________________
૭
સમયગાળામાં જુદા જુદા પૂર્વધર પુરુષોએ સૂત્રોની રચના કરતા ૮૪ આગમો થયા. જ્યારે વર્તમાનમાં છેલ્લા ઘણા વર્ષોથી ૧૧ અંગ + ૧૨ ઉપાંગ+ ૧૦૫યન્ના + ૬ છેદ + ૪ મૂળસૂત્ર+ ૨ ચૂલિકા સ્વરૂપ ૪૫ આગમો હાલ ઉપલબ્ધ છે. તે સિવાયના શેષ આગમોને આગમ બાહ્ય સ્થાન આપવામાં આવેલ છે.
આ આગમ શાસ્ત્રો અર્ધમાગધી-માગધી (પ્રાકૃત) ભાષામાં રચાયેલા છે. તેના ગંભીર રહસ્યોને ખોલવા માટે પૂર્વ મહાપુરુષોએ દ્વાદશાંગી ઉપર (૧) નિયુક્તિ (૨) ભાષ્ય (૩) ચૂર્ણિ (૪) વૃત્તિની રચનાઓ કરવા દ્વારા યોગ્ય અધિકારી ભવ્યજીવો ઉપર મહાન ઉપકાર કર્યો છે. આ આગમસૂત્રો ગુરુ પરંપરાથી યોગ્ય અને અધિકારી શિષ્યોને જ તેની યોગ્યતા મુજબ અને દીક્ષા પર્યાય મુજબ યોગોદ્દહન કરાવવા પૂર્વક જ આપવામાં આવતા હતા અને શિષ્યો પણ ગુરુ કૃપા બળે તેના રહસ્યો પામીને સ્વ-પરનું શ્રેયઃ સાધી શકતા હતા અને સાધી રહ્યા છે.
આ આગમ સૂત્રોનું તલસ્પર્શી અધ્યયન કરવા માટે જ્ઞાનાવરણીય કર્મના ક્ષપોપશમ કરતા પણ સવિશેષ દર્શન મોહનીય કર્મના ક્ષયોપશમની જરૂર હોય છે. કારણ કે આગમગત પદાર્થો અતિગહન અને ગંભીર રહસ્યોથી ભરેલા છે અને આપણી બુદ્ધિ ખૂબ જ સીમિત છે. તેથી કેટલીકવાર તે પદાર્થો ન સમજાય તો પણ હૈયામાં અવિહડ વિશ્વાસ હોય કે મારા પ્રભુ ત્રણ કાળમાં ખોટું કહે જ નહિ.'°
આવા અતિગહન પદાર્થો યુક્ત આગમસૂત્રો યોગ્ય અને અધિકારી જીવો સિવાય આપવાની શાસ્ત્રોમાં સ્પષ્ટ મનાઈ કરવામાં આવી છે. તેમાં પણ જેને વૈરાગ્યભાવ છે, સંયમ ગ્રહણ કરવાની તીવ્ર ભાવના છે. તેવા જ જીવોને સૂત્ર-અર્થથી શ્રી દશવૈકાલિક સૂત્રનું ષટ્જવનિકાય'' અધ્યયન સુધી જ આગમ આપવાનું વિધાન છે. તેનાથી અધિક નહિ, આના ઉપરથી સમજી શકાય છે કે સામાન્ય ગૃહસ્થોને આગમ-વાંચનનો સ્પષ્ટ નિષેધ કરવામાં આવ્યો છે. આના ઉપરથી ખ્યાલ આવે છે કે આગમસૂત્રોના અનુવાદ કરાય જ નહિ. આગમસૂત્રોના અનુવાદ કરવાથી અયોગ્ય અનધિકારી જીવો વાંચન કરવાની ચેષ્ટા રોકી શકતા નથી. એક પ્રસંગ યાદ આવે છે. પરમારાધ્યપાદ સુવિશાલ ગચ્છાધિપતિ પૂજ્યપાદ આ.ભ.શ્રી. વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મ.સા. પાસે પૂ.પં.શ્રી નિત્યાનંદવિજયજી મ.સા. (પાછળથી આચાર્ય) એ શ્રી વિપાકસૂત્રનો સટીક અક્ષરશઃ અનુવાદ તૈયાર કરીને બતાવવા આવ્યા. પૂજ્યશ્રીએ જોયા બાદ કહ્યું, પંન્યાસજી ! આ અનુવાદ ફાડી નાંખો અને નિયમ કરો હવે ક્યારેય આ રીતે આગમસૂત્રોનો અક્ષરશઃ અનુવાદ કરવો નહિ. આ ગ્રંથ અયોગ્ય-અનધિકારી જીવોના હાથમાં જાય તો શું થાય? ત્યાં જ અનુવાદનું મેટર ફાડી નાંખેલ. આપ્રસંગ તેઓશ્રીએ અમને કહેલ.
આ વિશ્વનો એક પણ વિષય એવો નથી કે આગમ સૂત્રોમાં ન હોય. પણ તે માત્ર આધ્યાત્મિક ઉત્થાન માટે છેક નિગોદથી લઈને મોક્ષ સુધીનો ક્રમિક આત્મવિકાસ સંપૂર્ણ રીતે બતાવવામાં આવ્યો છે. આવા અનુપમ
૭.
૮૪ આગમોનો પરિચય જૈન પરંપરાનો ઈતિહાસ ભાગ ૧ પેજ ૩૪૨ ઉપર બતાવે છે.
૮. પોરાળમદ્ધમા માસાનિયયં વડ઼ સુત્ત – (શ્રી જિનદાસગણિ કૃતનિશીથચૂર્ણિ)
ભાવ ચ ાં અદ્ધમાનદ્દીમ્ માતા! ધમમાટ્ટાફ – (સમવાયાંગસૂત્ર.)
૯. પંચવસ્તુક ગ્રંથમાં કેટલા વર્ષના પર્યાયવાળા શિષ્યને કયા આગમસૂત્રો આપવા તેનું વિસ્તૃત વર્ણન છે. ગાથા ૫૮૨ થી ૫૮૯.
૧૦. તમેવ સત્યં ખિસ્સું નંનિનેહિંપનેય - (આચારાંગ સૂત્ર૫-૫-૧૬૨, ભગવતી સૂત્ર ૩૦,૩૧,૩૬,૩૭, સ્થાનાંગ-સ્થા. ૩) ૧૧. પવવામા ઈન્નીવળિયંતા મયો વિચર (શ્રાવકપ્રજ્ઞપ્તિ ગાથા ૨૯૭)
(10)