Book Title: Anandghanji Pado
Author(s): Anandghan, Motichand Girdharlal Kapadia
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 496
________________ શ્રી આનંદઘનજીનાં પદો લેશે ત્યારે તે કેમ છૂટી શકશે? તેને તે મનમાં ખાતરી હોય છે કે તેની એક ગર્જના આગળ લાખે પ્રાણીઓ જંગલમાં હશે તે સર્વ ઝાંખાં થઈ જશે અને ઊભી પૂંછડીએ નાસવા મંડી જશે. તારામાં એથી પણ વધારે શક્તિ છે. તારી એક ગર્જના બરાબર નીકળશે તે મહારાજાનું પ્રબળ સિન્ય અને તેનાં કુટિલ શસ્ત્રો સર્વ નકામાં થઈ જશે, માટે તું બેટા ન્હાનાં કાઢવાં છોડી દે અને મેદાનમાં આવા અનાદિ કાળથી ચેતનજીને એવી ટેવ પડી ગઈ છે કે જ્યારે જ્યારે મહારાજા સાથે લડવાને પ્રસંગ આવે છે ત્યારે ત્યારે તે ગોટા વાળે છે. સૂત્રે ભણવા છે તેથી વિહાર થતા નથી, સાધુ માંદા છે તેથી રોકાઈ રહેવું પડે છે, પ્રતિક્રમણ કરવા ઈચ્છા રહ્યા કરે છે પણ તેમાં ચિત્ત ઠરતું નથી, ખરચ કરે છે પણ આગળ ઉપર કરશું, હાલ નહિ, અભ્યાસ કરે છે પણ હાલ જરા દુકાનનું કામ વધારે છે, વ્યાખ્યાનશ્રવણ, પૂજા આદિ કરવાં છે પણ હાલ વખત મળતું નથી–આવાં આવાં ચિત્રવિચિત્ર મનઃકલ્પિત મહાનાં કાઢી-મિષ કરીને ધર્મકાર્ય કરવાના પ્રસંગ છેડી દે છે અને તેથી મહરાય સાથે લડવાને પ્રાપ્ત થયેલ અવસર ગુમાવી નાખે છે. આ તેને પ્રમાદ છે, એમાં વાસ્તવિક આળસ (પ્રમાદ) સિવાય બીજું કાંઈ નથી. પિતાની યોગ્ય વસ્તુની કિમત ન જાણવી અને મનમાં ગેટ વાળ્યા કરવાથી કઈ રીતે બચાવ થઈ શકતો નથી. હે ચેતનજી! આ તારી બહાનાં કાઢવાની ટેવ છે તે છેડી દઈને મેદાનમાં આવે અને મહારાજાના લશ્કરને મારીને હટાવી દે. એ દેખીતું મેટું લાગતું લશ્કર તારા અવ્યાહત વિર્ય પાસે દમ વગરનું છે, શક્તિ વગરનું છે, નામ માત્ર છે. ટબાકાર બે બાબતમાં બહુ સારો ખુલાસો કરે છે. ગામમાં આવીને અહીં ચેતનજીને લડવાનું કહે છે તે ચગાન ગુણસ્થાનકરૂપ સમજવું. આ ઉપ્રેક્ષા સુંદર છે. ચેતનજીની જેમ જેમ ઉત્ક્રાંતિ થતી જાય છે તેમ તેમ તે ગુણસ્થાનકમાં વધતું જાય છે. એવા ચૌદ ગુણસ્થાનક છે. એ ગુણસ્થાનકના મેદાનમાં આવીને ચેતનજીને લડવા માટે ભલામણ કરી છે. જેમ જેમ મહરાજા સાથે ચેતન લડતે જાય છે તેમ તેમ ગુણસ્થાનકરૂપ કિલ્લાએ તે પ્રાપ્ત કરતે જાય છે અને છેવટે ક્ષીણમેહ ગુણસ્થાનકે પહોંચવા આવે છે ત્યારે મહારાજાને સર્વથા પરાજ્ય થાય છે. મિસકરને અર્થ ટબાકાર શ્યામતા-કાળાશ કરે છે. અનાદિ કાળથી ધારણ કરેલી શ્યામતા-કર્મમળરૂપ તને લાગેલી છે તેને દૂર કરીને હે ચેતનજી! તું મેહરાજાને મારી હઠાવ. આ પ્રમાણે ટબાકારના કહેવા પ્રમાણે અર્થ થાય છે. અથવા શ્યામતા અજ્ઞાનરૂપ છે એમ પણ કહી શકાય. આવી અજ્ઞાનતા દૂર કરી અથવા સમુચ્ચયે કર્મમળ દૂર કરી, પિતાની સ્થિતિ સમજી, કેટલીક ઉજજવળતા પ્રગટ કરી અને બાકીની વિશુદ્ધતા પ્રગટ કરવાનો નિર્ણય કરી ગુણસ્થાનકરૂપ મેદાનમાં આવી ચેતનજી મહરાજા સાથે તુમુલ યુદ્ધ કરે એવી અત્ર ભલામણ કરી છે. ચેતનજી જ્યારે મિથ્યાત્વ ગુણસ્થાનક પર હોય છે ત્યારે તે બહુધા અજ્ઞાનથી આચ્છાદિત હોય છે, પરંતુ જેમ જેમ તે સ્થાનથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604