Book Title: Agam 45 Chulika 02 Anuyogdwar Sutra Part 01
Author(s): Aryarakshit, Punyavijay, Jambuvijay
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
શ્રીમાન્ મણિવિજયજી ગણી (દાદા)નું સંક્ષિપ્ત જીવનચરિત્ર
૨૧
આ ઉલ્લેખમાં સંવત ૧૯૨૨ માં ગણિપદ અને પંન્યાસ બે સાથે થયાં એમ લખ્યું છે. બીજો ઉલ્લેખ : - ૫. સૌભાગ્યવિમળજી વિરચિત પં. દયાવિમળજી ગણિ ચરિત્ર રચના ગર્ભિત વ્યાવેલી ઢાળ ૫ મી
આવ્યા સિદ્ધગીરીનીમાંહ, સોલની સાલે રે, ત્યાં મણિવિજય મહારાજ સાધુમાં માલેરે; વહ્યા ભગવતીના જોગ તેમની પાસેરે, આવ્યા ભાવનગરની માંહ, પછી ઉલ્લાસેરે ।।૩।। ત્યાં જોડ્યું ઉપધાનનું કામ, સંઘનું દુ:ખ કાપ્યું રે, જોગ્ય જાણી દાદાએ તામ ગણી પદ આપ્યું રે;
વૈશાખ વિદ પંચમી દીન વીસની સાલે રે,
ગુરૂ દાનવિમલ મહારાજ, સ્વર્ગ સધાવે રે ।।૪।
આ ઉલ્લેખ ઉપરથી જણાય છે જે સં. ૧૯૧૬ પહેલાં ગણિ પદ થયું છે વળી પં. દયાવિમળને પાલીતાણામાં યોગ વહેવરાવી ભાવનગરમાં ગણિપદ આપ્યું એ સંભવિત પણ લાગે છે કેમ જે મહારાજશ્રીનાં ચોમાસાઓમાં સં. ૧૯૧૬ નું ચોમાસુ ભાવનગરમાં થયું છે. માટે ભગવતિસૂત્રના યોગોદ્દહન અને ગણિપદ તો સં. ૧૯૧૬ પહેલાના ગણી શકાય. અને પંન્યાસ પદ મહારાજશ્રીનું સં. ૧૯૨૨ માં પંન્યાસ સૌભાગ્યવિજયજી ના હાથે થયું હોય એમ કલ્પના કરી શકાય.
શ્રીમદ્દો બોધ
મહારાજશ્રીનો અભ્યાસ પ્રકરણોમાં જીવવિચાર, નવતત્ત્વ દંડક, સંગ્રહણી, ભાષ્ય છત્રિસીયો વિગેરે છ કર્મ ગ્રંથ પર્યંતનો હતો તેમજ સિદ્ધાંતોનું પણ તેમને સારૂં જ્ઞાન હતું. તેમનું વ્યાખ્યાન શાંતિજનક હતું તેમની શાંતિ અને લોકપ્રિયતાદિ ગુણોથી ઉપદેશની અસર બહુ સારી થતી જેથી મહારાજશ્રીએ જ્યાં જ્યાં વિહાર કર્યો ત્યાં ત્યાં લોકોને જ્ઞાન, દર્શન વ્રત જપ તપ નિયમાદિ સંબંધી બહુ પ્રકારે ઉપકાર કર્યો છે.
વ્રતારોપણાદિ
શ્રીરત્નવિજયજી અને ઉમેદવિજયજી એ બે ડહેલાના ઉપાશ્રયના સમુદાયના તથા હર્ષવિજયજી વીરના ઉપાશ્રયના સમુદાયના તથા દયાવિમળજી એ ચાર મુનિઓને ભગવતિસૂત્રના યોગોદ્દહન કરાવ્યા. શ્રી રત્નવિજયજી, ઉમેદવિજયજી તથા હર્ષવિજજીને ગણી પદ તથા પંન્યાસ પદ આપ્યાં, અને દયાવિમળજી તથા મૂળચંદજીને ગણી પદ આપ્યાં. એ સિવાય એ પરમ પુનિત મહાત્માએ અનેક ભવ્યાત્માઓને દીક્ષા તથા વ્રતારોપણ વિગેરે ધર્મ ઉપકારો કર્યા છે. એમના ઉપદેશથી નવીન મંદિરોની પ્રતિષ્ઠાઓ તથા જીર્ણોદ્ધારાદિ કાર્યો થયાં છે. એકવાર લુહારની પોળે તથા એકવાર પાટણ અને ભાવનગર ઉપધાન વહન કરાવી માળ પહેરાવી હતી એ સિવાય પણ ઉપધાન વહન અને માળ પહેરાવવાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org