Book Title: Agam 45 Chulika 02 Anuyogdwar Sutra Part 01
Author(s): Aryarakshit, Punyavijay, Jambuvijay
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
શ્રીમાન મણિવિજયજી ગણી (દાદા)નું સંક્ષિપ્ત જીવનચરિત્ર ધર્મ શ્રવણ અનાયાસે થયું તેમાં પણ રોહીણીયા ચોર જેવાને પરિણામે ચારિત્રની ભાવના થઈ આવી તો, બાલ્યાવસ્થાથી જ શુદ્ધ સંસ્કારી વિશુદ્ધાત્મા મોતીચંદને માટે તો શું કહેવું? ગુરૂનો સમાગમ વધતો ગયો તેમ-તેમ મોતીચંદની વૈરાગ્ય વાસના વિશેષ પ્રદિપ્ત થઇ અને સાવધાન થયો.
ખેડામાં પ્રવેશ કરતાં જો કે મોતીચંદ યાત્રાનો અર્થી હતો. દેવગુરૂના દર્શનનો અભિલાષી હતો, પરંતુ તે અવસરનો મોતીચંદ અને અત્યારના મોતીચંદમાં ઘણોજ ભેદ હતો. તે અવસરે ધર્માભિલાષી હતો. પરંતુ તે અભિલાષાના સ્વરૂપને ફુટ જોઇ શકતો ન હતો. અત્યારે તે અભિલાષાને ફુટ જોવા લાગ્યો. તે અવસરે ગમનનો માર્ગ નિર્ણયપણામાં નહોતો. અત્યારે તે માર્ગ નિર્ણિત થઈ ગયો.
અહો! ગુરૂ કલ્પવૃક્ષ ! તારા સમાગમની શી પ્રશંસા કરીએ ! ભગ્ન પરિણામી મેઘકુમારને કેવો બચાવી લીધો ! રમત માત્રમાં દીક્ષાની વાતો કરનાર નવા પરણેલા બાળકને તારા સમાગમે એક દિવસમાં કેવળ જ્ઞાનનો સ્વામી બનાવ્યો. ભોજનની ભીક્ષા માગતા ભીખારીને જિનશાસનનો શણગાર સંપ્રતિ રાજા બનાવ્યો. વૈરાગ્ય પામીને પણ ફરી એશઆરામી બની દુર્ગતિમાં ઢળતા સિદ્ધસેનને ' વાધતિ વાયરે 'સંભળાવી બચાવી લીધો. મહાહિંસક મહા શીકારી અકબર બાદશાહ જેવાને પણ દયામય બનાવનાર તારો સમાગમ, અરે ! એટલું જ નહિ કો ધાંધ, મહાહિંસક, નરક સન્મુખ થઈ રહેલા દઢ પ્રહારીને બચાવનાર કોણ ! વાસ ઉપર ચઢી નાટક કરતા વિષયાંધ ઇલાચી પુત્રના ચક્ષુઓનું ઉન્મીલન કરી કેવળ જ્ઞાનનો ભોક્તા બનાવનાર કોણ! ખરેખર! આવા તારા સમાગમથી વંચિત રહેનાર પ્રાણીઓનું કેવું દુર્ભાગ્ય !! દીક્ષાભિલાષા અને ગુરૂપ્રાર્થના
મોતીચંદના હૃદયમાં જ્ઞાનદીપક પ્રગટ થયો. વૈરાગ્ય તરંગોમાં હૃદય ઝીલવા લાગ્યું. સાંસારિક પદાથોની મોહકતામાં ભય દેખાવા લાગ્યો. તે મોહમાં મુંઝાઈ રહેલા ધન ધાન્યાદિની સામગ્રીવાળાઓમાં પણ દીનપણાનો આભાસ થવા લાગ્યો. માત્ર જ્ઞાન દર્શન ચારિત્રાદિનું એકાંતે આરાધન કરનાર પોતાના શરીરે પણ નિસ્પૃહી તે મુનિ મતંગજની મુનિચર્યામાં જ સુખનો આભાસ થવા લાગ્યો. હવે ક્યારે મને મુનિપણાની પ્રાપ્તિ થાય ! ક્યારે ગુરૂ મહારાજની એકાંત સેવાનો લાભ મળે ! અને જ્યારે જ્ઞાનાદિ યોગનો આરાધક હું યોગી થાઉં આમ વૈરાગ્ય ભાવનામાં લીન થયેલ મોતીચંદને હવે દીક્ષાની ઉત્કંઠા થઇ રહી, અને ગુરૂ મહારાજને પ્રાર્થના કરી કે :
પ્રશમ પીયૂષ પયોનિધિ ! જ્ઞાન દિવાકર ગુરૂ મહારાજા અત્યાર સુધી વાસ્તવિક રીતિએ હું અંધ હતો. મહારાજા ! આપે દેશના દઈ આજ મારાં નેત્રોમાં અપૂર્વ પ્રકાશ મૂક્યો. પ્રભો ! ભવતારકા આપ આ સંસારમાં ડુબતાને માટે ઝાઝ સમાન છો. આ વિષય કષાય દાવાનળમાં બળતાને શાંત કરવા આપ જળધર સમાન છો. આપ અમારા વિષય તૃષ્ણારૂપ દાહને સમાવવા અમૃત સમાન છો. હે ઉપકારી હવે તો તમારું જ શરણ છે માટે આ રંકને ચારિત્ર રત્ન દઈ આપ સમાન ચક્રવર્તી બનાવો આપના સંસર્ગથી અને આપની નિર્મળ કૃપાથી મારી વાંછિત સિદ્ધિ થશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org