Book Title: Agnabhakti
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 7
________________ નિત્યનિયમાદિ પાઠ’ નું માહાભ્ય તે પ્રભુના વિયોગ પછી હવે આપ મારે અવલંબનરૂપ છો. તો તેઓશ્રીએ આપને જણાવેલ આજ્ઞા કૃપા કરી મને ફરમાવો. હવે મારી આખર ઉમ્મર ગણાય, અને હું ખાલી હાથે મરણ પામું તેના જેવું બીજું શું શોચનીય છે? આજે અવશ્ય કૃપા કરો એટલી મારી વિનંતી છે.” એમ બોલી આંખમાં આંસુસહિત શ્રી લલ્લુજીના ચરણમાં તેમણે મસ્તક મૂક્યું. તેમને ઉઠાડીને ઘીરજથી શ્રી લલ્લુજીએ એમ જણાવ્યું કે પત્રોમાં કૃપાળુદેવે જે આરાઘના બતાવી છે, બોઘ આપ્યો છે તે આપના લક્ષમાં છે એટલે તે સમજી ગયા કે યોગ્યતા લાવવા પુરુષાર્થ કરવાનો છે. પણ ઘીરજ ન રહેવાથી વિશેષ આગ્રહ કરી કંઈ પ્રસાદી આપવા વારંવાર વિનંતિ કરી. એટલે શ્રી લલ્લુજીએ જે સ્મરણમંત્ર કૃપાળુદેવે મુમુક્ષુઓને જણાવવા તેમને આજ્ઞા કરેલી તે તેમને જણાવ્યો. જેથી તેમનો આભાર માની તેનું પોતે આરાઘન કરવા લાગ્યા.” (ઉ.પૃ.(૩૭)) ત્રણ પાઠ, મંત્ર આદિની આજ્ઞા આત્માના કલ્યાણ માટે પરમોત્કૃષ્ટ સાધના “તમે જ મને તારનાર છો, તમારી ગતિ તે મારી ગતિ હો, તમે જ બધું કરશો, તમે બધું જાણો છો' વગેરે આપણે મતિકલ્પના વડે કરેલા નિર્ણય છે. અને કલ્પના વડે કલ્યાણ ન હોય. માટે તેમને પ્રભુશ્રીજીને) આપણે સાચા પુરુષ વિશ્વાસ કરવા યોગ્ય માન્યા છે તો તેમનો બતાવેલો માર્ગ જે પરમ કૃપાળુદેવની ભક્તિ પરમોત્કૃષ્ટ સાઘન જે “સહજાત્મસ્વરૂપ પરમગુરુ”નો મંત્ર તથા “વીસ દોહરા', “ક્ષમાપનાનો પાઠ”, “આત્મસિદ્ધિ', “છ પદનો પત્ર' આદિ જે જે આજ્ઞારૂપ ઘર્મ બતાવ્યો છે તેનું આરાઘન જો કર્યા કરીશું તે અવશ્ય કલ્યાણ થશે.” (ઉ.પૃ.૧૨૯) પરમકૃપાળુદેવને જ જ્ઞાની માની તેની જ ભક્તિ કરવી, એ સુરક્ષિત માર્ગ “આપણી કલ્પનાથી કોઈને જ્ઞાની, અજ્ઞાની કહેવામાં ઘણો દોષ છે. જ્ઞાની હોય અને અજ્ઞાની કહીએ તો મોહનીય કર્મ બંઘાય અને અજ્ઞાનીને જ્ઞાની કહીએ તોપણ મોહનીય કર્મરૂપ આચરણ થાય. તેથી સહીસલામત રસ્તો એ જ છે કે જે પુરુષને (પરમકૃપાળુદેવને) જ્ઞાનીરૂપે ભજવાની આપણને શિખામણ તેમણે આપી છે તેને જ જ્ઞાની માની તેની જ ભક્તિ કરવી તથા બીજાની બાબતમાં મધ્યસ્થતા રાખવી. આવો સરળ નિઃશંક માર્ગ તજી આપણી મતિકલ્પનાએ વર્તવું એ નિર્ભય માર્ગ નથી. તે લક્ષમાં લેવા વિનંતિ છે.” (ઉ.પૃ.૧૨૯) દરરોજ ભક્તિમાં મંડ્યા રહો, હુંપણું, મારાપણું ટળી જશે દરરોજ નિયમિત ભક્તિ કરવી. વીસ દુહા, ક્ષમાપના, છ પદનો પત્ર, આત્મસિદ્ધિ, સ્મરણ, “આતમભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે” દરરોજ ફેરવવું. “અનાદિ સ્વપ્નદશાને લીધે ઉત્પન્ન થયેલો એવો જીવનો અહંભાવ, મમત્વભાવ તે નિવૃત્ત થવાને અર્થે આ છ પદની જ્ઞાની પુરુષોએ દેશના પ્રકાશી છે.” તેનો અર્થ વિચારવો. ચમત્કારિક છે! ભક્તિમાં મંડ્યા રહો.” (ઉ.પૃ.૩૭૦) ૩

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 240