Book Title: Agam 15 Pragnapana Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 317
________________ ૩૪/-|-/૫૮૮ થી ૫૯૩ ઉદાર યાવત્ મનોરમ ઉત્તર વૈક્રિયરૂપને દર્શાવતી-દર્શાવતી ઉભી રહે, ત્યારે તે દેવો તે અપ્સરાની સાથે રૂપ પરિચારણા કરે છે. બાકી પૂર્વવત્ યાવત્ વારંવાર પરિણમે છે. તેમાં જે શબ્દ પરિચારક દેવો છે, તેમના મનમાં ઈચ્છા થાય કે ૧૫૫ - અમે અપ્સરા સાથે શબ્દ પવિચાર કરીએ, ત્યારે પૂર્વવત્ ચાવત્ વૈક્રિય રૂપ વિકુર્તીને દેવો પાસે આવે છે. આવીને તે દેવોની કંઈક સમીપે રહીને અનુત્તર એવા અનેક પ્રકારના શબ્દો બોલતી બોલતી ઉભી રહે છે. ત્યારબાદ તે અપ્સરાની સાથે શબ્દ પ્રવિચાર કરે છે. બાકી બધું પૂર્વવત્ સવત્ વારંવાર પરિણમે છે. તેમાં જે મન પ્રવિચારક દેવો છે, તેઓ મનમાં ઈચ્છા કરે કે 'અમે અપ્સરા સાથે મન વડે પવિચાર કરવા ઈચ્છીએ છીએ' ત્યારે તે અસરાઓ જલ્દી ત્યાં આવી અનુત્તર અનેક પ્રકારે સંકલ્પો કરતી ઉભી રહે છે. ત્યારપછી દેવો તે અપ્સરાની સાથે મન વડે વિષય સેવન કરે છે, બાકી બધું પૂર્વવત્, યાવત્ વારંવાર પરિણમે છે. [૫૩] ભગવન્ ! કાવ્યપરિચારક યાવત્ મનપરિયાક અને પચિારક દેવોમાં કોણ કોનાથી અલ્પ આદિ છે ? ગૌતમ ! સૌથી થોડા દેવો અપચિારક છે, મન પચિારક સંખ્યાતગણાં, શબ્દ પચિારક અસંખ્યાતગણાં, રૂપપરિયાક અસંખ્યાતગણાં, સ્પર્શ પરિચારક અસંખ્યાતગણાં, કાપચિારક અસં છે. • વિવેચન-૫૮૮ થી ૫૯૩ઃ સૂત્ર સુગમ છે. પરંતુ ભવનપતિથી ઈશાન કલ્પ સુધીના દેવો દેવી સહિત છે. કેમકે ત્યાં દેવીઓની ઉત્પત્તિ છે. તેથી જ તેઓ વિષય સેવન કરનારા છે. કેમકે દેવીઓનો દેવો વડે યથાયોગ્ય પરિગ્રહ થવાથી ઈચ્છા થતાં શરીર વડે વિષય સેવન થાય છે. સનત્કુમાર અને માહેન્દ્ર, બ્રહ્મલોક અને લાંતક, મહાશુક્ર અને સહસ્રાર તથા આનતાદિ ચાર કલ્પમાં દેવો દેવી રહિત હોય છે. કેમકે ત્યાં દેવીની ઉત્પત્તિ નથી. તેઓ પરિચારણા યુક્ત છે. કેમકે સૌધર્મ અને ઈશાનની દેવીઓ સાથે અનુક્રમે સ્પર્શ-રૂપ-શબ્દ-મન વડે વિષય સેવન થાય છે. ત્રૈવેયક અને અનુત્તરૌપપાતિક દેવો દેવી રહિત હોય છે અને વિષય સેવન રહિત હોય છે. કેમકે ત્યાં અત્યંત મંદ પુરુષવેદનો ઉદય હોવાથી મન વડે પણ વિષયસેવન સંભવ નથી, પરંતુ કોઈ દેવો તથાવિધ ભવસ્વભાવથી દેવી સહિત અને પરિચાર રહિત હોતા નથી. ઈત્યાદિ - ૪ - - x -↑ શરીર વડે મનુષ્ય સ્ત્રીપુરુષ માફક મૈથુન સેવન જેમને છે તેવા અર્થાત્ ભવનપતિથી ઈશાન કલ્પ સુધી દેવો સંક્લિષ્ટ ઉદયવાળા પુરુષવેદ કર્મના પ્રભાવથી મનુષ્ય માફક મૈથુન સુખમાં લીન થતાં અને કાયક્લેશ જન્ય સર્વ અંગે સ્પર્શ સુખ પામી પ્રસન્ન થાય છે. ત્રીજા-ચોથા કલ્પના દેવો સ્પર્શ પચિારક - સ્તન, હાથ, સાથળ અને જઘનાદિ શરીર સ્પર્શથી મૈથુન સેવનારા હોય છે. તેઓ મૈથુન સેવવા ઈચ્છે છે ત્યારે મૈથુન સેવન ઈચ્છાથી નીકટ રહેલી દેવીઓના સ્તનાદિ અવયવોનો સ્પર્શ કરે છે, તેટલા માત્રથી કાયપવિચાર વડે અનંતગુણ સુખ અને E:\Maharaj Sahejb\Adhayan-40\Book-40B (PROOF-1) (78) ૧૫૬ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ વેદની ઉપશાંતિ થાય છે. પાંચમા-છા કલ્પના દેવો રૂપ પરિચાસ્ક - રૂપના જોવા વડે મૈથુન સેવી છે. તેઓ દેવાંગનાઓનું કામની રાજધાની જેવું દીવ્ય અને ઉન્માદક રૂપ જોઈને કાયપ્રવિચારથી અનંતગુણ મૈથુન સુખ અનુભવે છે. તેટલા માત્રથી તેમનો વેદ ઉપશાંત થાયછે. સાતમાં-આઠમાં કો દેવો શબ્દ પરિચાસ્ક - શબ્દના શ્રવણ માત્રથી મૈથુન સેવી હોય છે. તેઓ ઈષ્ટ દેવીના ગીત, હાસ્ય, સવિકાર ભાષણ, નૃપુરાદિના ધ્વનિના શ્રવણ માત્રથી કાયપ્રવિચારથી અનંતગુણ સુખનો ઉપભોગ કરે છે. તેટલા માત્રથી તેનો વેદ શાંત થાય છે. આનતાદિ ચારે કલ્પમાં દેવો મનપવિચાર વડે વૃદ્ધિ પામેલા પરસ્પર અનેક પ્રકારના મનોસંકલ્પથી મૈથુનસેવી હોય છે. તેઓ પરસ્પર મનના સંકલ્પ માત્રથી કાય પ્રવિચારથી અનંતગુણ સુખને પામે છે. તેટલા માત્રથી તેઓ તૃપ્ત થાય છે. ત્રૈવેયક અને અનુત્તર દેવો પરિચાક છે. કેમકે તેઓ અલ્પ મોહોદયથી પ્રશમ સુખમાં લીન થયેલા છે. [પ્રશ્ન] જો એમ છે, તો તેઓ બ્રહ્મચારી કેમ ન કહેવાય ? ચાસ્ત્રિના પરિણામના અભાવથી. - ૪ - કાય પચિાસ્ક દેવોનો કાયપવિચાર કહે છે – કાય પ્રવિચારી દેવોને કાય વડે મૈથુન સેવવાની ઈચ્છાયુક્ત મન થાય છે. કેવી રીતે ? “અમે અપ્સરા સાથે કાય પ્રવિચાર કરવા ઈચ્છીએ છીએ' તે પછી તે દેવો તેમ વિચારે એટલે જલ્દી જ અારા પોતપોતાને ઉપભોગ્ય દેવોનો અભિપ્રાય જાણી વિષય સેવન અભિલાષાથી ઉત્તર વૈક્રિય રૂપો કરે છે. તે રૂપો ઉદાર, પણ હીન અવયવવાળા નહીં, આભૂષણાદિથી વિભૂષિત, તે રૂપો કદાચ કોઈને અમનોજ્ઞ હોય, તેથી કહે છે – સ્વ ઉપભોગ્ય દેવના મનોગત ભાવને ગમે તેવાં, મનોજ્ઞ રૂપો લેશથી પણ સંભવે, તેથી કહે છે – મનોહર - સ્વ ઉપભોગ્ય દેવના મનું હરણ કરે તેવા, વળી સ્વ ઉપભોગ્ય દેવોના મનને રમાડે તેવા મનોરમ, પ્રતિ સમય ઉત્તરોત્તર અનુરાગ સહિત કરે તેવાં. એવો રૂપો કરીને દેવો પાસે પ્રગટ થાય છે. પછી જેમ મનુષ્ય-માનુષી સાથે મૈથુન સેવે તેમ દેવો અપ્સરા સાથે સર્વ અંગના કાયકલેશ પૂર્વક મૈથુન સેવન કરે છે, કેમકે એ પ્રમાણે જ તેમને વેદ ઉપશાંતિ થાય છે. = દૃષ્ટાંત કહે છે – તે વિવક્ષિત શીતયોનિક પ્રાણીને આશ્રીને શીતપુદ્ગલો અતિશય શીતપણે પરિણમે છે. અર્થાત્ શીત પુદ્ગલો શીતયોનિક પ્રાણીને વિશેષ સુખને માટે થાય છે અને ઉષ્ણ પુદ્ગલો ઉષ્ણયોનિક પ્રાણીને - x - વિશેષથી સુખને મરાટે થાય છે. એ પ્રમાણે તે દેવોએ તે અપ્સરા સાથે કાયપવિચાર કરતાં, વિષયેચ્છા પ્રધાન મન જલ્દી જ અતિતૃપ્તિ થવાથી શાંત થાય છે. અર્થાત્ શીત કે ઉષ્ણ પુદ્ગલ તે-તે યોનિક પ્રાણીનો સ્પર્શ થતાં વિશેષ શીત કે ઉષ્ટપણું પામી તેના સુખને માટે થાય છે. તેમ દેવીના શરીર પુદ્ગલો દેવના શરીરને પામીને અને દેવના શરીરના પુદ્ગલો દેવીના શરીરને પામીને પરસ્પર એક ગુણપણે પરિણમતા એકબીજાના સુખને

Loading...

Page Navigation
1 ... 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352