________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧. બધા આત્માઓ સમાન છે, કોઈ નાના મોટા નથી. ૨. ભગવાન કોઈ જુદા નથી હોતા. જે જીવ પુરુષાર્થ કરે તે જ ભગવાન
બની શકે છે. ૩. ભગવાન જગતની કોઈ પણ વસ્તુના કાંઈ કર્તા-હર્તા નથી, માત્ર જાણે જ
૪. આપણા આત્માનો સ્વભાવ પણ જાણવાનો છે, કષાય આદિ કરવાનો
નથી. ૫. કદી કોઈનું દિલ દુખાય એવો ભાવ ન કરો. ૬. જૂઠું બોલવું અને જૂઠું બોલવાનો ભાવ કરવો એ પાપ છે. ૭. ચોરી કરવી અને ચોરી કરવાનો ભાવ એ બૂરું કામ છે. ૮. સંયમ રાખો, ક્રોધથી દૂર રહો અને અભિમાન ન કરો. ૯. છળ-કપટ કરવું અને ભાવોમાં કુટિલતા રાખવી એ બહુ બૂરી વાત છે. ૧૦. લોભી માણસ સદા દુઃખી થાય છે. ૧૧. આપણે આપણી જ ભૂલથી દુ:ખી છીએ અને આપણી ભૂલ સુધારીને
સુખી થઈ શકીએ છીએ.
પ્રશ્ન
૧. ભગવાન મહાવીરનો સંક્ષિપ્ત પરિચય આપો. ૨. તેમનો ઉપદેશ શું હતો? ૩. ટૂંકનોંધ લખો- દીપાવલી, મહાવીર-જયંતી, પાવાપુર. ૪. મહાવીરનાં કેટલાં નામ છે? નામ બતાવો અને તે કેવી રીતે સાર્થક છે તે
કહો.
૫. તેમનો જ જન્મ-દિવસ કેમ ઊજવવામાં આવે છે?
૩ર.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com