________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
પિતા- જો એ સારી હોત તો સિદ્ધ જીવ એનો પણ ત્યાગ કેમ કરત? માટે ચારે
ગતિનું પરિભ્રમણ છોડવું તે જ સારું છે. પુત્ર- જો આ ગતિઓનું ભ્રમણ છોડવું તે જ સારું હોય તો પછી આ જીવ આ
ગતિઓમાં કેમ ઘૂમ્યા કરે છે? પિતા- અપરાધ કરે તો સજા ભોગવવી જ પડે. પુત્ર- કયા અપરાધના ફળ કઇ ગતિ મળે છે? પિતા- ઘણો આરંભ કરવાના અને ઘણો પરિગ્રહ રાખવાના ભાવ જ એવો
અપરાધ છે કે જેનાથી આ જીવને નરકમાં જવું પડે છે. ભાવોની કુટિલતા
અર્થાત્ માયાચાર, છળકપટ તિર્યંચ-આયુષ્યના બંધનું કારણ છે. પુત્ર- મનુષ્ય અને દેવ? પિતા- અલ્પ આરંભ અને અલ્પ પરિગ્રહ રાખવાનો ભાવ તથા સ્વભાવની
સરળતા એ મનુષ્ય-આયુષ્યના બંધના કારણ છે. એવી જ રીતે સંયમની સાથેનો શુભ ભાવરૂપ રાગાંશ અને અસંયમાંશ મંદકષાયરૂપ ભાવ તથા અજ્ઞાનપૂર્વક કરવામાં આવેલા તપશ્ચરણના ભાવ દેવ-આયુષ્યના બંધના કારણ છે.
પુત્ર- ઉપરોક્ત ભાવ બંધનાં કારણ હોવાથી અપરાધ જ છે તો પછી નિરપરાધ
દશા શું છે?
પિતા- એક વીતરાગભાવ જ નિરપરાધ દશા છે, માટે તે મોક્ષનું કારણ છે.
પુત્ર- આ બધું જાણવાથી શું લાભ છે?
૨૧ Please inform us of any errors on rajesh@AtmaDharma.com