ્યપણે તેથી જ કષાય ઉત્પન્ન થાય છે. જ્યારે તત્ત્વજ્ઞાનના અભ્યાસ વડે પર પદાર્થ ન તો અનુકૂળ લાગે અને ન પ્રતિકૂળ લાગે ત્યારે મુખ્યપણે કષાય પણ ઉત્પન્ન થાય
નહિ.
સુબોધ- ઠીક, તો આપણે તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરવાનો અભ્યાસ કરવો જોઇએ.
તેનાથી જ કષાય મટે.
પ્રબોધ- હા, હા, સાચી વાત તો એ જ છે.
૧૧
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #18
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રશ્ન
૧. કષાય કોને કહે છે? કપાયને વિભાવ કેમ કહેલ છે ? ૨. કષાયથી શું નુકસાન છે. ૩. કષાય શું આત્માનો સ્વભાવ છે? ૪. કષાય કેટલા છે? નામ બતાવો. ૫. કષાય કેમ ઉત્પન્ન થાય છે? તે કેવી રીતે ? શા માટે ? ૬. આત્માનો સ્વભાવ એટલે શું છે?
પાઠમાં આવેલાં સૂત્રાત્મક સિદ્ધાન્તવાકય
૧. જે આત્માને કસે અર્થાત્ દુઃખી કરે, તેને કષાય કહે છે. ૨. કષાય રાગ-દ્વેષનું બીજું રૂપ છે. ૩. કષાય આત્માનો વિભાવ છે, સ્વભાવ નથી. ૪. આત્માનો સ્વભાવ જાણવા-દેખવાનો છે. ૫. ગુસ્સાને ક્રોધ કહે છે. ૬. અભિમાનને માન કહે છે. ૭. છળ-કપટ કરવું તેને માયા કહે છે. ૮. કોઇ વસ્તુ જોઇને તેને મેળવવાની ઇચ્છા થવી તે જ લોભ છે. ૯. મુખ્યપણે મિથ્યાત્વના કારણે પર પદાર્થ ઇષ્ટ કે અનિષ્ટ જણાવાથી કપાય
ઉત્પન્ન થાય છે. ૧૦. તત્ત્વજ્ઞાનના અભ્યાસથી જ્યારે પર પદાર્થ ઇષ્ટ કે અનિષ્ટ ન લાગે તો
મુખ્ય કષાય પણ ઉત્પન્ન થાય નહિ.
૧૨ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #19
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
પાઠ ચોથો
સદાચાર
બાલ-સભા
(ચોથી શ્રેણીનાં બાળકોની એક સભા ભરાઇ છે. બાળકોમાંથી જ એકને અધ્યક્ષ બનાવવામાં આવેલ છે. તે ખુરસી ઉપર બેઠા છે. )
અધ્યક્ષ
( ઊભા થઇને ) હવે તમારી સમક્ષ શાંતિલાલ એક વાર્તા સંભળાવશે.
શાંતિલાલ- ( મેજની પાસે ઊભા રહીને) માનનીય પ્રમુખશ્રી અને સહપાઠી ભાઇઓ તથા બહેનો !
પ્રમુખશ્રીની આજ્ઞા પ્રમાણે હું તમને એક બોધદાયક વાર્તા સંભાળાવું છું. હું આશા રાખું છું કે આપ શાંતિથી સાંભળશો. કે
એક છોકરો ઘણો હઠીલો હતો. તે ખાવા-પીવાનો પણ બહુ લોભી હતો. જ્યારે જુઓ ત્યારે તે પોતાને ઘરે, પોતાના ભાઇબહેનો સાથે નાની નાની બાબતમાં લડી પડતો. તેની બા તેને ઘણું સમજાવતી પણ તે માનતો નહિ.
એક દિવસ તેને ઘેર મિઠાઇ બનાવવામાં આવી. બાએ બધાં બાળકોને સરખે ભાગે વહેંચી દીધી. બધા રાજી થઈને મિઠાઈ ખાવા
૧૩
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #20
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
લાગ્યા પણ તે કહેવા લાગ્યો કે મારો લાડવો નાનો છે, બીજાં બાળકો ત્યાં સુધીમાં લાડવો ખાઈ ગયા હતા, નહિ તો બદલાવી આપત. તે ક્રોધી તો હતો જ એટલે જોરથી રોવા મંડયો અને ગુસ્સામાં આવીને લાડવો પણ ફેંકી દીધો. જઈને એક ખૂણામાં સૂઈ ગયો આખો દિવસ ખાધું પણ નહિ, ખૂબ મનાવ્યો પણ તે તો અભિમાનીય હતો જ ને! કેમ માને?
ખૂણામાં એક વીંછી હતો તેને તે કરડ્યો. તેને પોતાના આચરણની સજા મળી ગઈ. આખો દિવસ ભૂખ્યો રહ્યો, લાડવો પણ ગયો અને વીંછી કરડ્યો તે વધારામાં. ક્રોધી, માની, લોભી અને હઠીલાં બાળકોની એવી જ દશા થાય છે. તેથી આપણે ક્રોધ, માન, લોભ અને હઠ ન કરવો જોઇએ. એટલું કહીને હું મારા સ્થાને બેસી જાઉ છું.
