Book Title: Agam 15 Pragnapana Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 339
________________ ૩૬/-//૬૧૨ વ્યાપ્ત હોય, એટલું ક્ષેત્ર સૃષ્ટ હોય અને તે એક, બે, ત્રણ સમયની વિગ્રહગતિ વડે કહેવું. પણ ચાર સમયની વિગ્રહ ગતિ વડે ન કહેવું. બાકી બધું “સાવત્ પાંચ ક્રિયાવાળા હોય” ત્યાં સુધી જાણવું. અસુકુમારને જીવપદ મુજબ કહેવું. પરંતુ નૈરયિકની માફક વિગ્રહગતિ ત્રણ સમયની જાણવી. બાકી બધું જેમ અસુકુમાર વિશે કહ્યું, તેમ કહેવું. એમ વૈમાનિક સુધી જાણતું પરંતુ એકેન્દ્રિયને જીવની માફક બધું કહેવું. • વિવેચન-૬૧૨ : ૧૯૯ જીવ વેદના સમુદ્દાતમાં વર્તતો, તેમાં સમવહત થાય છે. સમવહત થઈને પોતાના શરીરમાં રહેલા જે વેદનાયોગ્ય પુદ્ગલોને બહાર કાઢે છે, તે પુદ્ગલો વડે કેટલાં ક્ષેત્રને વ્યાપ્ત કરે ? તે વ્યાપ્તપણું વચ્ચે કેટલાંક આકાશપ્રદેશોનો સ્પર્શ ન હોય તો પણ વ્યવહારથી કહેવાય છે કે કેટલું ક્ષેત્ર સ્પષ્ટ હોય ? ગૌતમ ! નિયમા છ દિશાઓ વ્યાપ્ત થાય, તેનો સ્પર્શ થાય, તેમ વિસ્તાર અને જાડાઈથી શરીર પ્રમાણ માત્ર ક્ષેત્ર, તેટલા ક્ષેત્રને વ્યાપ્ત થયેલ અને સ્પર્શેલ હોય. તેને નિગમન દ્વારા કહે છે – એટલું ક્ષેત્ર વ્યાપ્ત અને સ્પષ્ટ હોય. અહીં વેદના સમુદ્દાત અધિક વેદનાથી થાય છે. અધિક વેદના લોકના નિષ્કુટ જેવા પ્રાંત ભાગમાં જીવોને હોતી નથી. કેમકે તેઓ ઉપદ્રવ રહિત સ્થાનમાં રહે છે. પરંતુ ત્રસનાડીમાં અધિક વેદના હોય છે. કેમકે ત્યાં અન્ય નિમિત્તે વેદનાની ઉદીરણાનો સંભવ છે અને છ દિશાનો પણ સંભવ છે. માટે અવશ્ય છ દિશામાં કહ્યું. અન્યથા કદાચ ત્રણ, ચાર કે પાંચ દિશામાં વ્યાપ્ત થાય તેમ કહેત. હવે પોતાના શરીર પ્રમાણ જેનો વિસ્તાર અને જાડાઈ છે એવું ક્ષેત્ર વ્યાપ્ત થયેલું અને સ્પર્શેલું વિગ્રહગતિમાં જીવની ગતિને આથ્રીને કેટલે દૂર સુધી હોય અને કેટલાં કાળ સુધી હોય તેનું નિરૂપણ કરે છે – હમણાં જેનું પ્રમાણ કહ્યું તે ક્ષેત્ર કેટલાં કાળે વ્યાપ્ત અને કેટલાં કાળે સ્પર્શેલું હોય? અર્થાત્ પોતાના શરીરપ્રમાણ જેનો વિસ્તાર અને જાડાઈ છે, એવું ક્ષેત્ર વિગ્રહગતિમાં જીવની ગતિને આશ્રીને નિરંતર ભરેલું અને સ્પર્શેલું કેટલો કાળ હોય? ગૌતમ! એક-બે-ત્રણ સમયની વિગ્રહગતિ વડે ભરેલું અને સ્પર્શેલું હોય. અર્થાત્ તેટલે દૂર સુધી વિસ્તાર અને જાડાઈમાં પોતાના શરીર પ્રમાણ ક્ષેત્ર વેદના ઉત્પન્ન કરવા યોગ્ય પુદ્ગલો વડે ભરેલું જીવની ગતિને આશ્રીને પ્રાપ્ત થાય છે. તેથી એ સંબંધે ઉત્કૃષ્ટ ત્રણ સમયના વિગ્રહ વડે જેટલું ક્ષેત્ર વ્યાપ્ત કરાય એટલું ક્ષેત્ર આત્માથી જુદાં થયેલા વેદના ઉત્પન્ન કરવાને યોગ્ય પુદ્ગલો વડે ભરેલું હોય. અહીં ચાર કે પાંચ સમયની વિગ્રહગતિ સંભવે છે, તો પણ વેદના સમુ પ્રાયઃ બીજાએ ઉત્પન્ન કરેલ વેદના વડે થાય છે, તે વેદના ત્રસનાડીમાં રહેલા જીવોને હોય છે, પણ બહારવાળાને નહીં. ત્રસનાડીમાં વિગ્રહગતિ ઉત્કૃષ્ટથી પણ ત્રણ સમયની હોય છે. માટે ત્રણ સમય વિગ્રગતિ કહી. - ૪ - એટલા કાળે ભરેલ Maharaj Saheib\Adhayan-40\Book-40B (PROOF-1) (100) પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ અને એટલા કાળે સ્પર્શેલ હોય છે. ઉક્ત કથનનું તાત્પર્ય એ છે કે વિગ્રહગતિમાં ઉત્કૃષ્ટ ત્રણ સમય સુધી અને ત્રણ સમયો વડે જેટલું ક્ષેત્ર વ્યાપ્ત કરાય એટલી સીમાને વ્યાપી વિસ્તાર અને જાડાઈમાં પોતાના શરીર પ્રમાણ ક્ષેત્ર વેદના ઉત્પન્ન કરવાને યોગ્ય પુદ્ગલો વડે ભરેલું અને સ્પર્શેલું જીવની ગતિને આશ્રીને વ્યાપ્ત થાય છે અથવા પોતાના શરીર પ્રમાણ જેનો વિસ્તાર અને જાડાઈ છે એવું ક્ષેત્ર વેદના ઉત્પન્ન કરવાને યોગ્ય પુદ્ગલો વડે વ્યાપ્ત અને ભરેલું જીવની વિગ્રહગતિને આશ્રીને કેટલો કાળ સુધી પ્રાપ્ત થાય ? એક, બે કે ત્રણ સમયની વિગ્રહગતિ વડે ભરેલ અને સ્પર્શેલ હોય છે. તેથી એટલા વડે ત્રણ સમય પ્રમાણ કાળ સંબંધી ક્ષેત્ર વ્યાપ્ત હોય. ૨૦૦ હવે જેટલો કાળ સુધી વેદના ઉત્પન્ન કરવાને યોગ્ય પુદ્ગલોને બહાર કાઢે તેટલા કાળનું પ્રમાણ બતાવતા સૂત્રકાર કહે છે – હે પરમ કલ્યાણ યોગી! તે વેદના ઉત્પન્ન કરવાને યોગ્ય પુદ્ગલો કેટલા કાળ સુધી બહાર કાઢે? કેટલો કાળ વેદના ઉત્પન્ન કરવા યોગ્ય પુદ્ગલોને વિસ્તારે છે? જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ પણ અંતર્મુહૂર્ણ. પરંતુ ઉત્કૃષ્ટથી કંઈક મોટા અંતર્ મુહૂર્તકાળ સુધી વિસ્તારે છે, એમ સમજવું. ઉક્ત કથનનું તાત્પર્ય એ છે કે – જે પુદ્ગલો જેટલો કાળ વેદના ઉત્પન્ન કરવાને સમર્થ છે, તે પુદ્ગલોને તે તે પ્રકારે વેદનાથી પીડિત થયેલો જીવ પોતાના શરીરમાં રહેલાં પોતાના શરીરથી બહાર આત્મપ્રદેશોથી જુદા કરે છે, વિસ્તારે છે, જેમ અત્યંત દાહ જ્વરથી પીડિત થયેલો સૂક્ષ્મ પુદ્ગલોને બહાર કાઢે છે. જે ત્યાં વેદના સમુવાળા પુરુષના સંબંધવાળા ક્ષેત્રમાં રહેલા બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય પ્રાણો, ભૂત-વનસ્પતિ, જીવ-તિર્યંચ પંચેન્દ્રિય, સત્વ-બાકીના જીવોને સામે આવતાં હણે છે, ફેરવે છે, કંઈક સ્પર્શ કરે છે પરસ્પર એકઠાં કરે છે, વિશેષથી જત્થારૂપે કરે છે, પીડા કરે છે, મૂર્છિત કરે છે, જીવિતથી જુદાં કરે છે, તે પ્રાણાદિને આશ્રીને તે પુદ્ગલોથી તે વેદના સમુદ્દાતને પ્રાપ્ત થયેલો જીવ કેટલી ક્રિયાવાળો થાય? કદાચ ત્રણ ઈત્યાદિ. અર્થાત્ જ્યારે કોઈ જીવને સર્વથા પરિતાપ કે જીવિતથી જુદાં ન કરે ત્યારે સર્વથા ત્રણ ક્રિયા, કોઈને પીડા કરે ત્યારે ચાર, કોઈને જીવિતથી રહિત કરે ત્યારે પાંચ ક્રિયાવાળો થાય. હવે તે જ વેદના સમુદ્દાતવાળા જીવને આશ્રીને તે વેદના સમુદ્દાત પ્રાપ્ત થયેલા પુરુષના પુદ્ગલ વડે સૃષ્ટ જીવોની ક્રિયાનું નિરૂપણ કરે છે – તે વેદના સમુ પ્રાપ્ત પુરુષના પુદ્ગલોથી સૃષ્ટ જીવો, વેદના સમુદ્દાતવાળા જીવને આશ્રીને કેટલી ક્રિયાવાળા થાય ? ગૌતમ ! કદાચ ત્રણ ક્રિયાવાળા હોય. એટલે જ્યારે તેઓ વેદના સમુદ્દાતવાળાને કંઈપણ પીડા ઉત્પન્ન કરવાને સમર્થ ન થાય ત્યારે ત્રણ ક્રિયાવાળા હોય. જ્યારે તેને પીડા કરે ત્યારે કદાચ ચાર ક્રિયાવાળા હોય ઈત્યાદિ - ૪ - તે વેદના સમુ વડે હિંસા કરાતા જીવોથી બીજા જીવોની હિંસા કરાય છે અને

Loading...

Page Navigation
1 ... 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352