________________
મંગલાચરણનું વિવેચન
મહાભાગ્યશાળી સત્પરુષોનો દુર્લભ સત્સમાગમ પણ આશ્ચર્યકારી છે.
“મોક્ષકી નિશાની, દેખ લે જિનકી પ્રતિમા' એમ શ્રીકબીર મહાત્માએ જ વીતરાગ મુખમુદ્રાથી મુગ્ધ બની પ્રકાશ્ય છે. શ્રીમદ્ રાજચંદ્ર પણ કહ્યું છે –
મોટા પુરુષના સંગમાં નિવાસ છે તેને અમે પરમ સત્સંગ કહીએ છીએ. કારણ એના જેવું કોઈ હિતસ્વી સાઘન આ જગતમાં અમે જોયું નથી, અને સાંભળ્યું નથી. પ્રત્યક્ષ જોગે વગર સમજાવ્યું પણ સ્વરૂપસ્થિતિ થવી સંભવિત માનીએ છીએ, અને તેથી એમ નિશ્ચય થાય છે કે તે જોગનું અને તે પ્રત્યક્ષ ચિંતનનું ફળ મોક્ષ હોય છે, કારણ કે “મૂર્તિમાન મોક્ષ' તે સસ્તુરુષ છે.”
(વ.પૃ.૨૮૭) શ્રી સપુરુષનાં વચનામૃત, મુખમુદ્રા અને સત્સમાગમ મોહનિદ્રામાં પડેલી સૂતી ચેતનાને જાગ્રત કરનાર છે. પાપ કે પ્રમાદ તરફ ઢળતી વૃત્તિને સદ્ભાવમાં તે ટકાવી રાખનાર છે. સમ્ય પ્રતીતિરૂપ માત્ર દર્શનનો લાભ થતાં જ ચેતનાને તે નિર્દોષ બનાવે છે અને અપૂર્વ સ્વભાવ પ્રગટ કરવા પ્રેર્યા કરે છે. તેથી તે સર્વ સગુણના ભંડારરૂપ છે. વળી વિશેષ ઉપકારો નીચેની કડીમાં બતાવ્યા છે.” -નિત્યનિયમ પાઠ (પૃ.૧૧)
“સ્વસ્વરૂપકી પ્રતીતિ, અપ્રમત્ત સંયમ ઘારણે; પૂરણપણે વીતરાગ, નિર્વિકલ્પતાને કારણે; અંતે અયોગી સ્વભાવ જો તાકે પ્રગટ કરતાર હૈ,
અનંત અવ્યાબાઘ સ્વરૂપમેં સ્થિતિ કરાવનહાર હૈ.” ૨ અર્થ – હવે પુરુષના વચનામૃત, તેમની વીતરાગ મુદ્રા અને સત્સમાગમ આત્માને પ્રથમ પોતાના આત્મસ્વરૂપની પ્રતીતિ એટલે શ્રદ્ધા કરાવનાર છે. પછી આગળ વધારી આત્માનો અનુભવ કરાવી, જ્ઞાનસહિત શ્રાવકના વ્રત આપી, છછું ગુણસ્થાનકે જ્ઞાનસહિત મુનિ બનાવી, પછી સાતમે અપ્રમત્તસંયત ગુણસ્થાને આત્મધ્યાનમાં સ્થિતિ કરાવનાર છે. ત્યાંથી આગળ આત્માને વઘારી આઠમા ગુણસ્થાનેથી શ્રેણી મંડાવીને પૂરણપણે કેવળજ્ઞાનમય આત્માની વીતરાગદશા પ્રગટાવનારા છે. એ કેવળ જ્ઞાનમય દશા જ નિર્વિકલ્પતાનું કારણ છે. એ સર્વજ્ઞ દશા આવ્યે સર્વ સંકલ્પવિકલ્પરૂપ બંઘનનો આત્માના પ્રદેશોમાંથી સર્વથા નાશ થાય છે.
અંતમાં એને મોક્ષે જતાં પહેલાં આત્માનો અયોગી સ્વભાવ એટલે મનવચનકાયાના યોગથી રહિત આત્માની સંપૂર્ણ શુદ્ધ દશા કે સિદ્ધદશાને પણ પ્રગટ કરાવનાર એજ છે. અને એ સિદ્ધદશા પ્રાપ્ત થયે આત્મા પોતાના અનંત અવ્યાબાધ એટલે બાઘા પીડારહિત શુદ્ધ સ્વરૂપમાં સર્વકાળને માટે સ્થિતિ કરે છે અર્થાત્ મોક્ષને પામે છે. એ સર્વ થવાનું કારણ સત્પરુષના વચનામૃત મુદ્રા અને સત્સમાગમ જ છે.