( તાળીઓનો ગડગડાટ ) (ઊભા થઈને) શાંતિલાલે ઘણી બોધદાયક વાર્તા સંભળાવી છે. હવે હું નિર્મળા બેનને વિનંતી કરું છું તે પણ કોઇ બોધદાયક વાર્તા સંભળાવે.
અધ્યક્ષ
નિર્મળા-
(મેજ પાસે ઊભી રહીને) માનનીય પ્રમુખશ્રી અને ભાઈઓ તથા બહેનો!
હું આપની સમક્ષ ભાષણ કરવા ઊભી થઇ નથી. મેં કાલે છાપામાં એક વાત વાંચી હતી તે જ સંભળાવવા ઇચ્છું છું.
૧૪
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #21
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
એક ગામમાં એક જાન આવી હતી, તેને માટે રાત્રે ભોજન તૈયાર થતું હતું. અંધારામાં કોઈએ જોયું નહિ અને શાકમાં એક સર્પ પડી ગયો. રાત્રે જ ભોજન તૈયાર થયું બધા જાનૈયાઓએ ભોજન લીધું પણ ચાર-પાંચ માણસોએ કહ્યું કે અમે તો જમતા નથી. બધાએ ખૂબ મશ્કરી કરી. આ મોટા ધર્માત્મા થઈને ફરે છે, રાત્રે ભૂખ્યા રહેશે તો સીધા સ્વર્ગે જશે.
પણ બન્યું એવું કે ભોજન કરતાં જ માણસો બેહોશ થવા લાગ્યા. બીજાઓને સ્વર્ગ મોકલનાર પોતે જ સ્વર્ગની તૈયારી કરવા લાગ્યા. પણ તરતજ તે પાંચ માણસોએ તેમને દવાખાને પહોંચાડયા.
ત્યાં મહામહેનતે અર્ધાને બચાવી શકાય. જો તેમણે પણ રાત્રે ખાધું હોત તો એક પણ માણસ બચત નહિ. માટે કોઈએ રાત્રે ભોજન કરવું ન જોઈએ.
એટલું કહીને હું મારા સ્થાને બેસી જાઉ છું.
૧૫
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #22
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
એક વિદ્યાર્થી- (પોતાની જગ્યાએ જ ઊભો થઈને) નિર્મળાબેન? શું રાત્રે
ખાવામાં આ જ દોષ છે કે કોઈ બીજો પણ છે?
અધ્યક્ષ
(પોતાની જગ્યાએ ઊભા થઈને) તમે તમારી જગ્યાએ બેસી જાવ. શું તમને સભામાં બેસતાં આવડતું નથી? શું તમને એ પણ ખબર નથી કે સભામાં આ રીતે વચ્ચે ન બોલવું જોઈએ અને જો કોઈ બહુ જરૂરી વાત હોય તો પ્રમુખની રજા લઈને બોલવું જોઈએ?
જ્યારે કે પ્રશ્ન આવ્યો જ થાય છે એટલે જો નિર્મળાબેનની ઈચ્છા હોય તો તેઓ એનો ઉત્તર આપે એવી હું તેમને વિનંતી કરું
નિર્મળા
(ઊભી થઈને) આ તો મેં રાત્રિભોજનથી થતી પ્રત્યક્ષ દેખાતી હાનિ તરફ સંકેત જ કર્યો છે, પણ ખરી રીતે તો રાત્રિભોજનમાં લોલુપતા અધિક હોવાથી રાગની તીવ્રતા રહે છે તેથી તે આત્મસાધનામાં પણ બાધક છે.
અધ્યક્ષ
( ઊભા થઈને) નિર્મળા બહેન, બહુ સારી વાત કહી છે. આપણે બધાએ એ નિશ્ચય કરવો જોઈએ કે આપણે આજથી રાત્રે નહિ ખાઈએ.
ઘણા મિત્રો બોલવા ઈચ્છે છે પણ વખત ઘણો થઈ ગયો છે તેથી આજ તેમની માફી માગું છું. તેમની વાત હવેની સભામાં સાંભળીશું. હવે, હું ભાષણ તો શું કરું પણ એક વાત કહી દેવા ઈચ્છું છું.
૧૬ Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #23
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
હું હમણાં આઠ દિવસ પહેલાં મારા પિતાજીની સાથે કલકત્તા ગયો હતો. ત્યાં વૈજ્ઞાનિક પ્રયોગશાળા જોવા મળી ત્યાં તો પોતે મારી આંખે જોયું કે જે પાણી આપણને ચોખ્ખું દેખાય છે, તેમાં સૂક્ષ્મદર્શક યંત્રથી જોવાથી લાખો જીવ દેખાય છે.
તેથી મેં એ પ્રતિજ્ઞા કરી લીધી કે હવે અણગળ પાણી કદી પણ નહિ પીઉ. હું તમને પણ વિનંતી કરવા ઈચ્છું છું કે તમે પણ એ નિશ્ચય કરી લ્યો કે અમે પાણી ગાળીને જ પીશું.
આટલું કહીને હું આજની સભા પૂરી થયાની જાહેરાત કરું છું. (ભગવાન મહાવીરનો જય બોલીને સભા પૂરી થાય છે.)
પ્રશ્ન
૧. પાણી ગાળીને શા માટે પીવું જોઈએ? ૨. રાત્રે ખાવાથી શું નુકસાન છે? ૩. ક્રોધ કરવો શા માટે ખરાબ છે? ૪. હઠીલા છોકરાની વાર્તા તમારા શબ્દોમાં લખો. ૫. સભા-સંચાલનની રીત તમારા શબ્દોમાં લખો.
