________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
પિતા-હા, કોઈની પડી ગયેલી, ભૂલાઈ ગયેલી, કે રાખેલી વસ્તુ તેની રજા લીધા
વિના લઈ લેવી કે લઈને કોઈ બીજાને આપી દેવી એ તો ચોરી છે જ, પણ પર વસ્તુનું ગ્રહણ ન યે થાય પરંતુ તે લેવાનો ભાવ માત્ર થાય તો તે
ભાવ પણ ચોરી છે. પુત્ર- બરાબર, પણ આ કુશીલ શું ચીજ છે? લોકો કહે છે કે બીજાની મા
બહેનને કુદ્રષ્ટિથી જોવી તે કુશીલ છે. કુદ્રષ્ટિ શું છે? પિતા-વિષયની વાસના તે જ કુદ્રષ્ટિ છે. એથી વધારે તમે અત્યારે સમજી નહિ
શકો. પુત્ર- ઘણા રૂપિયા ભેગા કરવા તે જ પરિગ્રહ છે ને? પિતા-ઘણા રૂપિયા, મકાન વગેરે ભેગા કરવા એ તો પરિગ્રહ છે જ, પણ ખરી
રીતે તો તે ભેગા કરવાનો ભાવ, તેના પ્રત્યે રાગ રાખવો અને તેને પોતાનાં માનવાં એ પરિગ્રહ છે. આવી જાતની ઊલટી માન્યતાને મિથ્યાત્વ
કહે છે. પુત્ર- શું મિથ્યાત્વ પરિગ્રહ છે? પિતા-હા, હા, ચોવીસ પ્રકારના પરિગ્રહોમાં સૌથી પહેલો નંબર તો એનો જ આવે
છે. પછી ક્રોધ, માન, માયા અને લોભ આદિ કષાયોનો. પુત્ર- તો શું કષાય પણ પરિગ્રહ છે? પિતા-હા, હા, છે જ. કપાયો હિંસા પણ છે અને પરિગ્રહ પણ છે. ખરી રીતે તો
બધાં પાપોનું મૂળ મિથ્યાત્વ અને કષાય જ છે. પુત્ર- એનો અર્થ એ થયો કે પાપથી બચવા માટે પહેલા મિથ્યાત્વ અને કષાયો
છોડવાં જોઈએ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com