Book Title: Agnabhakti Author(s): Paras Jain Publisher: Shrimad Rajchandra Ashram View full book textPage 9
________________ નિત્યનિયમાદિ પાઠ નું માહાત્મ જ્ઞાનીના વચનો થપ્પડ જેવા છે, જીવને જગાડે છે, જાગે તો મોક્ષ મળે ભક્તિમાં રંગાઈ ગયો તો આખી જિંદગીમાં જ્ઞાનીનાં વચન એને સાંભર સાંભર થાય. આત્મા ઊંઘે છે, તેને જગાડવાનો છે. એ જાગ્યો નહીં, તો શું કામ આવે? ફર્યો નહીં, હતો તેવો ને તેવો જ રહ્યો તો પછી જ્ઞાનીએ એટલી બધી માથાકૂટ કરી તે લેખે આવે નહીં. ન સમજાય તો પૂછવું. “આ શું કહ્યું? મને ફરીથી કહો.” એમ ગરજ હોય તે પૂછે. - એક છોકરો હતો. તેણે સાંભળ્યું કે આજે દશ વાગે રાત્રે વરઘોડો નીકળવાનો છે. તેણે માને કહ્યું કે મને જગાડજે. પછી વરઘોડો આવ્યો ત્યારે મા તેને જગાડવા લાગી પણ જાગે જ નહીં. પછી એક થપ્પડ મારી ત્યારે તે જાગ્યો, અને વરઘોડો જોઈ બહુ રાજી થયો. તેમ જ્ઞાનીનાં કોઈ વચનો છે તે થપ્પડ જેવાં છે, જગાડે છે. જાગે તો મોક્ષ સુઘીની વસ્તુ જોવા મળે. જાગે નહીં તો વરઘોડાની પેઠે મનુષ્યભવ જતો રહે. ઓ.૨ (પૃ.૨૦૧) અલ્પ પણ જ્ઞાનીની આજ્ઞા મોક્ષમાર્ગે ચઢાવે. આમાં ઘણી વાત સમાય છે “પ.ઉ.૫.પૂ.પ્રભુશ્રીજીએ અંત વખતે જણાવેલ કે કોઈ ઘર્મની ઇચ્છક હોય તો તેને આ ત્રણPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 240