________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
અમે ધર્મના નામે ચાલતી કુરીતિઓ, ગૃહિત મિથ્યાત્વાદિ અને સામાજિક કુરિવાજો દૂર કરીને ધાર્મિક અને સામાજિક ક્ષેત્રમાં સાચી પરંપરાઓનું નિર્માણ કરીએ અને પરસ્પર ધર્મ પ્રેમ રાખીએ.
અમે સુખમાં પ્રસન્ન થઈને ફૂલાઈ ન જઈએ અને દુ:ખ જોઈને ગભરાઈ ના જઈએ. બન્નેય સ્થિતિમાં ધીરજથી કામ લઈને સમતાભાવ રાખીએ અને ન્યાયના રસ્તે ચાલીને નિરન્તર આત્મબળની વૃદ્ધિ કરતા રહીએ.
આઠેય કર્મ દુઃખનાં નિમિત્ત છે, કોઈ પણ શુભાશુભ કર્મ સુખનું કારણ નથી, તેથી અમે એના નાશનો ઉપાય કર્યા કરીએ. આપનું સદા સ્મરણ રાખીએ જેથી સન્માર્ગમાં કાંઈ વિન કે બાધા ન આવે.
' હે ભગવાન! અમે બીજું કાંઈ ઈચ્છતા નથી, અમે તો માત્ર એટલું જ ઈચ્છીએ કે અમારો આત્મા પવિત્ર થઈ જાય અને તેને લૌકિક વિધાની ઉન્નતિ સાથે જ અમારું ધર્મનું જ્ઞાન (તત્ત્વનું જ્ઞાન ) નિરન્તર વધતું રહે.
અમે બધા ભવ્ય જીવો ઊભા રહીને, હાથ જોડીને આપને નમસ્કાર કરીએ છીએ, અમે તો આપના ચરણ-શરણમાં આવ્યા છીએ, અમારી ભાવના અવશ્ય પૂર્ણ થાવ.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com