૧૭
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #24
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
પાઠ પાંચમો
ગતિ
પુત્ર- પિતાજી! આજે મેં મંદિરમાં સાંભળ્યું કે “ચારો ગતિ કે માંહિ પ્રભુ દુઃખ
પાયો મેં ઘણો.” આ ચારેય ગતિ શું છે કે જેમાં દુઃખ જ દુ:ખ છે? પિતા- બેટા! જીવની અમુક ખાસ અવસ્થાને ગતિ કહે છે. જીવ સંસારમાં સ્કૂલ
અપેક્ષાએ ચાર અવસ્થાઓમાં જોવા મળે છે, તેને જ ચાર ગતિ કહે છે. જ્યારે આ જીવ આત્માને ઓળખીને તેની સાધના કરે છે ત્યારે તે ચાર ગતિનાં દુ:ખોથી છૂટી જાય છે અને પોતાનું અવિનાશી સિધ્ધપદ પ્રાપ્ત
કરી લે છે, તેને પંચમ ગતિ કહે છે. પુત્ર- તે ચાર ગતિ કઈ કઈ છે? પિતા- નરક, તિર્યંચ, દેવ અને
મનુષ્ય. પુત્ર- મનુષ્ય તો હું અને તમે પણ
છીએ ને? પિતા- આપણે મનુષ્યગતિમાં છીએ,
તેથી મનુષ્ય કહેવાઇએ છીએ. આમ તો હું અને તમે પણ આત્મા છીએ.
મનુષ્યગતિ
૧૮
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #25
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
જ્યારે કોઇ જીવ ક્યાંયથી મરીને મનુષ્યગતિમાં જન્મ લે અર્થાત્ મનુષ્ય
શરીર ધારણ કરે છે તો તેને મનુષ્ય કહે છે. પુત્ર- ઠીક, તો આપણે મનુષ્ય
ગતિના જીવ છીએ. ગાય, ભેંસ, ઘોડો આદિ કઇ
ગતિમાં છે? પિતા- તે તિર્યંચગતિના જીવ છે.
પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, વનસ્પતિ, કીડી, મકોડી, હાથી, ઘોડા, કબૂતર, મોર આદિ પશુ-પક્ષી જે તમને દેખાય છે તે બધાં તિર્યંચગતિમાં આવે છે.
તિર્યંચગતિ - જ્યારે કોઈ જીવ મરીને એમાં પેદા થાય છે ત્યારે તે તિર્યંચ કહેવાય
પુત્ર- મનુષ્યો સિવાયના જોવામાં આવતા બધા જીવ તો તિર્યંચ છે તો પછી
નારકી કોણ છે?
પિતા- આ પૃથ્વીની નીચે સાત નરક
છે. ત્યાંનું વાતાવરણ બહુ જ દુઃખદાયક છે. ત્યાં ક્યાંક શરીરને બાળી નાખે તેવી ભયંકર ગરમી અને ક્યાંક શરીરને ગાળી નાખે તેવી ભયંકર ઠંડી પડે છે.
નરકગતિ
૧૯
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #26
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
અન્ન, પાણીનો સર્વથા અભાવ છે. ત્યાં જીવોને ભયંકર ભૂખ અને તરસની વેદના સહન કરવી પડે છે. તે લોકો તીવ્ર કષાયી પણ હોય છે, અંદરોઅંદર લડ્યા કરે છે, માર-કાટ મચી રહે છે.
જે જીવ મરીને એવા સંયોગોમાં જન્મ લે છે, તેને નારકી કહે છે. પુત્ર- અને દેવ? પિતા- જે જીવો જેવા ભાવ કરે છે તે
પ્રમાણે તેમને ફળ પણ મળે છે. તેમને, તેનાં ફળ મળે એવાં સ્થાન પણ હોય છે. જેવી રીતે પાપનું ફળ ભોગવવાનાં સ્થાન નરકાદિ ગતિ છે, તેવી જ રીતે જે જીવ પુણ્યભાવ કરે છે, તેનું ફળ ભોગવવાનું સ્થાન દેવગતિ છે. દેવગતિમાં મુખ્યપણે ભોગસામગ્રી મળે છે.
દેવગતિ
જે જીવ મરીને દેવોમાં જન્મ લે છે તેમને દેવગતિના જીવ કહે છે. પુત્ર- કઈ ગતિ સારી છે?
પિતા- જ્યારે બતાવ્યું કે ચાર ગતિમાં દુઃખ જ છે તો પછી ગતિ સારી કેવી રીતે
હોય? એ ચારેય ગતિ સંસાર છે. પુત્ર- મનુષ્યગતિ સારી કહો ને? કેમ કે તેનાથી જ મોક્ષપદ મળે છે.
