________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
પહેલો વિદ્યાર્થી- તેમના જન્મકલ્યાણક વખતે તો ઉત્સવ ઊજવવામાં આવ્યો હશે?
- જ્યારે આપણે આજેય ઉત્સવ ઊજવીએ છીએ તો તે સમયનું શું કહેવું?
શિક્ષક- હા, તેઓ નાથ વંશના ક્ષત્રિય રાજકુમાર હુતા. તેમના પિતાનું નામ
સિદ્ધાર્થ અને માતાનું નામ ત્રિશલાદેવી હતું. તેમણે તો ઉત્સવ ઊજવ્યો જ હતો, પણ સાથોસાથ બધી પ્રજાએ, એટલું જ નહિં પણ સ્વર્ગના દેવો અને
ઈન્દ્રાદિએ પણ ઉત્સવ ઊજવ્યો હતો. બીજો વિદ્યાર્થી- તેમનો જ જન્મોત્સવ કેમ ઊજવવામાં આવે છે, બીજાઓનો કેમ
નહિ? શિક્ષક- એ એમનો છેલ્લો જન્મ હતો. એ પછી તો તેમણે જન્મ-મરણનો નાશ જ
કરી નાખ્યો. તેઓ વીતરાગ અને સર્વજ્ઞ થયા. જન્મ લેવો એ કાંઈ સારી વાત નથી પણ જે જન્મમાં જન્મ-મરણનો નાશ કરીને ભગવાન બની
શકાય તે જ જન્મ સાર્થક છે. પહેલો વિદ્યાર્થી- ઠીક, તો આજે જન્મ-મરણનો નાશ કરનારનો જન્મોત્સવ છે. બીજો વિધાર્થી- ગુરુજી, આપે તેમનાં માતા-પિતાનું નામ તો બતાવ્યું પણ પત્ની
અને બાળકોનાં નામ તો બતાવ્યાં જ નહિ.
શિક્ષક- તેમણે લગ્ન જ નહોતા કર્યા. તેથી પત્ની અને બાળકોનો પ્રશ્ન જ ઊઠતો
નથી. તેમનાં માતા-પિતા પ્રયત્ન કરીને હારી ગયાં, પણ તેમને લગ્ન કરવાને રાજી ન કરી શક્યાં.
ત્રીજો વિધાર્થી- તો શું તેઓ સાધુ થઈ ગયા હતા?
૩)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com