________________ 40. ભગવાઈ- 1999 [9] હે ભગવન! એમ કહી ભગવંત ગૌતમે શ્રમણ ભગવંત મહાવીરને વાંદી. પ્રણામ કરી આ પ્રમાણે કહ્યું કે -એક શેઠ, એક દરિદ્ર, એક લોભીઓ, અને એક ક્ષત્રિય રાજા એ બધા એક સાથે, અપ્રત્યાખ્યાન ક્રિયા કરે ? હે ગૌતમ ! હા, શેઠ અને યાવતુ એ બધા એકી સાથે પ્રત્યાખ્યાન ક્રિયા કરે. હે ભગવનું છે તેનું શું કારણ ? હે ગૌતમ ! અવિરતિને આશ્રીને એમ કહ્યું છે તે એક શેઠ, એક દરિદ્ર અને એ બધા યાવતુ-એક સાથે અપ્રત્યાખ્યાન ક્રિયા કરે છે. [100 હે ભગવન્! આધાકર્મ દોષવાળા અન્નને ખાતો શ્રમણ નિગ્રંથ શું બાંધે છે? શું કરે છે? શાનો ચય કરે છે અને શાનો ઉપચય કરે છે ? હે ગૌતમ! આધાકમ દોષવાળા અન્નને ખાતો શ્રમણ નિગ્રંથ આયુષ્ય સિવાયની અને પાંચે બંધને બંધાએલી સાત કમપ્રકૃતિઓને મજબૂત બંધને બાંધેલી કરે છે, અને યાવતુ સંસારમાં વારંવાર ભમે છે. હે ભગવન્! તેનું શું કારણ? કે પાવતુ-તે સંસારમાં વારંવાર ભમે છે? હે ગૌતમ! આધાકર્મ દોષવાળા અન્નને ખાતો શ્રમણ નિગ્રંથ પોતાના ધર્મને ઓળંગી જાય છે. અને પોતાના ધર્મને ઓળંગતો તે શ્રમણ પૃથિવીકાયના જીવની દરકાર કરતો નથી અને થાવતુ-ત્રસકાયના જીવની દરકાર કરતો નથી. તથા જે જીવોના શરીરને તે ખાય છે તે જીવોની પણ દરકાર કરતો નથી. માટે હે ગૌતમ ! તે હેતુથી એમ કહ્યું છે કે - આધાકર્મ દોષવાળા અનને ખાતો શ્રમણ આયુષ્ય સિવાયની સાત પ્રકૃતિઓને મજબૂત બાંધે છે. અને સંસારમાં વારંવાર ભમે છે. હે ભગવન્! પ્રાસુક અને નિર્દોષ આહારને ખાતો શ્રમણ નિગ્રંથ શું બાંધે છે? અને યાવતુ-શેનો ઉપચય કરે છે? હે ગૌતમ ! પ્રાસુક અને નિર્દોષ આહારને ખાતો શ્રમણ નિગ્રંથ આયુષ્ય સિવાયની અને મજબૂત બંધાએલી સાત કર્મ પ્રવૃતિઓને ઢીલી કરે છે. તથા એને સંવૃત અનગારની પેઠે જાણવો. વિશેષ એ કે, આયુષ્ય કર્મને કદાચિતુ બાંધે છે, અને કદાચિતુ નથી બાંધતો, યાવતુ સંસારને ઓળંગી જાય છે. હે ભગવન! તેનું શું કારણ? હે ગૌતમ! પ્રાસુક અને નિર્દોષ આહારને ખાતો શ્રમણ નિગ્રંથ પોતાના ધર્મને ઓળંગતો નથી, અને પોતાના ધર્મને નહીં ઓળંગતો તે શ્રમણ નિર્ગથ પૃથિવીકાયિક જીવોની દરકાર કરે છે, યાવતુ-ત્રસકાયના જીવોની દરકાર કરે છે, અને જે જીવોનો શરીરનો તે આહાર કરે છે, તે જીવોની પણ તે દરકાર કરે છે. માટે તે હેતુથી ભાવતુ-તે સાધુ સંસારને ઓળંગી જાય છે. [101] હે ભગવન્! અસ્થિર પદાર્થ બદલાય છે? સ્થિર પદાર્થ નથી બદલાતો? અસ્થિર પદાર્થ ભાંગે છે? સ્થિર પદાર્થ નથી ભાંગતો? બાલક શાશ્વત છે? બાલકપણું અશાશ્વત છે? પંડિત શાશ્વત છે ? અને પંડિતપણું અશાશ્વતછે. હે ગૌતમ ! અસ્થિર પદાર્થ બદલાય છે પાવત્ પંડિતપણું અશાશ્વત છે. હે ભગવન્! તે એ પ્રમાણે છે, તે ભગવન્! તે એ પ્રમાણે છે, એમ કહી યથાવત્ વિહરે છે. | શતક-ના-ઉદેસા ૯નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (- ઉદેશક૧૦ - [102] હે ભગવન્! અન્યતીથિકો આ પ્રમાણે કહે છે યાવતુ-આ પ્રમાણે પ્રરૂપે છે કે “ચાલતું હોય તે ચાલ્યું ન કહેવાય અને નિર્જરાતું તે નિર્જરાયું ન કહેવાય.” બે પરમાણું પુદ્ગલો એક એકને ચોંટતા નથી. બે પરમાણું પુદ્ગલો એક એકને શા માટે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org