Book Title: Agam 15 Pragnapana Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 293
________________ ૧૦૮ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ ૨૮/૧/-/૫૫૦ થી ૫૫૩ 103 દુ:ખ થવાથી અંતર્મુહૂર્ત પછી નિવૃત્ત થાય છે. નૈરયિકો કેવો આહાર કરે છે ? દ્રવ્યાદિ ભેદથી ચાર પ્રકારે આહાર પ્રતિપાદન કરવા કહે છે - દ્રવ્ય - અનંતપદેશી પુદ્ગલ દ્રવ્ય ગ્રહણ કરે છે કેમકે તે સિવાયના સંખ્યાતપ્રદેશી આદિ સ્કંધ જીવને ગ્રહણ યોગ્ય નથી. ફોગથી અસંખ્યાત પ્રદેશમાં રહેલાં, કાળથી જઘન્ય-મધ્યમ કે ઉત્કૃષ્ટ, કોઈપણ સ્થિતિક. અહીં સ્થિતિ એટલે આહાર યોગ્ય સ્કંધના પરિણામરૂપે રહેવું. ભાવથી વર્ણાદિયુક્ત – કેમકે દરેક પરમાણુમાં એકૈક વર્ણ, ગંધ, રસ, બે સ્પર્શ હોય છે, એવાં પુદ્ગલ દ્રવ્યને ગ્રહણ કરે છે. ભાવથી જે વર્ણવાળા પુદ્ગલ દ્રવ્યોનો આહાર કરે, તે એકથી પાંચ વણી પુદ્ગલોનો આહાર કરે ? ઈત્યાદિ પ્રશ્ન સૂત્ર સુગમ છે. સ્થાનમાર્ગણાને આશ્રીને - જેમાં વિશેષે રહે તે સ્થાન - એક, બે કે ત્રણ વર્ણવાળા આદિપ સામાન્ય, તેની માગણા - વિચારને આશ્રીને અર્થાત્ સામાન્ય વિચારને આશ્રીને. વ્યવહાર નથી એક વર્ણ, બે વર્ણ તે કથન છે. શિયનયરી તો સક્ષમ છતાં અનંત પ્રદેશી સ્કંધ પાંચ વર્ણવાળો જ હોય. વિધાન માર્ગણા • વિશેષ વિચારથી, કાળો -લીલો એવી વણદિ વિશેષતાથી, કાળા વણી પુગલ દ્રવ્ય આહારે છે. - X - X - એ પ્રમાણે ગંધ, રસ, સ્પર્શ સંબંધી સૂણો પણ જાણવા. - X - શું તે ધૃષ્ટ - આત્મપદેશોએ સ્પર્શેલા કે અસ્કૃષ્ટ નહીં સ્પર્શેલા દ્રવ્યોનો આહાર કરે ? ધૃષ્ટ દ્રવ્યોનો આહાર કરે ઈત્યાદિ. ભાષા ઉદ્દેશકમાં કહ્યા પ્રમાણે અહીં પણ જાણવું, તે આ પ્રમાણે - સ્પર્શેલા દ્રવ્યનો આહાર કરે છે. આત્મપદેશો વડે અથTITઇ - અવગાહેલા દ્રવ્યોનો આહાર કરે છે - X - પણ ન અવગાહેલા દ્રવ્યોનો આહાર કરતો નથી. અવગાહેલા દ્રવ્યોમાં પણ અંતર રહિત સાક્ષાત અવગાહેલાં દ્રવ્યોનો આહાર કરે છે. - X - પણ પરંપરાગાઢ દ્રવ્યોનો આહાર કરતો નથી. અનંતરાવગાઢ દ્રવ્યોનો આહાર કરે છે, તે સૂક્ષ્મ દ્રવ્યોનો પણ આહાર કરે છે અને બાદર દ્રવ્યોનો પણ આહાર કરે છે. જે સૂક્ષ્મ અને બાદર દ્રવ્યોનો આહાર કરે છે, તે ઉd-ઉપરના પ્રદેશમાં રહેલા, ધોનીચેના પ્રદેશમાં રહેલા અને તીછ પ્રદેશમાં રહેલા દ્રવ્યોનો પણ આહાર કરે છે. વળી આ ઉધઈ, અધો કે તીછ પ્રદેશમાં રહેલા દ્રવ્યોનો આદિમાં, મધ્યમાં અને અંતમાં પણ આહાર કરે છે. જે આદિ-મધ્ય-અંતમાં રહેલા દ્રવ્યોનો આહાર કરે છે, તે પમ સ્વવિષય-પોતાના વિષયભૂત દ્રવ્યોનો આહાર કરે છે, અવિષય દ્રવ્યોનો આહાર કરતો નથી. વળી જે સ્વ વિષયક દ્રવ્યોનો આહાર કરે છે, તે આહાર પણ અનુક્રમે કરે છે, ક્રમે રહિત આહાર કરતો નથી. અનુક્રમે જે દ્રવ્યનો આહાર કરે છે, તે પણ ત્રણ-ચાર કે પાંચ દિશાથી આવેલા દ્રવ્યોનો નહીં પણ નિયમા છ દિશાથી આવેલા દ્રવ્યો આહારે છે. • અહીં પ્રnોત્તર પદ્ધતિથી વૃત્તિકારશ્રીએ નોંધેલ પાઠને અમે મes વિધetlભક રૂપે ઉપર મૂકેલ છે. હવે વૃત્તિકારશ્રી તે સૂમની વ્યાખ્યા રજૂ કરે છે. પરંતુ અમે તેનો વણક સંક્ષેપાર્થ જ રજૂ કર્યો છે.] આત્મપદેશોનો સ્પર્શ આત્મપ્રદેશ વડે અવગાઢ ક્ષેત્રની બહાર પણ સંભવે છે માટે પ્રશ્ન કર્યો છે. અવITઢ - આત્મપદેશો સાથે એક ક્ષેત્રમાં રહેલ. »નથTTrt - અવગાઢ ફોનની બહાર રહેલ. અનંતરાવIઢ - આત્મ પ્રદેશોમાં વ્યવધાન સિવાય રહેલા દ્રવ્યો. પ૨ પરીવાદ - એક, બે, ત્રણ આદિ આમપ્રદેશો વડે અંતરવાળા દ્રવ્યો અg - થોડાં પ્રદેશવાળાં દ્રવ્યો, વાવર - ઘણાં પ્રદેશવાળા દ્રવ્યો. અહીં અણુ કે બાદરપણું આહાને યોગ્ય સ્કંધોના થોડાં પ્રદેશ અને ઘણાં પ્રદેશોની અપેક્ષાઓ જાણવું. એ રીતે ઉર્વ-અધો કે તીપણું પણ જેટલા ક્ષેત્રમાં નૈરયિક રહેતો હોય તેટલા ક્ષેત્રની અપેક્ષાથી જાણવું. આદિ, મધ્ય કે અંતમાં આહાર કરે છે ? એ પ્રશ્ન છે. તાત્પર્ય એ છે કે નૈરયિકો પોતાને ઉપભોગ્ય અનંતપદેશી દ્રવ્યો અંતર્મુહૂર્ત કાળ સુધી ગ્રહણ કરે છે, તો સંશય થાય કે ઉપભોગને યોગ્ય અંતર્મુહર્ત પ્રમાણ કાળની આદિમાં – પ્રથમ સમયે આહાર કરે છે, મધ્ય સમયે આહાર કરે છે કે છેલ્લા સમયે આહાર કરે છે ? તે ત્રણે સમયમાં આહાર કરે છે. વિષય - પોતાના આહારને યોગ્ય દ્રવ્યો, થપથ - પોતાના આહારને અયોગ્ય દ્રવ્યો. આનુપૂર્વી - અનુકમ વડે, જેમ નજીક હોય તેમ. તેથી વિપરીત તે અનાનપૂર્વી. - X • ઉપર, નીચે કે તીછ, જેમ નજીક હોય તેમ આહાર કરે છે, પણ નજીકના ક્રમને ઓળંગીને આહાર કરતો નથી. દિશા - લોકના નિકૂટને અંતે જઘન્ય પદે ગણે દિશામાં રહેલાં દ્રવ્ય જ પ્રાપ્ત થાય, બે કે એક દિશામાં રહેલા દ્રવ્ય પ્રાપ્ત થતું નથી. અવશ્ય છ દિશામાંથી આવેલાં પુદ્ગલ દ્રવ્યો આહારે છે. કેમકે નૈરયિકો ત્રસનાડીના મધ્ય ભાગમાં રહેલા છે. સત્ર - બહુલતાથી - ૪ - સામાન્ય કારણ, અને તે અશુભ વિપાક જ છે, તો પણ પ્રાયઃ મિથ્યાર્દષ્ટિ કૃણાદિ વર્ણવાળા પગલોનો આહાર કરે પણ ભવિષ્યના તીર્થકરાદિ તેવાં દ્રવ્યોનો આહાર કરતાં નથી, માટે ‘બહલતાએ' એમ કહ્યું છે. વર્ણથી કાળાં અને નીલવર્ણવાળા ઈત્યાદિ સૂત્રાનુસાર જાણવું. આહાર કરતાં પુદ્ગલોના પુરાણ - પૂર્વના વર્ણ-ગંધ-રસ અને સ્પર્શ ગુણોને વિપરિણમાવી, પરિપીડન કરી, પરિશાટન કરી, પરિવિવંસ કરી, એ ચારે પદો એકાર્યક અને વિનાશ અર્ચના વાચક છે. તેમ જ ભિન્ન-ભિન્ન દેશના શિષ્યોના ઉપકારાર્થે છે. બીજા અપૂર્વ વર્ણાદિ ગુણો ઉત્પન્ન કરી, પોતાના શરીર ક્ષેત્રમાં રહેલ પુદ્ગલોને સર્વ આત્મપદેશો વડે આહાર રૂપે ગ્રહણ કરે છે. તૈરયિકો જે પુદ્ગલો આહારપણે ગ્રહણ કરે છે, તે ગ્રહણ કર્યા પછીના કાળમાં કેટલામાં ભાગ આહાર રૂપે ઉપયોગ કરે છે તથા આહારરૂપે ગ્રહણ કરેલાંને કેટલામાં ભારે આસ્વાદે છે ? કેમકે આહારરૂપે ગૃહીત બઘાં પુદ્ગલો આસ્વાદાતા નથી માટે જુદો પ્રશ્ન કર્યો છે. ગૃહીત પુદ્ગલોના અસંખ્યાતમા ભાગને આહાર પણે ગ્રહણ કરે છે. બીજા પગલો પડી જાય છે. આહારપણે ગૃહીત પુગલોના અનંતમાં ભાગને આસ્વાદે છે, બાકીના પુદ્ગલ દ્રવ્યો આસ્વાદ લીધા વિના શરીર પરિણામને

Loading...

Page Navigation
1 ... 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352