Book Title: Agam 15 Pragnapana Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 340
________________ ૩૬/-FI૬૧૨ ૨૦૧ ૨૦૨ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ ? તે બીજા જીવો વડે હિંસા કરતા વેદના સમુ વાળાર જીવ અને વડે જેઓની હિંસા કરાય છે, તે જીવોને આશ્રીને તે વેદના સમુદ્યાતવાળા જીવની અને તે સમુદ્ઘાત પ્રાપ્ત જીવના પુલ વડે સ્પર્શ કરાયેલ જીવોની ક્રિયાનું નિરૂપણ કરવા માટે કહે છે - તે પ્રસ્તુત વેદના સમુદ્ર પ્રાપ્ત જીવ અને વેદના સમુદ્ર પ્રાપ્ત જીવના પુદ્ગલો વડે સ્કૃષ્ટ જીવો અન્ય જીવોના ઉક્ત પ્રકારે પરંપરાઘાત વડે કદાચ ત્રણ ક્રિયાવાળા હોય ઈત્યાદિ. એ જ વેદના સમુઠ્ઠાતનો ઉક્ત પ્રકાર વડે ચોવીશ દંડકના વિચારમાં સૂત્રકાર કહે છે - પૂર્વે સામાન્યપણે જીવોનો વેદના સમુદ્યાત આશ્રયી વિચાર કર્યો, તેમ નૈરયિકનો પણ કરવો. પરંતુ જીવના પાઠને સ્થાને નૈરયિકનો પાઠ ઉચ્ચારવો. જેમકે - વેદના સમુદ્ધાત વડે સમુઠ્ઠાતને પ્રાપ્ત થયેલ નૈરયિક સમુઠ્ઠાત કરીને જે પુદ્ગલો બહાર કાઢે છે ઈત્યાદિ. એમ બધું વૈમાનિક સુધી કહેવું. એમ વેદના સમુદ્દાત કહ્યો. હવે સમાન વક્તવ્યતા હોવાથી કપાય સમુઠ્ઠાતનો અતિદેશ કરવાનું સૂત્રકાર કહે છે - એમ કષાય સમુઠ્ઠાત પણ કહેવો. • x • તે આ પ્રમાણે - ભગવત્ ! કષાય સમુઠ્ઠાતને પ્રાપ્ત જીવ કષાય સમુઠ્ઠાત કરીને જે પુદ્ગલો બહાર કાઢે છે અર્થાત્ કષાય સમુઠ્ઠાત વડે ઉત્પન્ન થયેલ પ્રયન વિશેષથી પોતાના શરીરથી બહાર કાઢે, આત્મપદેશોથી પણ જુદા કરે છે. તે પુદ્ગલો વડે કેટલું ક્ષેત્ર વ્યાપ્ત અને મૃઢ હોય ? ગૌતમ ! અવશ્ય છ દિશામાં વિસ્તાર અને જાડાઈ વડે શરીર પ્રમાણ ક્ષેત્ર છે. તેટલું વ્યાપ્ત હોય. તેટલું પૃષ્ટ હોય. પ્રથમ કષાય સમુઠ્ઠાત ત્રસ જીવોને થાય છે. કેમકે તેઓને જ અત્યંત તીવ્ર અધ્યવસાયનો સંભવ છે. એકેન્દ્રિયો તો પૂર્વ ભવના સંબંધી કષાય સમુઠ્ઠાત હોય છે. બસ જીવો બસનાડીમાં હોય, પણ તેની બહાર ન હોય. બસનાડીમાં રહેલો પોતાના શરીર પ્રમાણ જેનો વિસ્તાર અને જાડાઈ છે એવા ક્ષેત્રને આમાથી જુદા પાડેલા પુદ્ગલો વડે લોકાંત નિકુટ રહિત હોવાથી છ દિશામાં વ્યાપ્ત કરે છે, સ્પર્શે છે. તેમ ઘટે. માટે અવશ્ય છ દિશામાં એમ કહ્યું. ઈત્યાદિ - X - X - - હવે મરણ સમુઠ્ઠાત સંબંધે સૂત્રકાર કહે છે – મારણાંતિક સમુઠ્ઠાતને પ્રાપ્ત થયેલો કોઈ જીવ મારણાંતિક સમુઠ્ઠાત કરી, તૈજસાદિ શરીરના અંતર્ગત જે પુદ્ગલોને બહાર કાઢે છે, આત્મપદેશોથી જુદા કરે છે, તે પુલો વડે કેટલું ક્ષેત્ર વ્યાપ્ત હોય ? ગૌતમ વિસ્તાર અને જાડાઈમાં પોતાના શરીર પ્રમાણ તથા લંબાઈમાં જઘન્યથી પોતાના શરીર કરતાં અધિક અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ વ્ર હોય, જયારે તેટલા માત્ર ક્ષેત્રમાં ઉત્પન્ન થાય ત્યારે જાણવું અને ઉત્કૃષ્ટથી અસંખ્યાતા યોજના પ્રમાણ સમજવું. એ જ્યારે તેટલાં ક્ષેત્રમાં ઉત્પન્ન થાય ત્યારે અથવા બીજી રીતે જાણી લેવું. તે એક દિશામાં હોય પણ વિદિશામાં ન હોય. કારણ કે સ્વભાવથી જીવ પ્રદેશના ગમનની દિશામાં