Book Title: Balbodh Pathmala 2
Author(s): Hukamchand Bharilla
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 18
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates પ્રશ્ન ૧. કષાય કોને કહે છે? કપાયને વિભાવ કેમ કહેલ છે ? ૨. કષાયથી શું નુકસાન છે. ૩. કષાય શું આત્માનો સ્વભાવ છે? ૪. કષાય કેટલા છે? નામ બતાવો. ૫. કષાય કેમ ઉત્પન્ન થાય છે? તે કેવી રીતે ? શા માટે ? ૬. આત્માનો સ્વભાવ એટલે શું છે? પાઠમાં આવેલાં સૂત્રાત્મક સિદ્ધાન્તવાકય ૧. જે આત્માને કસે અર્થાત્ દુઃખી કરે, તેને કષાય કહે છે. ૨. કષાય રાગ-દ્વેષનું બીજું રૂપ છે. ૩. કષાય આત્માનો વિભાવ છે, સ્વભાવ નથી. ૪. આત્માનો સ્વભાવ જાણવા-દેખવાનો છે. ૫. ગુસ્સાને ક્રોધ કહે છે. ૬. અભિમાનને માન કહે છે. ૭. છળ-કપટ કરવું તેને માયા કહે છે. ૮. કોઇ વસ્તુ જોઇને તેને મેળવવાની ઇચ્છા થવી તે જ લોભ છે. ૯. મુખ્યપણે મિથ્યાત્વના કારણે પર પદાર્થ ઇષ્ટ કે અનિષ્ટ જણાવાથી કપાય ઉત્પન્ન થાય છે. ૧૦. તત્ત્વજ્ઞાનના અભ્યાસથી જ્યારે પર પદાર્થ ઇષ્ટ કે અનિષ્ટ ન લાગે તો મુખ્ય કષાય પણ ઉત્પન્ન થાય નહિ. ૧૨ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40