________________
૨/-|-/૨૦૩ થી ૨૦૫
9
વિવેચન-૨૦૩ થી ૨૦૫ ચાલુ -
ભવનવાસી દેવો, રત્નપ્રભાના મધ્યના ૧,૭૯,૦૦૦ યોજનમાં રહે છે. - ૪ - નીચેના ભાગે તે ભવનો કમળકર્ણિકા સંસ્થાનવાળા છે. કમળના મધ્ય ભાગે ઉંચી, સમાન, વિચિત્ર ટપકાવાળી કર્ણિકા કહેવાય છે. કોતરેલ હોય તેવી એટલે અત્યંત સ્પષ્ટ અંતર જેમને છે તેવી વિપુલ અને ગંભીર ખાત અને પરિખા છે. - ૪ - X - ખાત અને પરિખાનો ભેદ આ છે – પરીખા ઉપર પહોળી અને નીચે સંકુચિત હોય છે. ખાત ઉપર નીચે બંને સ્થળે સમાન હોય છે.
દરેક ભવનના પ્રાકા-કિલ્લા, અટ્ટાલક-કિલ્લા ઉપરના નોકરોને રહેવાના સ્થાન, કપાટ-પોળના દ્વારના કમાડો, આના વડે બધાં ભવનોમાં પોળ-પ્રતોલી હોય છે, તેમ સૂચવ્યું. અન્યથા અહીં કમાડો અસંભવ છે, પોળના દ્વારના તોરણો, પ્રતિદ્વાર એટલે મોટા બારણાની નાની બારીઓ રૂપ વિભાગો જેમાં છે તે.
વિવિધ યંત્રો, શતઘ્ની-મોટી લાકડી કે શીલાઓ કે જે પાડવાથી સો પુરુષો નાશ કરે, મુસંઢી-એક શસ્ત્ર વડે યુક્ત. તેથી જ હંમેશાં અયોધ્ય-બીજા વડે યુદ્ધ કરવું અશક્ય, તેથી જ જેમનો સદા જય છે એવા. હંમેશાં યુદ્ધપુરુષોથી શસ્ત્રો વડે ગુપ્ત, કેમકે ચોદ્ધાઓ ભવનની ચોતરફ નિરંતર હોવાથી ત્યાં અન્ય શત્રુઓનો જરા પણ પ્રવેશ થવો સંભવિત નથી.
૪૮ પ્રકારની રચનાયુક્ત કોષ્ઠક જ્યાં સ્વતઃ ચેલા છે, ૪૮ પ્રકારની ભિન્ન રચનાવાળી જ્યાં વનમાળા છે એવા ભવનો છે. અન્ય આચાર્યો કહે છે – ‘અડવાન’ શબ્દ પ્રશંસાવાચી છે. તેથી પ્રશસ્ત કોષ્ઠક રચનાવાળા આદિ - ૪ - ભવનો છે.
ક્ષેમવિ - ઉપદ્રવ રહિત, સદા મંગલયુક્ત, ચાકરરૂપે રહેલા દેવોથી દંડ વડે ચોતરફ રક્ષણ કરાયેલ છે. ભૂમિને છાણાદિથી લીધેલ, ભીંત અને માળને ચુનાથી ધોળેલ, તે વડે સુશોભિત છે. ગોશીર્ષવંદન - ૪ - ગાઢ અથવા હથેલીના થાપા મારેલા છે. મૂકેલ છે માંગલિક કળશો જેમાં એવા, ચંદનના કળશો વડે સુશોભિત તોરણો જેના નાના બારણાના દેશભાગને વિશે છે એવાં,
પવન આદિ - ભૂમિમાં લાગેલ, ઉપર ચંદરવાની નીચે, વિસ્તીર્ણ, ગોળ, લટકતી પુષ્પની માળાઓનો સમૂહ જેમાં છે તે. પાંચ વર્ણના સરસ સુગંધી પુષ્પના ઢગલાના શોભાથી યુક્ત. નાયડુ આદિ - અગર, પ્રધાન કુંઠુરુક્ક, શિલારસ, તેના ધૂપથી મઘમઘાયમાન - ચોતરફ પ્રસરેલ ઉત્કટ ગંધ વડે મનોહર તથા સુંદર ગંધવાળા ઉત્તમ સુગંધી પદાર્થોની ગંધયુક્ત, સુગંધના અતિશયપણાથી સુગંધદ્રવ્યની ગુટિકા જેવાં તથા અપ્સરા ગણના સમુદાય વડે સમ્યક્ અત્યંત-રમણીયપણાંથી વ્યાપ્ત થયેલાં.