૨)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #27
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
પિતા- જો એ સારી હોત તો સિદ્ધ જીવ એનો પણ ત્યાગ કેમ કરત? માટે ચારે
ગતિનું પરિભ્રમણ છોડવું તે જ સારું છે. પુત્ર- જો આ ગતિઓનું ભ્રમણ છોડવું તે જ સારું હોય તો પછી આ જીવ આ
ગતિઓમાં કેમ ઘૂમ્યા કરે છે? પિતા- અપરાધ કરે તો સજા ભોગવવી જ પડે. પુત્ર- કયા અપરાધના ફળ કઇ ગતિ મળે છે? પિતા- ઘણો આરંભ કરવાના અને ઘણો પરિગ્રહ રાખવાના ભાવ જ એવો
અપરાધ છે કે જેનાથી આ જીવને નરકમાં જવું પડે છે. ભાવોની કુટિલતા
અર્થાત્ માયાચાર, છળકપટ તિર્યંચ-આયુષ્યના બંધનું કારણ છે. પુત્ર- મનુષ્ય અને દેવ? પિતા- અલ્પ આરંભ અને અલ્પ પરિગ્રહ રાખવાનો ભાવ તથા સ્વભાવની
સરળતા એ મનુષ્ય-આયુષ્યના બંધના કારણ છે. એવી જ રીતે સંયમની સાથેનો શુભ ભાવરૂપ રાગાંશ અને અસંયમાંશ મંદકષાયરૂપ ભાવ તથા અજ્ઞાનપૂર્વક કરવામાં આવેલા તપશ્ચરણના ભાવ દેવ-આયુષ્યના બંધના કારણ છે.
પુત્ર- ઉપરોક્ત ભાવ બંધનાં કારણ હોવાથી અપરાધ જ છે તો પછી નિરપરાધ
દશા શું છે?
પિતા- એક વીતરાગભાવ જ નિરપરાધ દશા છે, માટે તે મોક્ષનું કારણ છે.
પુત્ર- આ બધું જાણવાથી શું લાભ છે?
૨૧ Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #28
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
પિતા- આપણે એ જાણી લેશું કે ચારે ગતિઓમાં દુઃખ જ છે, સુખ નથી અને
ચાર ગતિના પરિભ્રમણનું કારણ શુભાશુભ ભાવ છે, એનાથી છૂટવાનો ઉપાય એક વીતરાગ ભાવ છે. આપણે વીતરાગ ભાવ પ્રાપ્ત કરવા માટે જ્ઞાનસ્વભાવી આત્માનો આશ્રય લેવો જોઇએ.
પ્રશ્ન
૧. ગતિ કોને કહે છે? તે કેટલા પ્રકારની છે? ૨. તિર્યંચ ગતિ કોને કહે છે? ૩. નરક ગતિના વાતાવરણનું વર્ણન કરો. એવાં ક્યાં કારણ છે કે જેનાથી
જીવ નરક ગતિ પ્રાપ્ત કરે છે? ૪. શું દેવગતિમાં પણ સુખ નથી? સકારણે ઉત્તર આપો. ૫. સૌથી સારી ગતિ કઇ છે? યુક્તિસંગત ઉત્તર આપો.
પાઠમાં આવેલાં સૂત્રાત્મક સિદ્ધાંત વાક્ય.
૧. જીવની અવસ્થા વિશેષને ગતિ કહે છે. ૨. જીવ ક્યાંકથી મરીને મનુષ્ય-શરીર ધારણ કરે છે, તેને મનુષ્યગતિ કહે
૩. જીવ ક્યાંકથી મરીને તિર્યંચ-શરીર ધારણ કરે છે. તેને તિર્યંચગતિ કહે છે. ૪. જીવ ક્યાંકથી મરીને નારકી-શરીર ધારણ કરે છે, તેને નરકગતિ કહે છે. ૫. જીવ ક્યાંકથી મરીને દેવ-શરીર ધારણ કરે છે, તેને દેવગતિ કહે છે. ૬. જીવ આત્માને ઓળખીને તેની સાધના વડે ચાર ગતિનાં દુ:ખોથી છૂટીને
સિદ્ધપદ પ્રાપ્ત કરે છે, તેને પંચમ ગતિ કહે છે. ૭. એક વીતરાગભાવ જ પંચમ ગતિ (મોક્ષ)નું કારણ છે. વીતરાગભાવ
પ્રાપ્ત કરવા માટે જ્ઞાનસ્વભાવી આત્માનો આશ્રય લેવો જોઇએ.
૨૨ Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #29
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
પાઠ છઠ્ઠો
દ્રવ્ય
વિદ્યાર્થી- ગુરુજી, મારી બા કહેતા હતા કે જે આપણને દેખાય છે તે તો બધું
પુદ્ગલ છે. તો એ પુદ્ગલ શું છે? શિક્ષક- બરાબર છે. આપણને આંખોથી તો ફકત વર્ષ (રંગ) જ દેખાય છે
અને તે ફકત પુદગલમાં જ હોય છે. જેમાં સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ હોય તેને પુદ્ગલ કહે છે. એ અજીવ દ્રવ્ય છે.
વિદ્યાર્થી- દ્રવ્ય કોને કહે છે ? તે કેટલા પ્રકારના છે?
શિક્ષક- ગુણોના સમૂહને દ્રવ્ય કહે છે. તે જ પ્રકારના છે-જીવ, પુદ્ગલ, ધર્મ,
અધર્મ, આકાશ અને કાળ.
વિદ્યાર્થી- તો શું દ્રવ્યોમાં અજીવ નથી?
શિક્ષક-
જીવ સિવાયનાં બાકીનાં બધાં દ્રવ્યો અજીવ જ છે. જેમાં જ્ઞાન હોય તે જ જીવ છે, બાકી બધા અજીવ છે.
