________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
શિક્ષક– તો બીજું શું? સાધુ થયા વિના શું કોઈ ભગવાન બની શકે? તેમણે ત્રીસ વર્ષની યુવાન અવસ્થામાં નગ્ન દિગંબર સાધુ થઇને ઘોર તપશ્ચર્યા કરી હતી. સતત બાર વર્ષની આત્મ-સાધના પછી તેમણે કેવળજ્ઞાન મેળવ્યું હતું.
પહેલો વિધાર્થી એનો અર્થ એ થયો તેઓ ૪૨ વર્ષની ઉમરે કેવળજ્ઞાની થઈ ગયા
હતા.
શિક્ષક– હા, પછી સતત ૩૦ વર્ષ સુધી આખા ભારતમાં તેમનો સમવસરણ સહિત વિહાર અને દિવ્યધ્વનિ દ્વારા તત્ત્વનો ઉપદેશ થતો રહ્યો. અંતે પાવાપુરમાં આત્મ-ધ્યાનમાં લીન થઈને ૭૨ વર્ષની ઉમરે દિવાળીને દિવસે તેઓ મુક્તિ પધાર્યા.
બીજો વિધાર્થી- એ પાવાપુર કયાં છે?
શિક્ષક- પાવાપુર બિહા૨માં નવાદા રેલ્વે સ્ટેશનની પાસે છે.
ત્રીજો વિદ્યાર્થી- તો દિવાળી પણ તેમની મોક્ષ-પ્રાપ્તિની ખુશીમાં ઊંજવવામાં આવે છે ?
શિક્ષક– હા, હા, દીપાવલી કહો કે મહાવીર ભગવાનનો નિર્વાણ ઉત્સવ કહો, બધું એક જ છે. તે જ દિવસે તેમના મુખ્ય શિષ્ય ઈન્દ્રભૂતિ ગૌતમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું હતું. તેઓ ગૌતમ ગણધરના નામથી ઓળખાય છે.
પ્રથમ વિદ્યાર્થી- તેઓએ ૩૦ વર્ષ સુધી શું ઉપદેશ આપ્યા ર્યો?
શિક્ષક– એ વાત તો તમે વિસ્તારપૂર્વક સાંજની સભામાં વિદ્વાનોનાં મુખે જ સાંભળજો. હું તો અત્યારે તેમણે આપેલા બે ચાર બોધ-વચનો જ બતાવું છું. તેઓ કહેતા હતા કે :
૩૧
Please inform us of any errors on rajesh@AtmaDharma.com