Book Title: Agam 15 Pragnapana Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 342
________________ ૩૬/-/-/૧૩ ૨૦૫ ૨૦૬ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકાનુવાદ/3 (103) છે - ઈત્યાદિ પર્વવતુ. પરંતુ લંબાઈમાં ઉત્કૃષ્ટ સંખ્યાતા યોજન પ્રમાણ ક્ષેત્ર હોય છે. એ વાયુકાયિક સિવાયના નૈરયિકાદિની અપેક્ષાથી જાણવું. કેમકે તેઓ વૈક્રિય સમુઠ્ઠાતનો આરંભ કરતાં તથાવિધ પ્રયન વિશેષથી ઉત્કૃષ્ટ પણ સંખ્યાતા યોજના દંડ કરે છે, પણ અસંખ્યાતા યોજન કરતા નથી, વાયુકાયિકો તો જઘન્ય અને ઉત્કૃષ્ટથી અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ દંડ કરે છે અને તેટલા પ્રદેશમાં રહેલાં તૈજસાદિ શરીરના પુદ્ગલોને આત્મપ્રદેશો થકી જુદા કરે છે, તે પુદ્ગલો વડે વ્યાપ્ત ક્ષેત્ર લંબાઈમાં ઉત્કૃષ્ટથી પણ સંખ્યાત યોજન હોય છે. એવા પ્રકારનું ક્ષેત્ર પ્રમાણ કેવળ વૈક્રિય સમુઠ્ઠાતથી ઉત્પન્ન થનાર પ્રયત્નને આશ્રીને કહ્યું, પણ જ્યારે કોઈ વૈકિય સમુઠ્ઠાતને પ્રાપ્ત થયેલો મરણ સમુઠ્ઠાતને પ્રાપ્ત થાય અને કોઈપણ રીતે ઉત્કૃષ્ટ ત્રણ સમયની વિગ્રહગતિ વડે ઉત્પત્તિ સ્થાને આવે છે, ત્યારે અસંખ્યાત યોજના પ્રમાણ લંબાઈ લોગ જાણવું તે પ્રમાણ મરણસમુઠ્ઠાત પ્રયત્નજન્ય છે, મા હોવા છતાં પણ તેની વિવક્ષા કરી નથી. તે જઘન્યથી કે ઉત્કૃષ્ટથી ઉક્ત પ્રમાણવાળું આયામક્ષેત્ર એક દિશામાં કે વિદિશામાં જાણવું. તેમાં નૈરયિકો, પંચે તિર્યંચો, અને વાયુકાયિકોને અવશ્ય એક જ દિશામાં હોય છે. કેમકે નૈરયિકો પરવશ અને અલાગાદ્ધિવાળા છે. તિર્યંચ પંચે અપત્રકદ્ધિક જ હોય અને વાયુકાયિકો વિશિષ્ટ ચેતનારહિત હોય. તેથી વૈક્રિય સમનો આરંભ કરતા તેઓને જો કે તથા સ્વભાવથી જ આત્મપ્રદેશોના દંડનું નીકળવું થાય છે, તે આત્મપદેશોથી જુદા થઈને મનોપુદ્ગલોનું શ્રેણિને અનુસારે ગમન થાય છે. પણ વિશ્રેણિમાં થતું નથી. તેથી નૈરયિક, તિર્યંચ પંચેન્દ્રિય અને વાયુકાયિકોનું લંબાઈમાં દિશામાં જ ક્ષેત્ર સમજવું, વિદિશામાં નહીં. જે ચારે દેવો તથા મનુષ્યો છે, તે સ્વેચ્છાચારી અને વિશિષ્ટ લબ્ધિસહિત હોય છે. તેથી તેઓ કદાચ પ્રયત્ન વિશેષથી વિદિશામાં પણ આત્મપદેશોનો દંડ કરતાં ત્યાં તે આત્મપ્રદેશોથી પુદ્ગલો બહાર વિસ્તારે છે. માટે તેમનું ક્ષેત્ર એક દિશામાં કે વિદિશામાં જાણવું. વૈક્રિય સમુઠ્ઠાત પ્રાપ્ત કોઈ કાળ પણ કરે અને વિગ્રહગતિ વડે ઉત્પત્તિ સ્થાને પણ જાય, તેથી વિગ્રહગતિ આશ્રીને કાળનું નિરૂપણ કરે છે – ભગવદ્ ! તે ક્ષેત્ર વિગ્રગતિને આશ્રીને ઉત્પત્તિ સ્થાન સુધી કેટલા કાળે વ્યાપ્ત હોય ? કેટલાં કાળે સ્પષ્ટ હોય ? ગૌતમી એક, બે, ત્રણ સમયની વિગ્રહગતિ વડે ક્ષેત્ર વ્યાપ્ત થાય અને સ્કૃષ્ટ હોય. અર્થાત્ વિગ્રહગતિને આશ્રીને મરણ દેશથી આરંભી ઉત્પત્તિ સ્થાન સુધીનું ક્ષેત્ર વ્યાપ્ત થવું, ઉત્કૃષ્ટથી ત્રણ સમયમાં થાય છે, પણ ચોથા સમયે થતું નથી. કેમકે વૈક્રિય સમુઠ્ઠાત પ્રાપ્ત વાયુકાયિક પણ પ્રાયઃ બસનાડીમાં જ ઉNI થાય છે. બસનાડીમાં વિગ્રહગતિ ઉત્કૃષ્ટથી પણ ત્રણ સમય જ હોય. હવે તૈજસ સમુદ્ર વિશે સૂકાર કહે છે – ભગવા તૈજસ સમુથી સમવહત થઈ જે પુદ્ગલો બહાર કાઢે છે, ઈત્યાદિ સુગમ છે. પરંતુ આ તૈજસ સમુદ્યાત ચાર (PROOF ook-40B Saheib\Adhayan-40\B દેવનિકાય, પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યોનો સંભવે છે. કેમકે તેઓ મહાપયનવાળા છે. માટે તૈજસ સમુનો આરંભ કરનારને જઘન્યથી પણ લંબાઈમાં ગુલનો સંક ભાગ પ્રમાણ હોય છે. પરંતુ સંખ્યાતમા ભાગ પ્રમાણ હોતું નથી, ઉત્કૃષ્ટથી સંખ્યાતા. યોજન પ્રમાણ હોય છે, ઉક્ત ક્ષેત્ર તિર્યંચ પંચેન્દ્રિય સિવાયના જીવોને એક દિશામાં કે એક વિદિશામાં કહેવું અને તિર્યય પંચે તે દિશામાં કહેવું. - ૪ - હવે આહારક સમઘાતનું પ્રતિપાદન કરવા કહે છે - આહાક સમુ વડે સમવહત જીવ સમુ કરીને જે પુદ્ગલો બહાર કાઢે છે - ઈત્યાદિ. તૈજસ્ સમુ માફક એ સૂત્ર વિચારવું. પરંતુ આહારક સમુ મનુષ્યોને હોય છે, તેમાં પણ ચૌદ પૂર્વીને, તેમાં કેટલાંક આહારક લબ્ધિવાળાને હોય છે, બાકીનાને હોતો નથી અને તે આહારક સમુનો આરંભ કરતાં જઘન્ય અને ઉત્કૃષ્ટથી લંબાઈમાં ઉપર કહેલાં પ્રમાણવાળું ક્ષેત્ર આત્મપદેશોથી જુદા થયેલા યુગલો વડે એક દિશામાં વ્યાપ્ત કરે છે, પણ વિદિશામાં વ્યાપ્ત કરતો નથી. વિદિશામાં તો અન્ય પ્રયત્ન વિશેષથી આભપ્રદેશના દંડનો વિસ્તાર, પુદ્ગલો વડે વ્યાપ્ત કરવું થાય છે. • x * આહારક સમુદ્ર પ્રાપ્ત કોઈ કાળ કરે તો વિગ્રહગતિ વડે ઉત્પન્ન થાય છે. વિગ્રહ ગતિ ઉત્કૃષ્ટ ત્રણ સમયની હોય છે. માટે એક દિશામાં એટલું ક્ષેત્ર સ્પષ્ટ છે. • x • એ પ્રમાણે સામાન્યપણે જીવપદની જેમ મનુષ્યને પણ સૂત્ર કહેવું. જીવપદમાં મનુષ્યોને જ આશ્રીને સૂત્ર પ્રવૃત્ત થયું છે, કેમકે તે સિવાય બીજાને આહારક સમુ અસંભવ છે. હવે કેવલિ સમુ કરવામાં જેવા સ્વરૂપવાળા પુદ્ગલો વડે જેટલા પ્રમાણવાળું ફોર વ્યાપ્ત થાય, તેવા સ્વરૂપવાળા પુદ્ગલો વડે તેટલાં પ્રમાણવાળું ફોનનું વ્યાપ્તપણું કહે છે - • સૂત્ર-૬૧૪ - ભગવનું ભાવિતાત્મા કેવલિસમુદ્ધાતયુક્ત આણગારને જે છેલ્લા સમયના નિર્જરા યુગલો છે, તે સૂમ પુગલો કહ્યા છે ? આયુષ્યમાન શ્રમણ ! તે યુગલો સર્વ લોકને અને રહે છે ? હા, ગૌતમ! તેમજ છે. ભગવન! છારા મનુષ્ય તે નિર્જરા યુગલોને કંઈક વર્ણ વડે વણરૂપે, ગંધ વડે ગંધરૂપે, રસ વડે રસ રૂપે, સ્પર્શ વડે સ્પર્શરૂપે જાણે અને જુઓ ? ગૌતમ! એ અર્થ સમર્થ નથી, ભગવન્! એમ કેમ કહો છો - x • ગૌતમ ! આ જંબુદ્વીપ નામે દ્વીપ, સર્વ દ્વીપ અને સમુદ્રોની સૌની અંદર છે. તે બધાંથી નાનો, વૃત્ત • તેલમાં તળેલાં પુંડલાંના આકાર જેવો ગોળ, રથના પૈડાનાં સંસ્થાન જેવો વૃત્ત, કમળની કર્ણિકાની આકૃતિ જેવો ગોળ, પરિપૂર્ણ ચંદ્રાકૃતિ સમાન છે. તે એક લાખ યોજન લાંબો-પહોળો છે. તથા તેની પરિધિ ૩,૧૬,૨૨૭ યોજન, ૩-કોશ, ૧ર૮ ધનુષ અને સાધિક ૧૩ અંગુલ છે. કોઈ એક મહાદ્ધિવાળો દેવ એક મોટા વિલેપન દ્રવ્યના ડાબડાને ગ્રહણ કરી ઉપાડે,

Loading...

Page Navigation
1 ... 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352