________________
૧/-/-/૧૬૬
૬૭
હવે અકર્મભૂમિના મનુષ્યોને કહે છે – અકર્મભૂમિમાં ત્રીશ પ્રકારના મનુષ્યો છે. તે ત્રીશ પ્રકારના ક્ષેત્રના ભેદથી થાય છે. પાંચ-પાંચ હૈમવત, હૈરણ્યવંત, હરિવર્ષ, રમ્યક્ વર્ષ, દેવકુટુ અને ઉત્તરકુરુ એ રીતે ૩૦ ક્ષેત્રો થયા. તેમાં હૈમવત અને હૈરણ્યવતમાં મનુષ્યો ગાઉપ્રમાણ શરીરની ઉંચાઈવાળા, પલ્યોપમના આયુવાળા, વજ્રઋષભનારાય સંઘયણવાળા, સમચતુસ્ટ સંસ્થાનયુક્ત હોય છે. ૬૪-પાંસળીવાળા, એકાંતર આહારી ઈત્યાદિ હોય છે.
હવિર્ષ અને રમ્યક્ વર્ષમાં બે પલ્યોપમાયુવાળા, બે ગાઉ ઉંચા, વજ્રઋષભનારાય સંઘયણી, સમચતુરસ સંસ્થાનયુક્ત, બે દિવસે આહાર કરનારા, ૧૨૮ પાંસળીવાળા, ૬૪-દિવસ સંતતિ પાલન કરનારા હોય છે. - - - દેવકુટુ અને ઉત્તકુમાં મનુષ્યો ત્રણ પલ્યોપમ આયુવાળા, ત્રણ ગાઉ ઉંચાઈવાળા, સમચતુરસ સંસ્થાનવાળા, વજ્રઋષભનારાચ સંઘયણયુક્ત હોય છે. ૨૫૬-પાંસળી વાળા છે, ત્રણ દિવસ ગયા બાદ આહાર કરે છે. ૪૯ દિવસ અપત્યની પાલના કરે છે.
આ બધાં ક્ષેત્રોમાં અંતર્દીપની પેઠે મનુષ્યોને કલ્પવૃક્ષે આપેલ ભોગો હોય છે. પણ અંતપની અપેક્ષાએ ઉક્ત ત્રણે યુગલ ક્ષેત્રોમાં ક્રમશઃ અનંતગુણ માધુર્યાદિ જાણવા.
• સૂત્ર-૧૬૬ (ચાલુ) :
-
-
કર્મભૂમક મનુષ્યો કેટલા ભેદે છે? પંદર ભેદે કહ્યા છે પાંચ ભરત પાંચ ઐવત, પાંચ મહાવિદેહ વડે. તેઓ સંક્ષેપથી બે ભેટે છે . આર્યો અને મ્લેચ્છો. મ્લેચ્છો કેટલા ભેટે છે ? અનેક ભેદે છે શક, યવન, ચિલાત, શબર, બર, મુડોડ, ભડગ, નિણગ, પકણીય, કુલક્ષ, ગોડ, સિંહલ, પારસ, ગોધ, કોચ, અંબડ, ઈદમિલ, ચિલ્લલ, પુલિંદ, હારોસ, દોવ, વોક્કાણ, ગંધાહારગ, પહલિય, ઝલ, રોમપાસ, પઉસ, મલયાય, બંધુયાય, સૂયલિ, કોંકણગ, મેય, પલ્હત, માલવ, મગર, આભાસિય, છક્ક, ચીણ, હસિય, ખસ, ઘાસિય, નહર, મોઢ, ડોબિલગ, લઓસ, પઔસ, કક્કેય, અકબાગ, હૂણ, રોમગ, ભરુ, ભય,
ચિલાત આદિ.
• વિવેચન-૧૬૬ (ચાલુ) :
કર્મભૂમિમાં પંદર ભેદે મનુષ્યો છે. આ પંદર ભેદ ક્ષેત્રના ભેદથી થયા છે. પાંચ-પાંચ ભરત, ઔરવત, મહાવિદેહ. તેના સંક્ષેપથી બે ભેદો કહે છે – આર્ય અને મ્લેચ્છ. હેય ધર્મોથી દૂર ગયેલ અને ઉપાદેય ધર્મોની સમીપ રહેલા તે આર્ય કહેવાય અને અવ્યક્ત ભાષા અને આચારવાળા મ્લેચ્છો કહેવાય. અથવા જેઓનો સર્વ પ્રકારનો વ્યવહાર શિષ્યોને અસંમત છે તે મ્લેચ્છ. અલ્પવક્તવ્યતાથી પહેલાં મ્લેચ્છોને કહે છે – મ્લેચ્છો અનેક પ્રકારના છે. તેમના શક, યવન આદિ ભેદો સૂત્રથી જાણવા. • સૂત્ર-૧૬૬ ચાલુ થી ૧૯૦ :
[૧૬] તે આર્યો કેટલા ભેદે છે ? બે ભેદે છે – ઋદ્વિપાપ્ત, અવૃદ્વિપાપ્ત.
