________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
જ્યારે કોઇ જીવ ક્યાંયથી મરીને મનુષ્યગતિમાં જન્મ લે અર્થાત્ મનુષ્ય
શરીર ધારણ કરે છે તો તેને મનુષ્ય કહે છે. પુત્ર- ઠીક, તો આપણે મનુષ્ય
ગતિના જીવ છીએ. ગાય, ભેંસ, ઘોડો આદિ કઇ
ગતિમાં છે? પિતા- તે તિર્યંચગતિના જીવ છે.
પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, વનસ્પતિ, કીડી, મકોડી, હાથી, ઘોડા, કબૂતર, મોર આદિ પશુ-પક્ષી જે તમને દેખાય છે તે બધાં તિર્યંચગતિમાં આવે છે.
તિર્યંચગતિ - જ્યારે કોઈ જીવ મરીને એમાં પેદા થાય છે ત્યારે તે તિર્યંચ કહેવાય
પુત્ર- મનુષ્યો સિવાયના જોવામાં આવતા બધા જીવ તો તિર્યંચ છે તો પછી
નારકી કોણ છે?
પિતા- આ પૃથ્વીની નીચે સાત નરક
છે. ત્યાંનું વાતાવરણ બહુ જ દુઃખદાયક છે. ત્યાં ક્યાંક શરીરને બાળી નાખે તેવી ભયંકર ગરમી અને ક્યાંક શરીરને ગાળી નાખે તેવી ભયંકર ઠંડી પડે છે.
નરકગતિ
૧૯
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com