Book Title: Agam 45 Chulika 02 Anuyogdwar Sutra Part 01
Author(s): Aryarakshit, Punyavijay, Jambuvijay
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
શ્રીમાન્ મણિવિજયજી ગણી (દાદા)નું સંક્ષિપ્ત જીવનચરિત્ર ૨૫ એકાસણાથી ઓછી તપસ્યા તો કરતાજ નહીં. શરીર દિવસે દિવસે નિર્બળ થવા લાગ્યું.
સંવત ૧૯૩૫ ના આશ્વિન માસની ઓળી આવી એ અવસરમાં શરીર છેક શિથિલ થયું છતાં તપસ્યાના અભ્યાસી અને અભિલાષી મહાત્માએ શુદ ૮ ને દિવસે સવારે ચોવિહાર ઉપવાસનું પચ્ચખાણ કર્યું. એવામાં શેઠ પ્રેમાભાઈ ગુરૂ વંદન કરવા આવ્યા તેમને મહારાજશ્રીના ઉપવાસ કર્યાના સમાચાર મળ્યા એટલે તેમણે મહારાજશ્રીને વિજ્ઞપ્તિ કરી છે : - “સાહેબ આવી સ્થિતિમાં આજે ઉપવાસ !' મહારાજજીએ કહ્યું “મહાનુભાવ ! આજે તો કરવો જ જોઇએ, જેટલું લેવાય તેટલું લઈ લેવું.” શેઠે ઘણું કહ્યું પરંતુ મહારાજજીએ તો એજ ઉત્તર દીધો છે : “આજે તો અવશ્ય ઉપવાસ કરવો જ છે.” ગુરૂ મહારાજના ગુણોથી વિશેષ પરિચિત હોવાથી શેઠ સમજી ગયા અને વિશેષ આગ્રહ ન કર્યો. જીંદગીભરની આરાધના ના અભ્યાસે ખરેખરૂં કાર્ય બજાવ્યું. અણાહારી પદના સાચા અભિલાષીએ જંદગીભરમાં અનેકવાર ચારે આહારનો ત્યાગ કરી આણાહારી પદ માટે સતત પ્રયત્ન સેવી છેવટનો આઠમને દિવસે પણ ચારે આહારનો ત્યાગ કર્યો. શરીર બીલકુલ શિથિલ થઈ ગયું છતાં જીંદગીભરમાં જેમણે કિયામાં ખામી ન આવવા દીધી તેને છેવટે પણ કેમ ખામી આવે ! દિવસ સંપૂર્ણ થયો, સાંઝે પ્રતિક્રમણ કર્યું અને સંથારા પોરિસી ભણાવી તે અવસરે ૫. ગુલાબવિજયજી વિગેરે મુનિવર્ગ અને શ્રાવકોનો સમુદાય પાસે બેઠો હતો ગુરૂ મહારાજને સંથારામાં શયન કરાવ્યું છતાં ગુરૂ મહારાજ જાગ્રત દશામાં ધ્યાનારૂઢ જણાયા. મહારાજને પૂછયું આપના હૃદયમાં શેનું ધ્યાન છે ?' ગુરૂ મહારાજે ઉત્તર દીધો. “ શ્રીતીર્થરાગ પાનાય નમ: ” આ પ્રમાણે ધ્યાન કરતાં ક્ષણાંતરમાં તે પરમ પવિત્ર શાસન ઉપકારી અનેક શિષ્ય પ્રશિષ્યોના ગુરૂ મહારાજનો અમર આત્મા અમરવિમાનમાં ગુરૂવર્યોની સેવા કરવા ચાલ્યો ગયો. સઘળું શુન્ય થઈ ગયું. શહેરમાં હાહાકાર થઈ ગયો. આવા શાંત ગુણી મહાત્માના દર્શન હવે નહીં મળે ! અરેરે !!! શું પ્રસન્નમુદ્રા ! શું તેમની દિવ્ય આકૃતિ! હવે મણિદાદા ક્યાં મળશે ! તે પ્રશાંત દિવ્ય ચક્ષુનાં દર્શન ક્યારે થશે ? તે ગંભીર પ્રસન્ન મુખથી ધર્મલાભના આશિર્વચનો હવે ક્યારે સાંભળીશું ! હા ! દાદા મહારાજ ગયા !
પ્રાત:કાલે સર્વ સંઘ ભેળો થયો. મહાન ગુરૂ ગુણને સંભારતા આંખોમાંથી આંસુઓ પાડતા શબને શુદ્ધ જળથી સ્નાન કરાવ્યું, ચંદનથી ચર્ચા કરી મુનિ વેશ પહેરાવ્યો. પછી સુંદર સુશોભિત માંડવીમાં શરીરને પધરાવ્યું. હઝારો મુખથી ‘જય જય નંદા, જય જય ભદ્દા' ના ઉચ્ચારો થવા લાગ્યા માર્ગમાં સ્થાને સ્થાને હાથ જોડી વંદના કરતા લોકો સોના રૂપાના પુષ્પો વિગેરેથી વધાવવા લાગ્યા એમ કરતાં માંડવી નગર બહાર નીકળી અને શુદ્ધ ભૂમિ ઉપર ચંદનાદિની ચિતામાં શબનો અગ્નિ સંસ્કાર થયો. અને દાદાશ્રી મણિવિજયજીનું નામ, સ્મરણ માત્ર રહ્યું.
નિર્વાણના સમાચાર ઠામ ઠામ પહોંચી ગયા. સર્વ કોઈ સાંભળી ઉદાસ થયા. રાંદેરમાં રત્નસાગરજી ચોમાસુ હતા ત્યાં પણ સમાચાર પહોંઓ સાથે રહેલા દાદાશ્રીજીના શિષ્ય મુનિશ્રી સિદ્ધિવિજયજીને સમાચાર સાંભળતાં હદય વજહત થયું, છેવટે પણ ગુરૂવર્યનો સમાગમ ન થયો. ગુરૂ મહારાજની વંદના અને સેવાની અભિલાષા મનમાં ને મનમાં જ રહી, આથી ઘણું લાગી આવ્યું ; પરંતુ ભાવિ આગળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org