-
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ ઋદ્ધિપ્રાપ્ત આર્યો કેટલા ભેદે છે ? છ ભેદે કહ્યા છે અરિહંત, ચક્રવર્તી, બલદેવ, વાસુદેવ, ચારણમુનિ, વિધાધર, અવૃદ્ધિ પ્રાપ્ત આર્યો કેટલા ભેદે છે ? નવ ભેદે – ક્ષેત્રા, જાતિઆર્ય, કુલાર્ય, કમર્યિ, શિલ્પા, ભાષાય, જ્ઞાના, દર્શના, ચાગ્રિા.
-
૬
માર્યો કેટલા ભેદે છે ? સાડા પીશ ભેદે કહ્યા છે.
[૧૬૭] રાજગૃહ-મગધ, ચંપા-અંગ, તામલિપ્તી-બંગ, કંચનપુર-કલિંગ, વાણારસી-કાશી, [૧૬૮] સાકેતકોશલ, ગજપુર-કુરુ, શૌરિય-કુશાઈ, કાંપિલ્સપંચાલ, અહિચ્છત્રા-જંગલ, [૨૬૯] દ્વારાવતી-સૌરાષ્ટ્ર, મિથિલા-વિદેહ, વત્સકૌશાંબી, નંદિપુર-શાંડિલ્ય, ભક્લિપુર-મલય, [૧૭૦] વરાટ-વત્સ, વરણ-અચ્છા, કૃતિકાવી-દશાણ, ચેદી-શૌકિનકાવતી, સિંધુસૌવીર-વીતભય, [૧૭૧] મથુરાશૂરસેન, પાપા-ભંગ, પુરાવર્ત્ત-માષા, શ્રાવસ્તી-કુણાલ, કોટી વર્ષ-લાટ, [૭૨] શ્વેતાંબિકા-કૈકયાઈ એ આદશો કહ્યા છે. [અહીં પહેલું નામ રાજધાનીનું, પછીનું નામ દેશનું છે.] અહીં જિન, ક્રી, બળદેવ વાસુદેવની ઉત્પત્તિ થાય છે.
[૧૭૩] જાતિ આચર્યો કેટલા ભેદે છે ? છ ભેદે - [૧૭૪] અંબષ્ઠ, કલિંદ, વિદેહ, વેદગ, હસ્તિ, ચુંચુણ એ છ ઈભ્યજાતિ છે.
[૧૭૫] કુલાર્યો કેટલા ભેટે છે ? છ ભેટે છે ઉગ્ર, ભોગ, રાજન્ય, ઈક્ષ્વાકુ, જ્ઞાત, કૌરવ્ય. એમ કુલાર્યો કહ્યા.
તે કોિં કેટલા ભેટે છે ? અનેક ભેદે છે – દૌષ્ટિક, સૌત્રિક, કાસિક, સૂત્રવૈકાલિક, ભાંડ વૈકાલિક, કોલાલિય, નર વાહનિક, તે સિવાયના બીજા તેવા પણ કાર્તિ જાણવા.
શિલ્પાએઁ કેટલા ભેટે છે ? અનેક ભેદે છે – તુન્નાગ, તંતુવાય, પટ્ટકાર, દેયડ, વરુ, છર્વિક, કાષ્ઠપાદુકાકાર, મુંજપાદુકાકાર, છત્રકાર, વલ્ઝાર, પુસ્તકકાર, લેખકાર, ચિત્રકાર, શંખકાર, દંતકાર, ભાંડકાર, જિજ્જીકાર, સેલગાર, કોટિંકાર, તેવા પ્રકારના બીજા પણ.
ભાષાોં કેટલા ભેટે છે ? જેઓ અર્ધમાગધી ભાષા વડે બોલે છે, તે ભાષા આર્યો કહેવાય છે. જ્યાં બ્રાહ્મીલિપી પ્રવર્તે છે, તે બ્રાહ્મી લિપીના અઢાર પ્રકારે લેખ વિધાન છે. તે આ રીતે – બ્રાહ્મી, યવનાની, દોરાપુરીયા, ખરીટ્રી, પુષ્કરસારિકા, ભોગવી, પહરાઈયા, અંતક્ષરિકા, અક્ષરસૃષ્ટિકા, વૈનયિકી, નિકવિકી, કલિપી, ગણિતલિપી, ગાંધવલિપી, આદલિપી, માહેશ્વરી, દોમલિપી, પૌલિન્દી. તે ભાષા આર્યો કહ્યા.
જ્ઞાનાર્યો કેટલા ભેદે છે ? પાંચ ભેદે કહેલ છે. તે આ – આભિનિબોધિક જ્ઞાનાર્યો, શ્રુતજ્ઞાનાર્યો, અવધિજ્ઞાના, મન:પર્યવજ્ઞાનાર્યો, કેવળજ્ઞાનાર્યો. તે જ્ઞાનાાં કહ્યા.
દર્શનાર્યો કેટલા ભેટે છે? તે બે ભેટે કહેલ છે - સરાગ દર્શનામ