૨૩
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #30
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
વિદ્યાર્થી- જો દ્રવ્ય છ પ્રકારનાં છે તો આપણને ફક્ત પુદ્ગલ જ કેમ દેખાય છે? શિક્ષક- કેમ કે ઈન્દ્રિયો રૂપ, રસ આદિને જ જાણે છે અને આત્મા વગેરે
વસ્તુઓ અરૂપી છે તેથી ઈન્દ્રિયો તેમના જ્ઞાનમાં નિમિત્ત નથી.
વિદ્યાર્થી- પૂજાપાઠને ધર્મ દ્રવ્ય કહેતા હશે અને હિંસાદિકને અધર્મ દ્રવ્ય?
શિક્ષક-
ના, ભાઈ ! તે ધર્મ અને અધર્મ જુદી વાત છે; આ ધર્મ અને અધર્મ તો દ્રવ્યોના નામ છે કે જે આખાય લોકમાં તલમાં તેલની પેઠે ફેલાયેલા છે.
વિદ્યાર્થી- એમની વ્યાખ્યા શું છે?
શિક્ષક- જેવી રીતે જળ માછલીને ચાલવામાં નિમિત્ત છે તેવી જ રીતે સ્વયં
ચાલતા જીવ અને પુદ્ગલોને ચાલવામાં જે નિમિત્ત છે, તે જ ધર્મ દ્રવ્ય છે. જેમ વૃક્ષની છાયા મુસાફરોને રોકવામાં નિમિત્ત થાય છે, તેવી જ રીતે ગતિપૂર્વક સ્થિર થવામાં થતા જીવ અને પુદગલોને સ્થિર થવામાં જે નિમિત્ત છે, તે જ અધર્મ દ્રવ્ય છે.
વિધાર્થી- જો ધર્મ દ્રવ્ય ચલાવે અને અધર્મ દ્રવ્ય સ્થિર કરે તો જીવોને ઘણી
હેરાનગતિ થાય?
શિક્ષક- તે કોઇ થોડા જ ચલાવે કે રોકે છે? જ્યારે જીવ અને પુદ્ગલ સ્વયં
ચાલે કે રોકાય ત્યારે માત્ર નિમિત્ત થાય છે.
વિધાર્થી- આકાશ તો વાદળી રંગનું સ્પષ્ટ દેખાય છે, એને શું સમજવું?
૨૪
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #31
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
શિક્ષક- ના, હમણાં જ તમને બતાવ્યું હતું કે વાદળીપણું, પીળાપણું એ તો
પુદ્ગલની પર્યાય છે. આકાશ તો અરૂપી છે, તેમાં કોઇ રંગ હોતો નથી.
જે બધાં દ્રવ્યોને રહેવામાં નિમિત્ત છે, તે જ આકાશ છે. વિધાર્થી- આ આકાશ ઉપર છે ને? શિક્ષક- એ તો બધી જગ્યાએ છે; ઉપર, નીચે અને આજુબાજુ. દુનિયાની એવી
કોઈ જગ્યા નથી જ્યાં આકાશ ન હોય. બધાં દ્રવ્યો આકાશમાં જ છે.
વિદ્યાર્થી- કાળ તો સમય જ કહે છે કે કોઈ બીજી વાત છે?
શિક્ષક
કાળનું બીજું નામ સમય પણ છે, પરંતુ કાળ જીવ અને પુદ્ગલની જેમ એક દ્રવ્ય પણ છે. તેમાં જે સમયે સમયે અવસ્થા થાય છે. તેનું નામ સમય છે. આ કાળ દ્રવ્ય જગતના સમસ્ત પદાર્થોના પરિણમનમાં
નિમિત્ત માત્ર હોય છે. વિદ્યાર્થી- ઠીક, તો આ દ્રવ્યો કુલ કેટલા છે? શિક્ષક- ધર્મ, અધર્મ અને આકાશ તો એક એક જ છે પણ કાળ દ્રવ્ય અસંખ્ય
છે અને જીવ દ્રવ્ય તો અનંત છે. તેમ જ પુદ્ગલ જીવોથી પણ
અનંતગુણા છે અર્થાત્ અનંતાનંત છે. વિદ્યાર્થી- આ દ્રવ્યો સિવાય બીજું કાંઇ જગતમાં નથી? શિક્ષક- એમના સિવાય કોઈ જગત જ નથી. છ દ્રવ્યોના સમૂહને વિશ્વ કહે છે
અને વિશ્વને જ જગત કહે છે.
૨૫
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #32
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
વિદ્યાર્થી- તો આ વિશ્વને બનાવ્યું કોણે? શિક્ષક- એ તો અનાદિ-અનંત સ્વ-નિર્મિત છે; એને બનાવનાર કોઈ નથી. વિદ્યાર્થી- અને ભગવાન કોણ છે? શિક્ષક- ભગવાન વિશ્વને જાણનાર છે, બનાવનાર નથી. જે ત્રણ લોક અને
ત્રણ કાળના સમસ્ત પદાર્થોને એકી સાથે જાણે તે જ ભગવાન છે. વિદ્યાર્થી- છેવટે, વિશ્વમાં જે કાર્ય થાય છે તેનો કર્તા તો કોઈ હશે ને? શિક્ષક- પ્રત્યેક દ્રવ્ય પોતપોતાની પર્યાયનો (કાર્યનો) કર્તા છે. કોઈ કોઈનો
કર્તા નથી, એવી અનંત સ્વતંત્રતા દ્રવ્યોના સ્વભાવમાં પડેલી છે. તેને જે ઓળખી લે છે, તે જ આગળ જતાં ભગવાન થાય છે.