તથા દિવ્ય વેણુ, વીણા, મૃદંગાદિ વાજિંત્રના શબ્દો વડે સમ્યક્ શ્રોતાના મનને હરણ કરવા વડે પ્રકર્ષ શબ્દવાળાં, સર્વ રત્નમય-માત્ર એક ભાગ રત્નમય નહીં એવા, આકાશ અને સ્ફટિક માફક અતિસ્વચ્છ, સ્નિગ્ધ પુદ્ગલ સ્કંધ વડે બનેલાં, સ્નિગ્ધ 20/7
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧
અવયવથી બનેલા પટની માફક મતૃણ, ઘુંટેલા પટની માફક કોમળ, સરાણના પત્થરથી પાષાણ પ્રતિમા માફક ઘસેલ. ઘસીને કોમળ કરેલ, તેથી સ્વાભાવિક રજરહિત, તેથી ધૂળ વિનાના, આગંતુક મેલ રહિત, કલંક કે કીચડ રહિત, આવરણ રહિત છાયાવાળા, સ્વરૂપથી પ્રભાવાળા, બહાર નીકળતા કિરણોવાળા, બાહ્ય વસ્તુ સમૂહને પ્રકાશક, મનને પ્રસન્ન કરનાર, જોવા યોગ્ય - જેને જોતાં ચક્ષુને શ્રમ ન પડે તેવા, અભિરૂપ - અતિ મનોહર, પ્રતિરૂપ છે.
EC
આ અનંતરોક્ત અસુકુમારાદિ ભવનવાસી યથાક્રમે ચૂડામણિમુગટ આદિ ચિહ્નના ધારક છે. તેથી કહે છે – અસુકુમાર ભવનવાસીના મુગટમાં ચૂડામણિ નામે રત્ન ચિહ્નરૂપ છે. નાગકુમારો ભૂષણમાં રહેલ નાગની ફેણરૂપ ચિહ્નના ધાક છે. સુવર્ણકુમાર ગરુડ ચિહ્નધર છે. વિધુત્ક્રુમાર વજ્રરૂપ ચિહ્નધર છે, વજ્ર એટલે શકનું આયુધ. અગ્નિકુમારના મુગટમાં પૂર્ણકળશરૂપ ચિહ્ન છે. દ્વીપકુમાર ભૂષણમાં સિંહરૂપ ચિહ્નધર છે. ઉદધિકુમાર ભૂષણમાં શ્રેષ્ઠ ઘોડારૂપ ચિહ્નધર છે. એ પ્રમાણે દિશા કુમારો હાથીરૂપ ચિહ્નધર છે. વાયુકુમાર મગરરૂપ ચિહ્નધર છે. ાનિતકુમાર વર્ધમાનક - શરાવ સંપુટરૂપ ચિહ્નધર છે. અહીં અક્ષગમનિકા બતાવે છે - જેમકે ભૂષણમાં નાગની ફેણ, ગરુડ, વજ્ર જેને છે તેવા - x - ઉપ્પેસ એટલે મુગટ, અંક-ભૂષણ.
વળી તેઓ કેવા છે ? સુરૂપ - શોભનરૂપવાળા અર્થાત્ અતિ કમનીય. મહર્દ્રિકભવન પરિવારાદિ મહાઋદ્ધિ. શરીરે રહેલ આભરણયુક્ત મહાધુતિ. શાપ અને અનુગ્રહ વિષયક સામર્થ્ય તે મહાનુભાગ, મહાત્ ઐશ્વર્યયુક્ત પ્રસિદ્ધિવાળા અથવા મહાન્ પોતાના ઐશ્વર્યને જણાવનાર - ૪ - અથવા પુષ્કળ સાતા વેદનીયના ઉદયથી મોટા સુખવાળા. કોઈ આચાર્ય કહે છે – માસા એવો પાઠ છે તેથી-જલ્દી ગમન કરે છે માટે અશ્વ-મન અને પોતપોતાના વિષયને વ્યાપ્ત કરે છે માટે અક્ષ - ઈન્દ્રિય અર્થાત્ મહાન મને અને ઈન્દ્રિય જેમને છે એવા. [તથા-]
હાર વડે વિરાજિત વક્ષવાળા. કટક-કલાયિક આભરણ, ત્રુટિત-બાહુરક્ષક, તેના વડે ભિત ભુજાવાળા, સંર્ - બાહુ અને શીર્ષનું આભરણ વિશેષ. કુંડલકાનનું આભરણ, ખંડ-કપોલ. વિચિત્ર - વિવિધરૂપવાળા હસ્તાભરણયુક્ત. વિચિત્ર પુષ્પમાળા યુક્ત, મૌલ-મસ્તકમાં મુગટવાળા. - ૪ - x - કલ્યાણકારી જે પ્રવર માલ્યપુષ્પમાળા અને અનુલેપન ધારક. ભાવ-દેદીપ્યમાન, બોંદિ-શરીર. લાંબી લટકતી
વનમાલાના ધારક,
હોય.
સંઘવળ - શક્તિ વિશેષની અપેક્ષાએ સંહનન જ પણ સાક્ષાત્ સંહનન નથી કેમકે દેવોને સંહનન ન સંભવે. સંહનન એ હાડકાંનો સમૂહ છે, દેવોને હાડકાં ન - ૪ - દિવ્ય-પ્રધાનતાથી, ઋદ્ધિ-પરિવારાદિથી. ધુતિ-ઇષ્ટાર્થસંપ્રયોગ લક્ષણ. પ્રભા-ભવનવાસગત. છાયા-શોભા સમુદાય, અર્ચિઃ-શરીરમાં રહેલ રત્નાદિ તેજ જ્વાલા. લેશ્યા-દેહની વર્ણ સુંદરતા દશે દિશાઓને પ્રકાશિત કરતા અને શોભતા તે દેવો છે. ત્યાં સ્વસ્થાનમાં પોત-પોતાના [ભવનાવાસાદિનું] આધિપત્ય-રક્ષા, તે રક્ષા