________________
આજ્ઞાભક્તિ
‘નિત્યનિયમાદિ પાઠ' માંથી :
“નિગોદના જીવને મરણકાળે જ્ઞાન હોય છે તે ઓછામાં ઓછું જ્ઞાન છે. તેનો વિકાસ થતાં કેવળજ્ઞાન થતાં જ્ઞાનની પૂર્ણતા થાય છે. ત્યાં સુધીના જ્ઞાનના ભેદો, જ્ઞાનથી જણાતા પદાર્થોના ભેદો, વિશ્વનું વર્ણન, સમ્યક્દર્શનથી શરૂ કરી કેવળજ્ઞાન થતાં સુધીના પુરુષાર્થભેદ આદિ અનેક ભાવો ભિન્ન ભિન્ન ભૂમિકાના જીવોને ઉપકારી થાય તેમ જિનેશ્વરની વાણીમાં વર્ણવેલ છે. પરસ્પર વિરોધ ન આવે તેવી અનેક અપેક્ષાઓ કે નયો સહિત વસ્તુને સમજાવવાના પ્રકારોરૂપ નિક્ષેપો સહિત તે વાણી છે.” -નિત્ય. પાઠ (પૃ.૧૪) ‘મોક્ષમાળા વિવેચન' માંથી :–
ન
“ઉપર જે પાંત્રીશ ગુણ જિનેશ્વરની વાણીના કહ્યા છે તે સામાન્ય પ્રકાર છે. પરંતુ અહીં તો જિનેશ્વરની વાણીને અનંત અનંત ભાવ અને ભેદથી ભરેલી કહી છે. ભાવ એટલે પદાર્થ અને ભેદ એટલે પ્રકાર. અનંત પદાર્થના અનંત સ્વરૂપને અનંત પ્રકારે કહેનારી એવી ભગવાનની ઉત્તમ વાણી છે.
ભીલનું દૃષ્ટાંત :– કોઈ ભીલને ત્રણ સ્ત્રીઓ હતી. તેમાંથી એકે કહ્યું ‘પાણી લાવો'; બીજીએ કહ્યું ‘ગાઓ’ અને ત્રીજીએ કહ્યું ‘હરણને મારો.’ ભીલે ‘સરો નસ્થિ’ એ એક જ વાક્યથી તે ત્રણેને જવાબ આપ્યો. તેથી પહેલી સ્ત્રી એમ સમજી કે અહીં ‘સર’ એટલે સરોવર નથી તેથી પાણી ક્યાંથી લાવું? બીજી એમ સમજી કે ‘સ્વર’ એટલે સારો કંઠ નથી તો કેવી રીતે ગાઉં ? અને ત્રીજી એમ સમજી કે ‘શર’ એટલે બાણ નથી તો હરણને કેવી રીતે મારું? એમ ત્રણેયનું એક જ વાક્યથી સમાધાન થઈ ગયું.
એવી જ રીતે હેમચંદ્રાચાર્યે કુમારપાળ ચરિત્ર અને વ્યાકરણ સાથે આવે એવું દ્વિઅર્થી પુસ્તક લખેલું છે. એક એક વાક્યમાંથી સો સો અર્થ નીકળે એવી પણ રચના હોય છે. તેમ તીર્થંકરની વાણી અનંત ભાવભેદથી ભરેલી છે અને ભલી એટલે ઉત્તમ હોય છે. સામાન્યપણે બધા સમજી શકે, થાક ન લાગે તેવી હોય છે. અને તે વાણી બધા રસવાળી, ભૂલ વિનાની તેમ જ સ્યાદ્વાદથી ભરેલી છે.
અનંત અનંત નય નિક્ષેપે વ્યાખ્યાની છે તે જિનેશ્વરની વાણી અનંત નય અને અનંત નિક્ષેપો વડે પદાર્થના સ્વરૂપને કહેનારી છે. એમાં બધા નયો તથા નિક્ષેપો આવીને હાજર થઈ જાય. નય=પદાર્થના અનંત સ્વરૂપને જુદી જુદી અપેક્ષાએ કહે તે નય. નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજીસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત એ મુખ્ય સાત નયો ઉપરથી ૭૦૦ નય કહ્યા છે, પરંતુ કહેવાની અપેક્ષા પ્રમાણે ભેદ પડે તેથી અસંખ્ય અનંત ભેદ નયોના છે. નિક્ષેપ=નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ મુખ્ય ચાર નિક્ષેપ વ્યવહાર ચલાવવા માટે જરૂરના છે. અહીં તો અનંત નય અને અનંત નિક્ષેપો કહ્યા છે. વાણી વાચક જસ તણી કોઈ નયે ન અધૂરી રે.’’ -મો.વિ. (પૃ.૨૪૧)
મુખ્ય સાત નય સંબંધીનો વિસ્તાર સંક્ષેપમાં આ પ્રમાણે છે :
નય એટલે શું? તો કે જગતમાં રહેલી દરેક વસ્તુમાં અનંત ગુણધર્મો રહેલા છે, તે એક સાથે
૧૪