Book Title: Agam 45 Chulika 02 Anuyogdwar Sutra Part 01
Author(s): Aryarakshit, Punyavijay, Jambuvijay
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
શ્રીમાનું મણિવિજયજી ગણી (દાદા)નું સંક્ષિપ્ત જીવનચરિત્ર વિનયવિજયજી, ૨ મોતીવિજયજી, ૩ ભક્તિવિજયજી, ૪ દોલતવિજયજી, ૫ પ્રતાપવિજયજી, ૬ દર્શનવિજયજી, ૭ તિલકવિજયજી, ૮ સિદ્ધિવિજ્યજી વિગેરે અનેક હતા. હાલમાં મુનિશ્રી તિલકવિજયજી અને સિદ્ધિવિજયજી વિદ્યમાન છે અને મુનિશ્રી વિનયવિજયજી અને સિદ્ધિવિજયજી નો પરિવાર વિદ્યમાન છે. સંવત્ ૧૯૪૭ ના ભાદરવા શુદિ આઠમે ખંભાત શહેરમાં તેઓ કાળધર્મ પામ્યા.
(૪) ખાંતિવિજયજી (ખયરાતિમલજી) એમનો જન્મ પંજાબમાં થયો હતો. એમણે ઢંઢકમતમાં સંવત ૧૯૧૧ માં દીક્ષા લીધી હતી, અને સંવત ૧૯૩૦ માં સંવેગી મુનિવર્ય શ્રી બુટેરાવજી પાસે દીક્ષા લીધી હતી. તેઓને શાસ્ત્રબોધ સારો હતો. વૃદ્ધાવસ્થામાં અશક્ત છતાં પણ છઠ, અઠમની તપસ્યાઓ લાગલગાટ કર્યા જતા હતાં. તેઓ તપસીજીના ઉપનામથી પ્રસિદ્ધ છે. એમના શિષ્ય મુનિશ્રી મોહનવિજયજી હાલ વિદ્યમાન છે. પાલીતાણામાં ૧૯૫૯ માં એમનો સ્વર્ગવાસ થયો.
(૫) આનંદવિજયજી (આત્મારામજી – વિજયાનંદસૂરિજી) એમનો જન્મ પંજાબ દેશમાં લેહરા ગામમાં સંવત ૧૮૯૩ના ચૈત્ર શુદિ ૧ને દિવસે થયો હતો. સંવત ૧૯૧૧ માગશર શુદિ પંચમીએ ઢંઢક મતની દીક્ષા લીધી, સૂત્રો ભણ્યા અને બુદ્ધિમાન હોવાથી અર્થ ગષણા કરતાં મૂર્તિપૂજાની શ્રદ્ધા થઇ એટલે શ્રાવકોને શુદ્ધ માર્ગનો ઉપદેશ દઈ મૂર્તિપૂજાના શ્રદ્ધાળુઓ બનાવ્યા એમના ઉપદેશથી લગભગ સાત હજાર શ્રાવકોએ ઢંઢક મત છોડી શુદ્ધ સનાતન જૈન મત અંગીકાર કર્યો પછી પંજાબથી વિહાર કરી ગુજરાત આવવા નીકળ્યા. માર્ગમાં મારવાડમાં મુહપત્તિ તોડી અને વિહાર કરતા બીજા પંદર સાધુ સહિત અમદાવાદ આવ્યું, ત્યાં બુટેરાવજી મહારાજ પાસે સં. ૧૯૩૧ માં સંવેગી તપાગચ્છની દીક્ષા અંગીકાર કરી મુનિશ્રી આનંદવિજયજી નામે તેમના શિષ્ય થયા. અન્ય પંદર મુનિઓ મુનિવર્ય શ્રી આનંદવિજયજીના શિષ્યો થયા. સંવત ૧૯૪૩ ના કારતક વદિ પંચમીને દિવસે આનંદવિજયજીને પાલીતાણામાં સૂરિપદ મળ્યું. ત્યાર પછી તેઓ શ્રી વિજયાનંદસૂરિજીના નામથી પ્રસિદ્ધ થયા જો કે ખરી પ્રસિદ્ધિમાં તો આત્મારામજી નામજ રહ્યું. અત્યારે પણ તેઓશ્રી આત્મારામજી નામથીજ ઓળખાય છે. આ મહાત્માનું જ્ઞાન અતિ વિશાળ હતું. ઉપદેશ શક્તિમાં તો કોઈ એવું પ્રભાવકપણ હતું કે જેથી સ્વાર દર્શનોના શ્રોતાઓ ઉપદેશ સાંભળી આશ્ચર્યચકિત થા. અસ્મલિત ગંભીર વાધારા, વચન માધુર્ય, પદાર્થને સ્કુટ દર્શાવવાની કળા અને સમયસૂચકતા વિગેરે એટલાં બધાં લોકપ્રિય થઈ પડ્યાં કે જેથી તેમનો ઉપદેશ સાંભળવા લોકો તલસી રહેતાં હતાં. અન્ય દર્શનીયોનાં શંકાના સમાધાનો પણ એવી શાંતિપૂર્વક અને યુક્તિપૂર્વક કરવામાં આવતાં કે જેથી તે સાંભળનાર વારંવાર આવવાની ઇચ્છા ધરાવતા હતા. પોતાના સાચા પાંડિત્યથી તેઓ દેશ-પરદેશમાં પ્રસિદ્ધિ પામ્યા હતા, નહિં કે આડંબર અને કોલાહલથી. મુનિવર્ગને પણ વાચના આપવામાં ઉત્સાહી હતા અને તે પણ એવી શાંતિપૂર્વક આપતાં કે જેથી હમેશાં તેમની પાસે મોટો મુનિ સમુદાય કાયમ રહેતો. ભવ્ય આકૃતિ અને ગાંભીર્યાદિ ગુણોથી મુનિ સમુદાયમાં તેમનો કાબુ પણ પ્રશંસનીય હતો. એટલા બધા લોકપ્રિય હતા કે જ્યાં જ્યાં વિચરે ત્યાં ત્યાં આજુબાજુના ગામોમાંથી પણ મહાનું લોક સમુદાય ભેળો થતો. લોકો તેમનો સામૈયા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org