પ્રશ્ન
૧. દ્રવ્ય કોને કહે છે? તે કેટલા પ્રકારનાં છે? નામ ગણાવો. ૨. વિશ્વ કોને કહે છે? એને બનાવનાર કોણ છે? ભગવાન શું કરે છે? ૩. પ્રત્યેક દ્રવ્યની અલગ અલગ સંખ્યા લખો. ૪. વ્યાખ્યા લખો:- ધર્મદ્રવ્ય, અધર્મદ્રવ્ય, આકાશદ્રવ્ય અને કાળદ્રવ્ય. ૫. ઈન્દ્રિયોથી ગ્રહણ થઈ શકે તે દ્રવ્યને સમજાવો. ૬. આત્માનો સ્વભાવ શું છે? તે ઈન્દ્રિયોથી કેમ જણાતો નથી? ૭. અજીવ અને અમૂર્તિક દ્રવ્યો ગણાવો.
૨૬ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #33
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
પાઠમાં આવેલા સૂત્રાત્મક સિદ્ધાન્ત વાક્ય.
૧. દ્રવ્યોના સમૂહને વિશ્વ કહે છે. ૨. આ લોક (વિશ્વ) અનાદિ-અનંત સ્વનિર્મિત છે. ૩. ગુણોના સમૂહને દ્રવ્ય કહે છે. ૪. જેમાં સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ હોય તે જ પુગલ છે. ૫. જેમાં જ્ઞાન હોય તે જ જીવ છે. ૬. ધર્મદ્રવ્ય-સ્વયંગતિ કરતા જીવો અને પુદ્ગલોને ગતિમાં નિમિત્ત. ૭. અધર્મદ્રવ્ય-ગમનપૂર્વક સ્થિર થતા જીવ અને પુદગલોને સ્થિર થવામાં
નિમિત્ત. ૮. આકાશદ્રવ્ય-સર્વ દ્રવ્યોને અવગાહનમાં નિમિત્ત. ૯. કાળદ્રવ્ય. બધાં દ્રવ્યોને પરિવર્તનમાં નિમિત્ત. ૧૦. સર્વ દ્રવ્ય પોતપોતાની પર્યાયોના કર્તા છે. કોઈપણ પરનો કર્તા નથી. ૧૧. ભગવાન લોકના જાણનાર છે, બનાવનાર નથી. ૧૨. જીવ સિવાયનાં બાકીનાં પાંચ દ્રવ્ય અજીવ છે. ૧૩. પુદ્ગલ સિવાયનાં પાંચ દ્રવ્યો અમૂર્તિક છે. ૧૪. ઈન્દ્રિયો મૂર્તિક પુદગલને જ જાણવામાં નિમિત્ત થઈ શકે છે, આત્માને
જાણવામાં નહિ.
૨૭
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #34
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
પાઠ સાતમો
ભગવાન મહાવીર
શિક્ષક બાળકો ! કાલે મહાવીર ભગવાનના જન્મકલ્યાણકનો મહોત્સવ છે. સવારમાં પ્રભાતફેરી નીકળશે, માટે સવારે પાંચ વાગ્યે આવવાનું છે અને સાંભળો, સાંજે મહાવીર ચોકમાં જાહેરસભા થશે, તેમાં બહારથી પધારેલા મોટામોટા વિદ્વાનો મહાવી૨ ભગવાનના વિષયમાં ભાષણ કરશે. તમે ત્યાં
૨૮ Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #35
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
જરૂર આવજે.
પહેલો વિદ્યાર્થી-ગુરુજી, મોટા વિદ્વાનોની વાતો તો અમને સમજાતી નથી. આપ જ
બતાવીને કે મહાવીર ભગવાન કોણ હતા? તેઓ કયાં જન્મ્યા હતા?
શિક્ષક- બાળકો, ભગવાન જન્મતા નથી, બને છે. બાળક વર્ધમાનનો જન્મ તો
આજથી લગભગ ૨૫૦૦ વર્ષ પહેલાં ચૈત્ર સુદ ૧૩ ને દિવસે કુંડલપુરમાં થયો હતો. પાછળથી તે બાળક વર્ધમાન જ આત્મ-સાધનાનો અપૂર્વ પુરુષાર્થ કરીને મહાવીર ભગવાન થયા.
બીજો વિદ્યાર્થી- એનો અર્થ તો એ થયો કે અમારામાંથી પણ કોઈ પણ આત્મ
સાધના કરીને ભગવાન બની શકે છે. તો શું વર્ધમાન જન્મતી વખતે અમારા જેવા જ હતા?
શિક્ષક- તો બીજું શું? એ વાત જરૂર છે કે તેઓ પ્રતિભાશાળી, આત્મજ્ઞાની,
વિચારવાન, સ્વસ્થ અને વિવેકી બાળક હતા. તેમનામાં સાહસ તો અપૂર્વ હતું, કોઈથી કદી ડરવાનું તો તેઓ શીખ્યા જ નહોતા. તેથી બાળકો તેમને બચપણથી જ વીર, અતિવીર કહેવા લાગ્યા હતા.
