________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
એક વિદ્યાર્થી- (પોતાની જગ્યાએ જ ઊભો થઈને) નિર્મળાબેન? શું રાત્રે
ખાવામાં આ જ દોષ છે કે કોઈ બીજો પણ છે?
અધ્યક્ષ
(પોતાની જગ્યાએ ઊભા થઈને) તમે તમારી જગ્યાએ બેસી જાવ. શું તમને સભામાં બેસતાં આવડતું નથી? શું તમને એ પણ ખબર નથી કે સભામાં આ રીતે વચ્ચે ન બોલવું જોઈએ અને જો કોઈ બહુ જરૂરી વાત હોય તો પ્રમુખની રજા લઈને બોલવું જોઈએ?
જ્યારે કે પ્રશ્ન આવ્યો જ થાય છે એટલે જો નિર્મળાબેનની ઈચ્છા હોય તો તેઓ એનો ઉત્તર આપે એવી હું તેમને વિનંતી કરું
નિર્મળા
(ઊભી થઈને) આ તો મેં રાત્રિભોજનથી થતી પ્રત્યક્ષ દેખાતી હાનિ તરફ સંકેત જ કર્યો છે, પણ ખરી રીતે તો રાત્રિભોજનમાં લોલુપતા અધિક હોવાથી રાગની તીવ્રતા રહે છે તેથી તે આત્મસાધનામાં પણ બાધક છે.
અધ્યક્ષ
( ઊભા થઈને) નિર્મળા બહેન, બહુ સારી વાત કહી છે. આપણે બધાએ એ નિશ્ચય કરવો જોઈએ કે આપણે આજથી રાત્રે નહિ ખાઈએ.
ઘણા મિત્રો બોલવા ઈચ્છે છે પણ વખત ઘણો થઈ ગયો છે તેથી આજ તેમની માફી માગું છું. તેમની વાત હવેની સભામાં સાંભળીશું. હવે, હું ભાષણ તો શું કરું પણ એક વાત કહી દેવા ઈચ્છું છું.
૧૬ Please inform us of any errors on rajesh@AtmaDharma.com