Book Title: Agnabhakti Author(s): Paras Jain Publisher: Shrimad Rajchandra Ashram View full book textPage 5
________________ નિત્યનિયમાદિ પાઠનું માહાભ્ય પરમકૃપાળુદેવના કહેવાથી પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીએ આપણને રોજ નિત્યનિયમાદિ પાઠ કરવા જણાવ્યું છે. તેના માટે અગાસ આશ્રમમાં વહેલી સવારના ચાર વાગ્યાથી રાતના સાડાનવ વાગ્યા સુઘી ભક્તિક્રમની યોજના બહુ દીર્ઘદ્રષ્ટિથી પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીએ કરેલ છે. તેમાં મંગલાચરણ, જિનેશ્વરની વાણી, હે પ્રભુ! હે પ્રભુ! શું કહ્યું, યમનિયમ, ક્ષમાપનાનો પાઠ તો લગભગ બધી ભક્તિઓના ક્રમમાં પ્રથમ બોલાય છે. અને પ્રાતઃકાળની અને રાત્રિની ભક્તિમાં સહજાત્મસ્વરૂપ પરમગુરુ” મંત્રની માળા પણ ગણાય છે. સાથે સાત વ્યસન અને સાત અભક્ષ્યનો ત્યાગ કરવા જણાવ્યું છે. આટલાં અલ્પ આત્મસાઘનને પ.પૂ.પ્રભુશ્રીજી મુમુક્ષુઓના આત્માને પરમહિતનું કારણ જાણી પરમકૃપાળુદેવની આજ્ઞાથી એમને યોગ્ય લાગે તેમને અવશ્ય આપતા હતા. મોટા ભાગના આશ્રમમાં આવનારા મુમુક્ષુઓ આ આજ્ઞાનું આરાધન કરે છે. કોઈ આ આત્મસાધનને આજ્ઞાભક્તિ કહે છે, કોઈ મંત્ર સ્મરણ કહે છે અથવા કોઈ મંત્ર કહે છે; પણ પૂ.શ્રી બ્રહ્મચારીજીને કાળી ચૌદસના રવિવારે પ.પૂ.પ્રભુશ્રીજીએ જ્યારે આ મંત્ર આપ્યો ત્યારે પોતાની ‘તત્ત્વજ્ઞાન'માં પોતે લખે છે– મંત્ર દીક્ષા'. આ આજ્ઞાભક્તિનું ઘણું જ માહાસ્ય છે. સમકિતનો ચાંદલો કરાવે એવું એમાં દૈવત રહેલું છે, એમ પ.પૂ.પ્રભુશ્રીજીએ કહ્યું છે. માટે આ પુસ્તકમાં મંગલાચરણ, જિનેશ્વરની વાણી, “હે પ્રભુ! હે પ્રભુ! શું કહ્યું, ની પ્રાર્થના, યમનિયમ”, “ક્ષમાપના” અને “સહજાત્મસ્વરૂપ પરમગુરુ” મંત્ર અને સાત વ્યસન, સાત અભક્ષ્યના ત્યાગ વિષે પરમકૃપાળુદેવ, પ.પૂ.પ્રભુશ્રીજી અને પૂ.શ્રી બ્રહ્મચારીજીએ શું શું કહ્યું છે, તે મુખ્યત્વે તેમના જ શબ્દોમાં મૂકવામાં આવેલ છે. સાથે એ વાતPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 240