Book Title: Agam 45 Chulika 02 Anuyogdwar Sutra Part 01
Author(s): Aryarakshit, Punyavijay, Jambuvijay
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
પ્રશમપીયૂષપયોનિધિ પરમતપસ્વી
પૂજ્યપાદ પન્યાસજી મહારાજ
श्रीमान् भशिविभ्यभ गाएगी (घाघा) नुं
સંક્ષિપ્ત જીવનચરિત્ર
શાર્દૂલવિક્રીડિત
દાદાદેવ સુધર્મના સદ્ગુરૂ ચિંતામણિ તુલ્ય જે પૂજ્યારાધ્ય પ્રશસ્ત ભાવિજનને દેતા સદાનંદ તે જે જન્મ બ્રહ્મચારિ શ્રેષ્ઠ તપસી ક્ષાન્ત્યાદિ ધર્મે ભર્યા તે સાધૃત્તમ પં. મણિવિજયજી વંદુ થવા નિર્જરા.
ભૂમિકા
ચૌદસે ચુંમાલીસ ગ્રંથરત્નોના પ્રણેતા પરમર્ષિ શ્રીમાન્ હરિભદ્ર સૂરીશ્વરજી મહારાજશ્રીના લલિતવિસ્તરા ગ્રંથમાં દર્શાવેલા ‘“ યતિતવ્યમુત્તમપુરુષનિવર્શનેg '' આ એકજ વચન જેઓના સ્મરણમાં હશે તેઓને ‘મહાપુરૂષોના જીવનચરિત્રો એકથી અનેક વાર શા માટે લખવાં કે વાંચવા ?’ એનું રહસ્ય અગમ્ય નથી. મકાન ચણનારા કારીગરોને જેમ નકશાનો આધાર લેવો પડે છે, નૂતન ચિત્રકારને જેમ ભિન્ન ભિન્ન શિલ્પિઓના જુદાજુદા નમુનાઓનો આધાર લેવો પડે છે, તેમ આ દુનિયામાં નવીન અસાધારણ અનુભવ પ્રમાણે જીવન ઘડવામાં નિર્બળતાની છેક હદે પહોચવા જેવી આપણી દયાજનક સ્થિતિમાંથી કાંઇક અપૂર્વ બળ, અપૂર્વ ઉત્સાહ, અપૂર્વ ગુણ તેમજ અપૂર્વ ઉદય પ્રાપ્ત કરવામાં આપણને આ લોકમાં થઇ ગયેલા તે લોકોત્તર મહાપુરૂષોના જીવનચરિત્રો સત્ય આધાર રૂપે છે. એ ચરિત્રો, વાંચનારને અને સાંભળનારને ખચિત ઉપકારક અને માર્ગદર્શક છે એ નિ:સંશય છે.
Jain Education International
૧. વર્તમાન કાળે વિક્રમસંવત્ ૨૦૫૫ માં વિચરતા તપગચ્છના શ્રી સાધુસંઘનો ૭૫ થી ૮૦ટકા જેટલો ભાગ જેમના પરિવાર રૂપ છે તે પૂજ્યપાદ પ્રપ્રપ્રગુરૂદેવ શ્રી મણિવિજયજી દાદાનું જીવનચરિત્રતેમના શિષ્ય સંઘસ્થવિર પૂજ્યપાદ આચાર્યદેવશ્રી વિજય સિદ્ધિસૂરીશ્વરજી (બાપજી) મહારાજના પટ્ટાલંકાર પૂજ્યપાદ આચાર્યદેવશ્રી વિજય મેઘસૂરીશ્વરજી મહારાજે જ્યારે તેઓ મુનિ અવસ્થામાં હતા ત્યારે વિક્રમસંવત્ ૧૯૮૦માં જે લખેલું હતું અને તેમના જ શિષ્યરત્ન પૂ. મુનિરાજશ્રી મનોહરવિજયજી (તે પછી આચાર્યદેવશ્રી મનોહરસૂરીશ્વરજી) મહારાજે લખેલા સુંદર રાજાની સુંદર ભાવનાયાને શીલસત્ત્વનીકસોટી આનામના પુસ્તકમાં છપાયેલું હતું તે અહીં અક્ષરશ: ઉષ્કૃત કરવામાં આવે છે. કોઇક જ સ્થળે યત્ કિંચિત્ સુધારો કરેલો છે તે પૂ. પા. આ.મ. શ્રીવિજય મનોહરસૂરીશ્વરજી મહારાજના પટ્ટાલંકાર પૂ. પા. આ.મ. શ્રી વિજય ભદ્રંકરસૂરીશ્વરજી મહારાજે સુધારેલા પુસ્તકને આધારે કરેલો છે. આ પુસ્તક શેઠ સુબાજી રવચંદ જયચંદ જૈન વિદ્યાશાળા- ડોશીવાડાની પોળ, અમદાવાદ તરફથી વિક્રમસંવત્ ૧૯૮૦માં પ્રકાશિત થયેલું છે.
-
For Private & Personal Use Only
www.jainelibrary.org