Book Title: Agnabhakti Author(s): Paras Jain Publisher: Shrimad Rajchandra Ashram View full book textPage 3
________________ પ્રથમવૃત્તિનું નિવેદન ભક્તિ, પ્રેમરૂપ વિના જ્ઞાન શુન્ય જ છે.” શ્રીમદ્ રાજચંદ્ર આ ગ્રંથનું નામ આજ્ઞાભક્તિ છે. જગતમાં ભક્તિ તો ઘણા કરે છે, પણ સાચી ભક્તિ કોને કહેવાય? તો કે જ્ઞાની પુરુષની આજ્ઞાસહિતની ભક્તિ હોય તો તે સાચી ભક્તિ છે. એવી આજ્ઞા ભક્તિથી જીવનું કલ્યાણ થાય. “આણાએ ઘમ્મો આણાએ તવો' આજ્ઞાનું આરાઘન એ જ ઘર્મ અને આજ્ઞાનું આરાઘન એ જ તપ છે. જ્ઞાની પુરુષો આપણને જે કરવાનું કહે તે જ કરવામાં આપણું કલ્યાણ છે. સ્વચ્છેદે તો જીવે અનંતકાળથી યમનિયમ’ પદમાં કહ્યું તેમ ઘણુંયે કર્યું છે; પણ હજુ સુધી જીવ જન્મમરણથી મુક્ત થયો નહીં. આના વિષે પરમકૃપાળુદેવ પત્રાંક ૨૦૦ માં જણાવે છે કે - અનંતકાળ સથી જીવ નિજ છંદે ચાલી પરિશ્રમ કરે તો પણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં, પરંતુ જ્ઞાનીની આજ્ઞાનો આરાઘક અંતર્મુહૂર્તમાં પણ કેવળજ્ઞાન પામે.” એવી આજ્ઞાપૂર્વકની ભક્તિ પરમકૃપાળુદેવની અનંતકૃપાથી આપણને મળી છે. તે ત્રણ પાઠ માળા આદિનો ભક્તિક્રમ જીવને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ કરાવશે, એમ પ.પૂ.પ્રભુશ્રીજી જણાવે છે - “વીસ દુહા’ ભક્તિના છે તે મંત્ર સમાન છે. સો વખત, હજાર વખત બોલાય તો પણ ઓછું છે. લાભના ઢગલા છે. “ક્ષમાપનાનો પાઠ આટલાં સાઘન અપૂર્વ છે, ચમત્કારિક છે! રોજ ભણવાં જરૂરનાં છે. જીવતા સુઘી આટલી ભક્તિ રોજ કરવી જ. “દરજીનો દીકરો જીવે ત્યાં સુધી સીવે.’ એ તો ખોટી વાત છે; પણ તમે જીવતાં સુઘી આટલું તો કરજો જ. તેથી સમાધિમરણ થશે, સમકિતનો ચાંલ્લો થશે. વઘારે શું કહ્યું?” -ઉપદેશામૃત (પૃ.૩૮૮). આજ્ઞાભક્તિ અર્થ સમજીને કરવામાં આવે તો–બળવાન કર્મોની નિર્જરા થાય. એ હેતુથી ત્રણ પાઠ, સ્મરણ મંત્રની માળા, સાત વ્યસન, સાત અભક્ષ્યના ત્યાગ વિષે આ ગ્રંથમાં મુખ્યત્વે પરમકૃપાળુદેવ, ૫.પૂ.પ્રભુશ્રીજી તથા પૂ.શ્રી બ્રહ્મચારીજીના વચનો દ્વારા, એ ભાવોને આપણે સ્પષ્ટ સમજી શકીએ, એવા શુભ આશયથી આમાં વિસ્તાર કરેલો છે. તે આપણને ભાવોલ્લાસ લાવવામાં પ્રબળ સહાયકારી બનશે એવી આશા છે. તથા મોટેભાગે દરેક પેરેગ્રાફ ઉપર તેના શીર્ષક આપેલ છે અને ૧૫૦ દ્રષ્ટાંતો તેના ૧૭૫ રેખાચિત્રો સાથે આપવામાં આવ્યા છે. જેથી તે વિષયનો ભાવ સરળતાથી સમજાય અને આત્માને વિશેષ અસરકારક થાય એ હેતુથી આ પ્રયત્ન કરેલ છે. આ ગ્રંથમાં સંક્ષેપમાં આપેલ પુસ્તકના નામોના અર્થ નીચે પ્રમાણે સમજવા વ.કવચનામૃત, પૃ.=પૃષ્ઠ, ઉ.=ઉપદેશામૃત અને બો.૧,૨,૩=બોઘામૃત ભાગ-૧, ૨, ૩ સમજવા. બોઘામૃત ભાગ-૧ના પેજ નંબર સં.૨૦૧૭ની નવી આવૃત્તિ પ્રમાણે છે. આ કરેલ સંગ્રહ સર્વ મુમુક્ષુજનને કલ્યાણરૂપ થાઓ એવી શુભેચ્છા સહ વિરમું છું. એજ– પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજી નિર્વાણ અમૃત મહોત્સવ, તા. ૧૨-૫-૨૦૧૧ આત્માર્થી, પારસભાઈ જૈન, અગાસ આશ્રમPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 240