Book Title: Agnabhakti
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 10
________________ આજ્ઞાભક્તિ દ ન પાઠ નિત્યનિયમરૂપે કરવા જણાવજે, “હે પ્રભુ, હે પ્રભુ, શું કહ્યું? દીનાનાથ દયાળ” એ વીસ દોહરારૂપ ભક્તિરહસ્ય અને “યમ નિયમ સંયમ આપ કિયો” તથા “ક્ષમાપના”નો પાઠ પરમકૃપાળુદેવના ચિત્રપટ પ્રત્યે વિનય નમસ્કાર કરી હે ભગવાન, આપની આજ્ઞાથી સંતે કહેલી આ ત્રણ પાઠની નિત્યનિયમ વિષેની આજ્ઞા પ્રમાણે રોજ હું ભક્તિ કરીશ.” એવી ભાવના કરશોજી. અને રોજ કોઈ સંતની આજ્ઞાએ આટલું હું કરું છું એ ભાવ રાખી દિવસમાં એક બે ત્રણ જેટલી વખત બને તેટલી વખત ભક્તિ કર્યા કરવા ભલામણ છેજી. વિશેષ સમાગમે જણાવવા યોગ્ય હોવાથી કંઈ લખી જણાવતો નથીજી. આમાં ઘણી વાત સમાય છે. અલ્પ પણ જ્ઞાનીની આજ્ઞા મોક્ષમાર્ગે ચઢાવે છેજી. જ્ઞાની અને જ્ઞાનીની આજ્ઞાએ વર્તતા જીવો મોક્ષમાર્ગમાં ગણાય છેજી.” -બો.૩ (પૃ.૧૫૦), નિત્યનિયમ પ્રાણની પેઠે સાચવવા યોગ્ય, કદી ન ચુકાય તેની કાળજી રાખવી “નિત્યનિયમ પ્રાણની પેઠે સાચવવા યોગ્ય છેજી. સપુરુષની રૂબરૂમાં જે વચન કે ટેક અંગીકાર કરી હોય તે ન ચુકાય એટલું માહાભ્ય મુમુક્ષુના હૃદયમાં રહેવું જોઈએ. હાથીના દાંત બહાર નીકળ્યા તે નીકળ્યા, પાછા પેસે નહીં તેમ સજ્જનનું વચન ફરે નહીં. દુર્જનનું વચન • ૧૬.૧પ૦) 11 જ છે કાચબાની ડોક ઘડીમાં બહાર ને ઘડીમાં પાછી ખેંચે તેના જેવું, “અબી બોલ્યા અબી ફોક થઈ જાય તેવું હોય છે, માટે હવે કદી નિત્યનિયમ ન ચુકાય તેવી કાળજી રાખવા ભલામણ છેજી.” -બો.૩ (પૃ.૩૨૮)

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 240