Book Title: Anandghanji Pado
Author(s): Anandghan, Motichand Girdharlal Kapadia
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 549
________________ ઓગણપચાસમું પદ ૫૩૯ કે નહિ? એનું વચન આદરવા ગ્ય છે કે નહિ ? એના હદયમાં યથાર્થ સાર-લક્ષ્યની વાત છે કે નહિ? એ સર્વ જાણવા-વિચારવાની કોણ તસ્દી લે છે? ઘણાખરા પ્રાણીઓ તે ઉપર ઉપરની વાત ઉપર, બહારના હાવભાવ અને કૃત્રિમ ઢગ ઉપર રીઝી જાય છે. કઈ ખરેખર સ્વજન હોય તે તે જ મનના ઊંડાણમાં શું ચાલે છે તેને વિચાર કરી, પૃથક્કરણ કરી તેને સમજવા યત્ન કરે છે. આવા વિરલ સ્વજને વસ્તુસ્વરૂપને ખ્યાલ કરી તેના રહસ્યમાં ઉતરવા, તેની નિરીક્ષા કરવા અને તેની પરીક્ષા કરવા યત્ન કરે છે અને એ બરાબર યત્ન કરે ત્યારે જ આદરવા ગ્ય શું છે અને તજવા યોગ્ય શું છે તે સમજી શકાય છે. આવા સુજ્ઞ જ્ઞાની હોય છે તેમને સમજાય છે કે-ઘણુંખરા પ્રાણીઓ અને તીર્થના ઉપદેશકે તે તદ્દન બાહ્ય ભાવમાં જ હોય છે, તેઓ અંતર આત્મદશા શું છે તે સમજતા નથી, વિચારતા નથી અને જાણતા પણ નથી. આવા પ્રાણીઓ મારા અંતરમાં જે અથાગ વેદના થાય છે તે કદિ જાણી શકતા નથી. તે તે જરા બાહ્ય ક્રિયા કરે, ધર્મને નામે ધમાધમ કરે, ધર્મિષ્ટ હોવાને દેખાવ કરે તેને કર્તવ્ય સમજી તેમાં પરિપૂર્ણતા સમજે છે. આવી બાહ્ય દશામાં શુદ્ધ ચેતનાને અને ચેતનજીને કદિ સંગ થતો નથી. ચેતનાને જે વિરહવ્યથા થાય છે તેમાં ઘટાડો થતો નથી. વાત એમ થાય છે કેએવી રીતે બાહ્ય દશામાં વર્તતા જ ચેતના અને ચેતનને સંબંધ સમજતા ન હોવાથી ચેતનાને પતિવિરહથી કેવી પીડા થાય છે તે તેઓના ખ્યાલમાં પણ આવી શકતું નથી. જે કઈ ખરેખરો ચેતનસ્વરૂપ સમજનાર લક્ષ્યાર્થવાળે ચેતનાને હિતેચ્છુ હોય તે આ અપાર વેદનાને સમજી શકે છે. ચેતનાની પીડા જોઈને અંતઃકરણ ખરેખરું દાઝે તેવા વિશુદ્ધ સ્નેહી જ ઓછા હોય છે, જેઓ તેના તરફ ઉપર ઉપરથી પ્રેમ દેખાડનારા હોય છે તે તેના ખરા સગા નથી, તે ખરા સ્વજન નથી અને તે ખરા સજજન પણ નથી. આ ત્રણે અર્થમાં “સયણ” શબ્દ વપરાય છે. વર્તમાન કાળમાં આવી હાળાહળ ઝેર જેવી મિથ્યાત્વ દશા વર્તતી જોઈ શુદ્ધ ચેતના કહે છે કે-જેમ ભર શિયાળામાં વાનરનું શરીર ઠંડીથી થરથર ધ્રુજે તેમ મારું આખું શરીર કંપે છે. મને વિચાર થાય છે કે આ ચેતન પતિ તે જ્યાં જાય છે ત્યાં ભેખડે ભરાતા જાય છે, એ સંસારમાં આસક્ત હોય છે ત્યારે ધન, સ્ત્રી, પુત્રાદિકની આસક્તિમાં સબડ્યા કરે છે અને તેનાથી જરા ઊંચે આવી આંતર દશામાં આવવા યત્ન કરે છે ત્યારે આગ્રહી ગુરુઓની બાહ્ય કપટજાળમાં ફસાઈ કુમાર્ગે ચાલ્યા જાય છે અને એવા આડાઅવળા રસ્તા પર ચઢી જાય છે કે તેને પત્તે લાગતું નથી. આવી મારા પતિની સ્થિતિ જોઈને મજ રાજ શતમ્ શિયાળામાં સખ્ત ટાઢ હોય છે તેવા વખતમાં વાનર જેમ થરથર ધ્રુજે છે તેમ પતિવિચારથી અને તેમની ભવિષ્યત્ સ્થિતિના ખ્યાલથી મારું શરીર એટલું ધ્રુજે છે કે જાણે મને કંપ થયે હોય! મને વિચાર કરતાં ત્રાસ થાય છે કે પતિ આવા વિચક્ષણ હોવા છતાં સાંસારિક દશામાં અથવા કઈ વાર ધર્મને નામે થતી અવાંતર દશામાં Jain Education International Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604