સંભવ છે, એટલું ક્ષેત્ર વ્યાપ્ત થાય છે. એટલું ફોઝ સ્પર્શેલું હોય છે. કેમકે જઘન્ય અને ઉત્કૃષ્ટથી આત્મપદેશો વડે એટલા ક્ષેત્રનું વ્યાપ્ત થવું (PROOI nayan-40\Book-403 સંભવે છે. હવે વિગ્રહગતિને આશ્રીને વ્યાપ્ત થવાના અને સ્પર્શના કાળનું પ્રમાણ કહે છે - ભગવના તે ક્ષેત્ર કેટલા કાળે વ્યાપ્ત થાય ? ઈત્યાદિ. ઉત્કૃષ્ટથી લંબાઈમાં હમણાં જેનું પ્રમાણ કહ્યું છે, તે ક્ષેત્ર વિગ્રહગતિને આશ્રીને કેટલા કાળે વ્યાપ્ત થાય અને કેટલાં કાળ પૃષ્ટ હોય ? અર્થાત્ વિગ્રહગતિથી કેટલા કાળે ઉત્કૃષ્ટથી લંબાઈમાં અસંખ્યાતા યોજન પ્રમાણ ક્ષેત્ર પગલો વડે વ્યાપ્ત થાય અને સ્પર્શેલું હોય ? ગૌતમ ! એક, બે, ત્રણ કે ચાર સમયની વિગ્રહગતિ વડે વ્યાપ્ત થાય - પૃષ્ટ હોય. અહીં પાંચમા સમયની વિગ્રહગતિ સંભવે છે, પરંતુ તે કદાચિત જ હોય છે, માટે તેની વિવક્ષા કરી નથી. ચાર સમય કે પાંચ સમયની વિગ્રહગતિ કેમ થાય? બસનાડીથી બહાર નીચેના ભાગથી ઉપરના ભાગમાં કે ઉપરના ભાગથી નીચેના ભાગમાં ઉત્પન્ન થતો જીવ વિદિશાથી દિશામાં કે દિશાથી વિદિશામાં ઉત્પન્ન થાય ત્યારે એક સમયે બસનાડીમાં પ્રવેશ કરે, બીજા સમયે ઉપર કે નીચે જાય, બીજા સમયે બસનાડીથી બહાર નીકળે અને ચોથા સમયે દિશામાં ઉત્પત્તિ સ્થાને પ્રાપ્ત થાય. આ ચાર સમયની વિગ્રહગતિ જાણવી. એમ પાંચ સમયની વિગ્રહગતિ બસનાડીની બહાર વિદિશાથી વિદિશામાં ઉત્પત્તિ હોય ત્યારે ઘટે છે. જેમકે પહેલાં સમયે બસનાડી બહાર જ વિદિશામાંથી દિશામાં જાય, બીજા સમયે બસનાડીમાં પ્રવેશે, બીજા સમયે ઉપર કે નીચે જાય, ચોથે સમયે બહાર નીકળે અને પાંચમાં સમયે વિદિશામાં ઉત્પત્તિ સ્થાને આવે. એટલા કાળે તે ક્ષોત્ર વ્યાપ્ત કે ધૃષ્ટ હોય. બાકી બધું તેમજ યાવત્ પાંચ ક્રિયાવાળો હોય ત્યાં સુધી જાણવું. પછી બાકીનું તે જ સૂત્ર કહેવું- તે બહાર કાઢેલા પુદ્ગલો જે ત્યાં રહેલ પ્રાણો વગેરેનો ઘાત કરે - ઈત્યાદિ યાવતુ પાંચ કિયાવાળા હોય એ પદ સુધી જાણવું. એ પ્રમાણે સામાન્યપણે જીવપદમાં મારણાંતિક સમુઠ્ઠાતનો વિચાર કર્યો, હવે તેને જ ચોવીશ દંડકના ક્રમે કહેતા પ્રથમથી તૈરયિકનું સમાનપણું બતાવે છે – સામાન્ય જીવપદ માફક ગૈરયિકને પણ કહેવા. પરંતુ વિશેષ એ કે- સામાન્યથી જીવપદમાં ફોગ લંબાઈથી જઘન્ય અંગુલનો અસંખ્યાતભાણ કહ્યું. અહીં તે સાધિક ૧000 યોજન કહે છે કારણ કે અહીં નૈરયિકો નરકથી નીકળી સ્વભાવથી જ પંચેન્દ્રિય તિર્યંચો કે મનુષ્યમાં ઉત્પન્ન થાય છે, પણ બીજી ઉત્પન્ન થતાં નથી અહીં સૌથી જઘન્યનો વિચાર કરવાનો છે. તેથી જ્યારે પાતાળ કળશની પાસે રહેનાર નૈરયિક પાતાળ કળશમાં બીજા કે ત્રીજા વિભાગમાં મત્સ્યપણે ઉત્પન્ન થાય ત્યારે પાતાળ કળશની ઠીકરી હજાર યોજન પ્રમાણ હોવાથી તે પ્રમાણ થાય છે. પણ જ્યના નહીં ઉકથી અસંગાતા યોજનો છે. તે સાતમી નડપૃથ્વીના નાકોની અપેક્ષાથી જાણવું. એમ એક દિશામાં જઘન્ય અને ઉત્કૃષ્ટ આટલું ક્ષેત્ર વ્યાપ્ત હોય, એટલું Saheibla

Loading...

Page Navigation
1 ... 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352