________________
આજ્ઞાભક્તિ
મંગલાચરણ.
(વિવેચન સહિત) અર્થ - મંગલાચરણ એટલે ગ્રંથ કે શુભકાર્યના આરંભમાં કરાતી ઈશ્વરની સ્તુતિ. મંગલ શબ્દની સંધિ વિચ્છેદ કરીએ તો મમ + ગલ. મમ એટલે પાપ અને ગલ એટલે ગાળે. અને બીજી રીતે મંગલ શબ્દની સંધિ વિચ્છેદ કરીએ તો મંગ + લ, મંગ એટલે સુખ અને લ એટલે લાવે એવું મંગલાચરણ. જે પાપને ગાળે અને સુખને લાવે એવું આચરણ અર્થાત્ વર્તન કરવું તે મંગલાચરણ.
ભાવાર્થ - “વૃત્તિ બાહ્ય ભાવ તજી પ્રભુ સન્મુખ બને તે અર્થે મંગલાચરણ, ભક્તિ શરૂ કરતાં કરાય છે.” -નિત્યનિયમાદિ પાઠ (પૃ.૧૧)
“અહો! શ્રી સત્પષકે વચનામૃત જગહિતકર; મુદ્રા અરુ સત્સમાગમ સુતિ ચેતના જાગૃતકર; ગિરતી વૃત્તિ સ્થિર રખે દર્શન માત્રસે નિર્દોષ હૈ,
અપૂર્વ સ્વભાવને પ્રેરક સકલ સદ્ગુણ કોષ હૈ.” ૧ અર્થ - અહો! એટલે આશ્ચર્ય છે કે શ્રી સત્પરુષના વચનામૃત આખા જગતના જીવોનું હિત કરવા સમર્થ છે. વળી અહો! તેમની વીતરાગ પવિત્ર મુદ્રા અને અહો! તેમનો સમાગમ; જે મોહનિદ્રામાં અનાદિકાળથી સુતેલી આત્મચેતનાને જગાડનાર છે. અનાદિકાળના અભ્યાસને લઈને સદા પાપમાં કે પ્રમાદમાં પડતી અમારી વૃત્તિને પણ જે સ્થિર રાખી શકે છે. અને તેમની વીતરાગ મુદ્રાના પવિત્ર દર્શન માત્ર નિર્દોષતા ઉપજાવનાર છે. વળી તેમની વીતરાગ મુદ્રા, તે તેમના જેવો જ મારા આત્માનો પણ મૂળ સ્વભાવ છે તે પ્રગટ કરવા માટે પ્રેરણા આપનાર છે. માટે સત્પરુષના વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ એ ત્રણેય વસ્તુ જગતમાં સારરૂપ છે અને એ જ સકળ સદ્ગણનો કોષ એટલે ભંડાર છે. નિત્યનિયમાદિ પાઠ' માંથી -
ભાવાર્થ “અહો! શબ્દ આશ્ચર્યકારી બાબત બતાવનાર છે તેથી બીજી વિચારણા તજી સત્પરુષનાં ભક્તિ કરવા યોગ્ય વચનરૂપ અમૃત તરફ બોલનારનો લક્ષ કરાવે છે. બીજાં વચનો કરતાં સસ્તુરુષનાં વચનો ત્રણે કાળના ત્રણે જગતના જીવોને આત્મકલ્યાણ તરફ પ્રેરનાર છે. માટે આશ્ચર્યકારી છે.
વળી બીજી આશ્ચર્યકારી બાબતો બતાવે છે. પુરુષની વીતરાગતા સૂચક મુખમુદ્રા તથા તે