Book Title: Balbodh Pathmala 2
Author(s): Hukamchand Bharilla
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 24
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates પાઠ પાંચમો ગતિ પુત્ર- પિતાજી! આજે મેં મંદિરમાં સાંભળ્યું કે “ચારો ગતિ કે માંહિ પ્રભુ દુઃખ પાયો મેં ઘણો.” આ ચારેય ગતિ શું છે કે જેમાં દુઃખ જ દુ:ખ છે? પિતા- બેટા! જીવની અમુક ખાસ અવસ્થાને ગતિ કહે છે. જીવ સંસારમાં સ્કૂલ અપેક્ષાએ ચાર અવસ્થાઓમાં જોવા મળે છે, તેને જ ચાર ગતિ કહે છે. જ્યારે આ જીવ આત્માને ઓળખીને તેની સાધના કરે છે ત્યારે તે ચાર ગતિનાં દુ:ખોથી છૂટી જાય છે અને પોતાનું અવિનાશી સિધ્ધપદ પ્રાપ્ત કરી લે છે, તેને પંચમ ગતિ કહે છે. પુત્ર- તે ચાર ગતિ કઈ કઈ છે? પિતા- નરક, તિર્યંચ, દેવ અને મનુષ્ય. પુત્ર- મનુષ્ય તો હું અને તમે પણ છીએ ને? પિતા- આપણે મનુષ્યગતિમાં છીએ, તેથી મનુષ્ય કહેવાઇએ છીએ. આમ તો હું અને તમે પણ આત્મા છીએ. મનુષ્યગતિ ૧૮ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40