Book Title: Agam 45 Chulika 02 Anuyogdwar Sutra Part 01
Author(s): Aryarakshit, Punyavijay, Jambuvijay
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૧૧
શ્રીમાન મણિવિજયજી ગણી (દાદા)નું સંક્ષિપ્ત જીવનચરિત્ર હસ્તગત કરી ૧૮૦૦૦ શીલાંગરથને વિશ્વ ઉપર વહન કરાવવા લાગ્યા. ઇર્ષા સમિતિ વિગેરે અષ્ટ પ્રવચનમાતાના પાલક સુજાત પુત્રે પોતાની માતાની અને માતાના ચરણે પડેલા અનેક સુપુત્રોની કીર્તિલતાને સમગ્ર વિશ્વમાં વિસ્તારી. ટુંકાણમાં એટલું જ કે મુનિવર્યશ્રી મણિવિજયજીએ, ચિરંતન મુનિવરોએ સ્વીકારેલા નિર્મળ અને નિષ્કિચન સંયમ રથમાં આરૂઢ થઈ મુક્તિ માર્ગે પ્રયાણ કર્યું.
ગુરૂકુલ વાસમાં રહી જ્ઞાન, દર્શન ચારિત્રનો અનુભવ લેતા ચરણ સિત્તરી, કરણ સિત્તરીનું આરાધન કરતા મુનિવધ્ય ગુરૂ મહારાજા તેમજ અન્ય મુનિ સમુદાયના વિનય વેયાવચ્ચાદિમાં અપ્રતિબદ્ધ સતત ઉદ્યમ કરવા લાગ્યા. જેના પરિણામે થોડીજ મુદતમાં સર્વ મુનિ મંડળની પ્રીતિ સંપાદન કરી લીધી. સર્વ કોઈ એમના પ્રત્યે સ્નેહ ભરી દૃષ્ટિએ જોવા લાગ્યા. અને એમના વિનયાદિની એકે અવાજે પ્રશંસા થવા લાગી. દુનિયામાં વિનય ગુણ એ એક મહાન વશીકરણ છે. ગુણોનું મૂળ છે. સજ્ઞાન, દર્શન અને ચારિત્રનું મૂળ છે, મોક્ષનું પણ એ મૂળ છે. ચાહે દેશવિરતિ હો કે સર્વ વિરતિ હો. એ વિનય વિના કોઇપણ શોભા પામી શકતા નથી !! વિનીત લોકપ્રિય બને છે અને લોકપ્રિય અન્યોનું સ્વમાર્ગે આકર્ષણ કરી શકે છે. ધર્મ ઉપર બહુમાન કરાવી શકે છે. તથા અન્યને બોધિબીજની પ્રાપ્તિનું કારણ બને છે. અન્યને ધર્મ માર્ગમાં જોડવામાં આ ગુણની અવશ્ય જરૂર છે. વિદ્વત્તા છતાં લોકપ્રિયતાના અભાવે બીજાઓને જોઈએ તેવા લાભ આપી શકાતો નથી.
કીતિવિજયજી મહારાજાની આજ્ઞાથી ગુરૂ સાથે વિહાર કરતા પ્રથમ ચાતુર્માસ તેમણે ૧૮૭૭ માં મેડતા નગરમાં કર્યું. ચાતુર્માસ સંપૂર્ણ થયા પછી મરૂભૂમિમાં વિચરતા અનેક તીર્થોની યાત્રા કરી ભવ્ય કુમુદ વનને વિકસ્વર કરતા ગુજરાતમાં રાધનપુર નગરે આવ્યા અને સં. ૧૮૭૮ માં ચાતુર્માસિક સ્થિરતા ત્યાંજ કરી, ત્યાર પછી શંખેશ્વરજી આદિ તીથની યાત્રા કરી ગુરૂવર્ય સાથે રાજનગર આવ્યા અને ગુરૂવર્ય સાથે સંવત ૧૮૭૮, ૭૦, ૮૦ત્રણ ચોમાસાં રાજનગરમાં કર્યા. આ અવસરે કીર્તિવિજયજી મહારાજા વૃદ્ધાવસ્થા પામ્યા હતા. મહારાજશ્રી મણિવિજયજી દીક્ષા દિવસથી માંડી ઉપવાસાદિ તપ શિવાયના બીજા દિવસોમાં એકાસણું જ કરતા હતા. તે પણ ઠામ ચોવિહાર એટલે આહાર અવસરેજ પાણી વાપરતા, તે સિવાય બીજા અવસરે પાણી પણ લેતા ન્હોતા. નાની કે મોટી તપસ્યા હોય, વિહારમાં હોય કે સ્થાને હોય, શરીરે આબાધા હોય કે શાંતિ હોય, પરંતુ પ્રાય: ચોવિહાર એકાસણું કરતા હતા. તપના ઉત્તર પારણે અને તપને પારણે પણ એકાસણું કરતા. ખરૂંજ છે જે :- માનનો ઘેન
ત: ર પંથ: I ગુરૂમહારાજશ્રી કસ્તુરવિજયજી વર્ધમાન તપનાં આયંબીલ દરરોજ કરે અને તેમના આ નૂતન શિષ્ય ચોવિહાર એકાસણાં કરે. આ સ્થિતિમાં ૧૮૭૯ ના ચોમાસામાં ૨૭ વર્ષની ઉમ્મરે સોળ ઉપવાસ કર્યા, અને બીજે વર્ષે સં. ૧૮૮૦ માં અઠ્ઠાવીસ વર્ષની ઉમ્મરે માસક્ષમણ કર્યું અને ત્રીજા ચોમાસામાં સં. ૧૮૮૧ માં બત્રીસ ઉપવાસ કર્યા. આવી રીતે રાજનગરનાં ત્રણે ચોમાસામાં મહાન તપસ્યા કરી, ત્યાગી તપસ્વી ગુરૂના શિષ્યમુનિશ્રી મણિવિજયજી તપસ્વી બન્યા. આટલી નાની વયમાં અને માત્ર પાંચ વર્ષના દીક્ષા પર્યાયમાં આવી મોટી તપસ્યા થાય એ પુદ્ગલાનંદી શરીર સેવકોને તો ખરે આશ્ચર્ય ઉપજાવે. પરંતુ સંસારની સ્થિતિ જાણી, કર્મબંધના સ્થાનોને વિચારી, નિર્જરાના અભિલાષી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org