Book Title: Agam 45 Chulika 02 Anuyogdwar Sutra Part 01
Author(s): Aryarakshit, Punyavijay, Jambuvijay
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
શ્રીમાન મણિવિજયજી ગણી (દાદા)નું સંક્ષિપ્ત જીવનચરિત્ર ૪. શ્રી માણિક્યવિજયજી - જેમણે ૧ માતા મરૂદેવીના નંદ, ૨ વિમળાચળ વંદોરે વિગેરે સ્તવનો રચ્યાં છે.
૫. શ્રી લક્ષ્મીવિજયજી એમની પાદુકા લુહારની પોળના મંદિરમાં છે.
એમના બધા શિષ્યોમાંથી હાલમાં ૧ મુનિશ્રી કસ્તુર વિજયજી અને મુનિશ્રી ઉદ્યોતવિજયજી ના પરીવારના મુનિઓ વિદ્યમાન છે. સંવત ૧૮૮૦માં અમદાવાદ લુહારની પોળમાં જ્યારે એમનું ચોમાસું થયું હતું તે અવસરે આ બાર મુનિઓ ત્યાં હતા.
૧ મુનિવર્ય શ્રી કીર્તિવિજયજી મહારાજ, ૨ મુનિશ્રી લક્ષ્મીવિજયજી; ૩ મુનિશ્રી શાંતિવિજયજી; ૪ મુનિશ્રી કસ્તુરવિજયજી; ૫ મુનિશ્રી ચતુરવિજયજી ; ૬ મુનિશ્રી લાભસાગરજી ૭ મુનિશ્રી મણિવિજયજી (આ ચરિત્રના નાયક); ૮ મુનિશ્રી મેઘવિજય ; - મુનિશ્રી મોતીવિજયજી ; ૧૦ મુનિશ્રી મનોહરવિજયજી; ૧૧ મુનિશ્રી વૃદ્ધિવિજયજી; ૧૨ મુનિશ્રી ઉદ્યોતવિજયજી.
મુનિરાજશ્રી કીર્તિવિજયજી મહારાજશ્રીના સમયમાં રાજનગરના નગર શેઠ હેમાભાઇએ પાલીતાણાના રાજા પ્રતાપસિંહને સિદ્ધાચલજીની રક્ષા નિમિત્ત અમુક દ્રવ્ય આપવાનો બંદોબસ્ત કર્યો હતો એમના જીવનચરિત્રમાંથી ઘણું જાણવાનું મળી શકે એમ છે. પરંતુ તે ઉપલબ્ધ નથી. ગરૂ સમાગમ.
આપણે ઉપર જોઈ ગયા છીએ કે, શ્રેષ્ઠી જીવનદાસ કુટુંબ સહિત માતરનગર (સુમતિનાથ - સાચા દેવનું તીર્થ) પાસે પેટલી ગામે રહ્યા હતા. એ પેટલી ગામથી મોતીચંદ યાત્રા નિમિત્તે ખેડાનગર આવ્યા. ત્યાં ભીડભંજન પાર્શ્વનાથની તથા અન્ય સર્વ મંદિરોની યાત્રા કરી ઉપાશ્રયે ગુરૂવંદન નિમિત્તે ગયા. ત્યાં ઉપર દશવિલા સંવેગી શિરોમણી શ્રી કીર્તિવિજયજી મહારાજા ધર્મ દેશના દઇ રહ્યા હતા. સંવેગી ગુરૂની સંવેગજનની દેશના સાંભળી મોતીચંદ અપૂર્વ આલ્હાદ પામ્યો. દેશના સંપૂર્ણ થઇ અને સભા વિસર્જન થવા લાગી. સઘળી સભા વિસર્જન થઇ. પરંતુ ગુરૂ મહારાજના વચનામૃતનો પિપાસુ મોતીચંદ ત્યાંજ બેસી રહ્યો. જનસમુદાય વિસર્જન થયા બાદ ગુરૂ મહારાજ પાસે જઈ વિનયપુર્વક બેઠો. ઈંગિત આકારના જાણ ગુરૂ મહારાજાએ તેની ચેષ્ટા ઉપરથી તેના અર્થી પણાની કલ્પના કરી, યોગ્ય ધર્મ ઉપદેશ આપ્યો. જેમ જેમ મોતીચંદ ઉપદેશામૃતનું પાન કરતો ગયો તેમ તેમ તેના ચિત્તમાં ચમત્કાર થવા લાગ્યો. રોમાંચ વિકસ્વર થયા અને અતિ આનંદ પામ્યો. આ અવસરે તેમના અંતરમાં વિશુદ્ધ વિચાર શ્રેણી પ્રગટ થઈ “અહા ! આવા ધર્મ શ્રવણનો યોગ હમેશા પ્રાપ્ત થાય તો કેવું સારું! આ ઉપકારી મહાત્માની અહોનિશ સેવા કરવાનો યોગ મને ક્યારે મળે ! ” આવા પ્રકારની ભાવના ભાવતાં અને ગુરૂ મહારાજનાં વચનામૃતનું સ્મરણ કરતાં ભાગ્યવાનને અંતરાત્મા જાગૃત થયો, મોહ નિર્બળ પડ્યો, અંતર્થક્ષ ઉઘડ્યાં, પદાથોની અનિત્યતાનું ભાન થવા લાગ્યું, સોપકમી આયુષ્યનું ક્ષણવિનશ્વરપણું જાણું, અને વૈરાગ્ય વાસના જાગૃત થઈ. સંસ્કારી પુન્યશાળી જીવોને સામગ્રીનો સંયોગ મળતાં શુભ વાસનાઓ જાગૃત થવામાં વિલંબ થતો નથી. માત્ર પગે કાંટો વાગ્યો તે કાઢવા જેટલી વાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org