ત્રીજો વિદ્યાર્થી- તેમને સન્મતિ પણ કહે છે ને?
શિક્ષક- તેમને પોતાની બુદ્ધિનો વિકાસ કરીને પૂર્ણજ્ઞાન પ્રાપ્ત કરી લીધું હતું, તેથી
તેઓ સન્મતિ પણ કહેવાય છે અને સૌથી બળવાન રાગ-દ્વેષરૂપ શત્રુઓને જીત્યા હતા તેથી તેઓ મહાવીર કહેવાયા. તેમનાં પાંચ નામ પ્રસિદ્ધ છેવીર, અતિવીર, સન્મતિ, વર્ધમાન અને મહાવીર.
૨૯ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #36
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
પહેલો વિદ્યાર્થી- તેમના જન્મકલ્યાણક વખતે તો ઉત્સવ ઊજવવામાં આવ્યો હશે?
- જ્યારે આપણે આજેય ઉત્સવ ઊજવીએ છીએ તો તે સમયનું શું કહેવું?
શિક્ષક- હા, તેઓ નાથ વંશના ક્ષત્રિય રાજકુમાર હુતા. તેમના પિતાનું નામ
સિદ્ધાર્થ અને માતાનું નામ ત્રિશલાદેવી હતું. તેમણે તો ઉત્સવ ઊજવ્યો જ હતો, પણ સાથોસાથ બધી પ્રજાએ, એટલું જ નહિં પણ સ્વર્ગના દેવો અને
ઈન્દ્રાદિએ પણ ઉત્સવ ઊજવ્યો હતો. બીજો વિદ્યાર્થી- તેમનો જ જન્મોત્સવ કેમ ઊજવવામાં આવે છે, બીજાઓનો કેમ
નહિ? શિક્ષક- એ એમનો છેલ્લો જન્મ હતો. એ પછી તો તેમણે જન્મ-મરણનો નાશ જ
કરી નાખ્યો. તેઓ વીતરાગ અને સર્વજ્ઞ થયા. જન્મ લેવો એ કાંઈ સારી વાત નથી પણ જે જન્મમાં જન્મ-મરણનો નાશ કરીને ભગવાન બની
શકાય તે જ જન્મ સાર્થક છે. પહેલો વિદ્યાર્થી- ઠીક, તો આજે જન્મ-મરણનો નાશ કરનારનો જન્મોત્સવ છે. બીજો વિધાર્થી- ગુરુજી, આપે તેમનાં માતા-પિતાનું નામ તો બતાવ્યું પણ પત્ની
અને બાળકોનાં નામ તો બતાવ્યાં જ નહિ.
શિક્ષક- તેમણે લગ્ન જ નહોતા કર્યા. તેથી પત્ની અને બાળકોનો પ્રશ્ન જ ઊઠતો
નથી. તેમનાં માતા-પિતા પ્રયત્ન કરીને હારી ગયાં, પણ તેમને લગ્ન કરવાને રાજી ન કરી શક્યાં.
ત્રીજો વિધાર્થી- તો શું તેઓ સાધુ થઈ ગયા હતા?
૩)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #37
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
શિક્ષક– તો બીજું શું? સાધુ થયા વિના શું કોઈ ભગવાન બની શકે? તેમણે ત્રીસ વર્ષની યુવાન અવસ્થામાં નગ્ન દિગંબર સાધુ થઇને ઘોર તપશ્ચર્યા કરી હતી. સતત બાર વર્ષની આત્મ-સાધના પછી તેમણે કેવળજ્ઞાન મેળવ્યું હતું.
પહેલો વિધાર્થી એનો અર્થ એ થયો તેઓ ૪૨ વર્ષની ઉમરે કેવળજ્ઞાની થઈ ગયા
હતા.
શિક્ષક– હા, પછી સતત ૩૦ વર્ષ સુધી આખા ભારતમાં તેમનો સમવસરણ સહિત વિહાર અને દિવ્યધ્વનિ દ્વારા તત્ત્વનો ઉપદેશ થતો રહ્યો. અંતે પાવાપુરમાં આત્મ-ધ્યાનમાં લીન થઈને ૭૨ વર્ષની ઉમરે દિવાળીને દિવસે તેઓ મુક્તિ પધાર્યા.
બીજો વિધાર્થી- એ પાવાપુર કયાં છે?
શિક્ષક- પાવાપુર બિહા૨માં નવાદા રેલ્વે સ્ટેશનની પાસે છે.
ત્રીજો વિદ્યાર્થી- તો દિવાળી પણ તેમની મોક્ષ-પ્રાપ્તિની ખુશીમાં ઊંજવવામાં આવે છે ?
શિક્ષક– હા, હા, દીપાવલી કહો કે મહાવીર ભગવાનનો નિર્વાણ ઉત્સવ કહો, બધું એક જ છે. તે જ દિવસે તેમના મુખ્ય શિષ્ય ઈન્દ્રભૂતિ ગૌતમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું હતું. તેઓ ગૌતમ ગણધરના નામથી ઓળખાય છે.
પ્રથમ વિદ્યાર્થી- તેઓએ ૩૦ વર્ષ સુધી શું ઉપદેશ આપ્યા ર્યો?
