Book Title: Anandghan Chovishi Author(s): Anandghanji Maharaj, Prabhudas Bechardas Parekh Publisher: Prabhudas Bechardas ParekhPage 17
________________ પણ આ સ્તવનમાં કરવામાં આવી છે. આ સ્તવનના ભાવ જે ગુરુમુખે સમજવામાં નહી કરવું જોઈએ એ શાસનને વફાદાર પ્રત્યેક જેન વ્યકિતની ફરજ છે. અને તે વફાદારી જાળવવી જોઈએ. આનન્દ ઘનજી મહારાજ પણ “જે શુભ કરણ કરશે, તે લેશે આનન્દઘન ધરણીરે “જે શુભ કરણી કરશે, તે મેક્ષ પામશે” એમ કહે છે. અર્થાત “જિન પુજા વિગેરે ૪થા વિ૦ ગુણ સ્થાનકની પ્રવૃત્તિ પણ જેમ શુભ ભાવનું કારણ છે, તેમ શુદ્ધ ભાવનું પણ કારણ છે. અને તેથી જ પરંપરાએ પરમ શુદ્ધ ભાવ અને મોક્ષનું પણ કારણ છે.” એમ કહેવાને તેમને આશય છે. તથા શુભ કાળે ઓછે વધતે અંશે શુદ્ધ હેય છે, કેમકે– પૂર્વના પુર્વધર મહાશ્રુત પુરૂષોએ કહે કે-ગણધર ભાગવતેએ કહે, ત્રીજા વૈદ્યના ઔષધની ગોળી જેવી આવશ્યકાદિકની તથા બીજી જે જે ધાર્મિક વિધિઓ ગોઠવી છે, તેમાં કોઈ એ વિધિ નથી કે, જેમાં તેની સાથે સંવર તથા તપશ્ચર્યાદિક નિર્જરાની ક્રિયા ન જોડી હેય. શાસ્ત્રીય ઢબના તાત્વિક પૃથકકરણ વિના લોકે તેને વિષે ગમે તેમ બેલ્યા કરે છે, તે ઉચિત નથી. જેન દર્શનમાં દ્રવ્યાનુગ એટલે વ્યવસ્થિત છે, અને બુદ્ધિ ગમ્ય રીતે નિરૂપિત છે, તે જ પ્રમાણે ચણાનુયોગ પણ તાત્વિક અને બુદ્ધિગમ્ય વ્યવસ્થાના આધાર ઉપર નિરૂપિત છે. અને તેજ જૈન દર્શનને આધાર સ્તંભ છે, કારણકે-મોક્ષ અપાવનાર એ છે, તેના વિશેષ નિરુપણુ માટેજ દ્રવ્યાનુયેગનું તે આનુષગિક નિરુપણ છે. અને દ્રવ્યાનુયોગથી સિદ્ધ પદાર્થોને મોક્ષ પામવાના કામમાં–સફળતા પૂર્વક એવં ભૂતનયની અપેક્ષાએ ઉપયોગ કરવાની ગેઠવગુ, તેનું જ નામ ચરણનુયોગ છે. શાસ્ત્રોમાં ચાર અનુયાગને અનુક્રમે લેઢાની, રૂપાની, સેનાની, હીરાની ખાણ કહ્યા છે. સંપાદક.Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 ... 380