________________
નિત્યનિયમાદિ પાઠ’ નું માહાભ્ય
ગમે ત્યાં જઈએ પણ નિત્યનિયમ કરવાનું કદી ચુકવું નહીં “વીસ દોહરા, ક્ષમાપનાનો પાઠ, યમનિયમ, મંત્રની અમુક નિયમ પ્રમાણે માળા ગણવી, આલોચના આદિ જે જે નિત્યનિયમ કરતા હોઈએ તે નિયમ સ્થળ બદલાતાં કે નવા અસંસ્કારી જીવો સાથે વસવાનું બને ત્યાં લોકલાજ આદિ કારણે પડી ન મૂકવો; પરંતુ વિશેષ બળ રાખીને તથા તે જ આઘારે આપણું જીવન સુધરવાનું છે એમ માનીને, ગુપ્ત રીતે પણ દરરોજ કર્યા વિના રહેવું નહીં અને લોકો ‘ભગ’ એવાં ઉપનામ પાડે તેથી ડરીને કે શરમાઈને, કરતા હોઈએ તે પ્રત્યે અભાવ ન લાવવો; પરંતુ વિચારવું કે તે લોકોને સસ્તુરુષનો યોગ થયો નથી તે તેમના કમનસીબ છે અને ઘર્મની કાળજી નથી રાખતા તેથી કર્મ વિઘાર્યા કરે છે.....આપણે આપણા આત્માનો ઉદ્ધાર કરવા સત્પરુષની બને તેટલી આજ્ઞાનું આરાધન કરતા રહેવાની જરૂર છેજી.” -બો.૩ (પૃ.૩૪૯)