Book Title: Balbodh Pathmala 2
Author(s): Hukamchand Bharilla
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 30
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates વિદ્યાર્થી- જો દ્રવ્ય છ પ્રકારનાં છે તો આપણને ફક્ત પુદ્ગલ જ કેમ દેખાય છે? શિક્ષક- કેમ કે ઈન્દ્રિયો રૂપ, રસ આદિને જ જાણે છે અને આત્મા વગેરે વસ્તુઓ અરૂપી છે તેથી ઈન્દ્રિયો તેમના જ્ઞાનમાં નિમિત્ત નથી. વિદ્યાર્થી- પૂજાપાઠને ધર્મ દ્રવ્ય કહેતા હશે અને હિંસાદિકને અધર્મ દ્રવ્ય? શિક્ષક- ના, ભાઈ ! તે ધર્મ અને અધર્મ જુદી વાત છે; આ ધર્મ અને અધર્મ તો દ્રવ્યોના નામ છે કે જે આખાય લોકમાં તલમાં તેલની પેઠે ફેલાયેલા છે. વિદ્યાર્થી- એમની વ્યાખ્યા શું છે? શિક્ષક- જેવી રીતે જળ માછલીને ચાલવામાં નિમિત્ત છે તેવી જ રીતે સ્વયં ચાલતા જીવ અને પુદ્ગલોને ચાલવામાં જે નિમિત્ત છે, તે જ ધર્મ દ્રવ્ય છે. જેમ વૃક્ષની છાયા મુસાફરોને રોકવામાં નિમિત્ત થાય છે, તેવી જ રીતે ગતિપૂર્વક સ્થિર થવામાં થતા જીવ અને પુદગલોને સ્થિર થવામાં જે નિમિત્ત છે, તે જ અધર્મ દ્રવ્ય છે. વિધાર્થી- જો ધર્મ દ્રવ્ય ચલાવે અને અધર્મ દ્રવ્ય સ્થિર કરે તો જીવોને ઘણી હેરાનગતિ થાય? શિક્ષક- તે કોઇ થોડા જ ચલાવે કે રોકે છે? જ્યારે જીવ અને પુદ્ગલ સ્વયં ચાલે કે રોકાય ત્યારે માત્ર નિમિત્ત થાય છે. વિધાર્થી- આકાશ તો વાદળી રંગનું સ્પષ્ટ દેખાય છે, એને શું સમજવું? ૨૪ Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40