શિક્ષક– એ વાત તો તમે વિસ્તારપૂર્વક સાંજની સભામાં વિદ્વાનોનાં મુખે જ સાંભળજો. હું તો અત્યારે તેમણે આપેલા બે ચાર બોધ-વચનો જ બતાવું છું. તેઓ કહેતા હતા કે :
૩૧
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #38
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧. બધા આત્માઓ સમાન છે, કોઈ નાના મોટા નથી. ૨. ભગવાન કોઈ જુદા નથી હોતા. જે જીવ પુરુષાર્થ કરે તે જ ભગવાન
બની શકે છે. ૩. ભગવાન જગતની કોઈ પણ વસ્તુના કાંઈ કર્તા-હર્તા નથી, માત્ર જાણે જ
૪. આપણા આત્માનો સ્વભાવ પણ જાણવાનો છે, કષાય આદિ કરવાનો
નથી. ૫. કદી કોઈનું દિલ દુખાય એવો ભાવ ન કરો. ૬. જૂઠું બોલવું અને જૂઠું બોલવાનો ભાવ કરવો એ પાપ છે. ૭. ચોરી કરવી અને ચોરી કરવાનો ભાવ એ બૂરું કામ છે. ૮. સંયમ રાખો, ક્રોધથી દૂર રહો અને અભિમાન ન કરો. ૯. છળ-કપટ કરવું અને ભાવોમાં કુટિલતા રાખવી એ બહુ બૂરી વાત છે. ૧૦. લોભી માણસ સદા દુઃખી થાય છે. ૧૧. આપણે આપણી જ ભૂલથી દુ:ખી છીએ અને આપણી ભૂલ સુધારીને
સુખી થઈ શકીએ છીએ.
પ્રશ્ન
૧. ભગવાન મહાવીરનો સંક્ષિપ્ત પરિચય આપો. ૨. તેમનો ઉપદેશ શું હતો? ૩. ટૂંકનોંધ લખો- દીપાવલી, મહાવીર-જયંતી, પાવાપુર. ૪. મહાવીરનાં કેટલાં નામ છે? નામ બતાવો અને તે કેવી રીતે સાર્થક છે તે
કહો.
૫. તેમનો જ જન્મ-દિવસ કેમ ઊજવવામાં આવે છે?
૩ર.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #39
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
પાઠ આઠમો
| જિનવાણી-સ્તુતિ
સર્વે કા :
મિથ્યાતમ નાશવે કો, જ્ઞાનકે પ્રકાશવે કો, આપા પર ભાસવે કો, ભાનુસી બખાની હૈ; છહોં દ્રવ્ય જાનવે કો, બધવિધિ ભાનવે કો, સ્વ-પર પિછાનવે કો, પરમ પ્રમાની હૈ. અનુભવ બતાવે કો, જીવકે જતાયવે કો, કાહૂ ન સતાવે કો, ભવ્ય ઉર આની હૈ; જહાં તહાં તારવે કો, પારકે ઉતારવે કો,
સુખ વિસ્તારવે કો, યે હી જિનવાણી હૈ. દોહ:
હે જિનવાણી ભારતી, તોહિ જપો દિન જૈન, જો તેરી શરણા ગહે, સૌ પાવે સુખ ચૈન; જા વાણી કે જ્ઞાન તે સુઝે લોકાલોક, સો વાણી મસ્તક નવો, સદા દેત હોં ઢોક.
૩૩
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #40
--------------------------------------------------------------------------
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates જિનવાણી-સ્તુતિનો ભાવાર્થ હે જિનવાણી રૂપી સરસ્વતી ! તું મિથ્યાત્વરૂપી અંધકારનો નાશ કરવા માટે અને આત્મા તથા પર પદાર્થોનું સાચું જ્ઞાન, છ યે દ્રવ્યોનું સ્વરૂપ જાણવામાં, કર્મોની બંધ-પદ્ધતિનું જ્ઞાન કરાવવામાં, સ્વ અને પરની સાચી ઓળખાણ કરાવવામાં તારી પ્રમાણિકતા સંદેહ વિનાની છે. તેથી હે જિનવાણી ! ભવ્ય જીવોએ તને પોતાના દયમાં ધારણ કરેલ છે. કેમ કે તું આત્માને અનુભવ કરવાનો, આત્માની પ્રતીતિ કરવાનો, કોઈને દુઃખ ન થાય એવો માર્ગ બતાવવામાં સમર્થ છો. એક માત્ર જિનવાણી જ (જીવન) સંસારથી પાર ઉતારવામાં સમર્થ છે અને સાચા સુખની પ્રાપ્તિનો રસ્તો બતાવનાર છે. જે વીતરાગ વાણીનું જ્ઞાન થતાં આખી દુનિયાનું સાચું જ્ઞાન થઈ જાય છે, તે વાણીને હું મસ્તક નમાવીને સદા નમસ્કાર કરું છું. હે જિનવાણી રૂપી સરસ્વતી! હું દિવસ-રાત તારી જ આરાધના કરું છું. કેમકે જે જીવ તારા શરણે જાય છે તે જ સાચો અતીન્દ્રિય આનંદ મેળવે છે. પ્રશ્ન 1. જિનવાણીની સ્તુતિ લખો. 2. સ્તુતિમાં જે ભાવ પ્રગટ છે, તે તમારી ભાષામાં લખો. 3. જિનવાણી કોને કહે છે? 4. જિનવાણીની આરાધનાથી શું લાભ છે? 34 Please inform us of any errors on rajesh@ AtmaDharma.com