________________
€/-/3/330,339
૨૧
* પદ-૬, દ્વાર-૩ સ
બીજું દ્વાર ગયું, હવે ત્રીજું દ્વાર કહે છે – - સૂત્ર-૩૩૦,૩૩૧ :
[૩૩૦] ભગવન્ ! નૈરયિકો સાંતર ઉપજે છે કે નિરંતર ? ગૌતમ ! સાંતર પણ ઉપજે, નિરંતર પણ ઉપજે છે. ભગવન્ ! તિર્યંચયોનિકો ? સાંતર પણ ઉપજે, નિરંતર પણ ઉપજે છે. એ પ્રમાણે મનુષ્યો અને દેવો પણ કહેવા. ભગવન્ ! નભા પૃથ્વી નૈરયિક સાંતર ઉપજે કે નિરંતર ? ગૌતમ ! બંને રીતે ઉપજે. એ પ્રમાણે અધઃસપ્તમી સુધી કહેવું.
ભગવન્ ! અસુરકુમાર દેવો સાંતર ઉપજે છે કે નિરંતર ? ગૌતમ ! બંને રીતે ઉપજે. આ પ્રમાણે સ્તનિતકુમાર સુધી કહેવું.
ભગવન્ ! પૃથ્વીકાયિકો સાંતર ઉપજે કે નિરંતર ? ગૌતમ ! તેઓ નિરંતર ઉપજે છે. આ પ્રમાણે વનસ્પતિકાયિક સુધી કહેવું.
ભગવન્ ! બેઈન્દ્રિયો સાંતર ઉપજે કે નિરંતર ? બંને રીતે, એ પ્રમાણે પંચેન્દ્રિય તિર્યંચયોનિકો સુધી કહેવું. મનુષ્યો ? બંને રીતે. એ પ્રમાણે વ્યંતર, જ્યોતિક, સૌધર્મથી સથિસિદ્ધ સુધી બંને રીતે કહેવા. સિદ્ધો સાંતર સિદ્ધ થાય કે નિરંતર ? ગૌતમ ! સાંતર પણ થાય અને નિરંતર પણ થાય.
[૩૩૧] ભગવન્ ! નૈરયિકો સાંતર ઉદ્ધતેં કે નિરંતર ? ગૌતમ ! બંને રીતે. ઉપપાતની જેમ ઉદ્ધર્તના પણ વૈમાનિક સુધી કહેવી. તેમાં સિદ્ધો ન કહેવા. જ્યોતિક અને વૈમાનિકમાં ‘ચ્યવન' શબ્દ કહેવો.
• વિવેચન-૩૩૦,૩૩૧ :
પાઠસિદ્ધ છે. પૂર્વોક્ત સૂત્રાર્થ મુજબ ભાવાર્થ પ્રતીત છે.
* પદ-૬, દ્વાર-૪
ત્રીજું દ્વાર ગયું. હવે ચોથુ દ્વાર કહે છે
• સૂગ-૩૩૨,333 **
[૩૩૨] ભગવન્ ! નૈરયિકો એક સમયમાં કેટલા ઉપજે છે ? જઘન્યથી એક, બે કે ત્રણ, ઉત્કૃષ્ટથી સંખ્યાત કે અસંખ્યાત ઉપજે છે. આ પ્રમાણે અધઃસપ્તમી સુધી જાણવું.
ભગવન્ ! અસુરકુમારો એક સમયમાં કેટલા ઉપજે ? ગૌતમ ! નૈરયિકવત્ જાણવું. આ પ્રમાણે ાનિતકુમાર સુધી કહેવું.
ભગવન્ ! પૃથ્વીકાયિક એક સમયમાં કેટલા ઉપજે ? ગૌતમ ! નિરંતર અસંખ્યાતા ઉપજે છે. એ પ્રમાણે વાયુકાયિક સુધી જાણવું. ભગ વનસ્પતિકાયિક એક સમયમાં કેટલા ઉપજે ? ગૌતમ ! સ્વસ્થાનને આશ્રીને નિરંતર પ્રતિસમય
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ અનંતા ઉપજે છે. પરસ્થાનને આશ્રીને પ્રતિસમય અસંખ્યાતા ઉપજે છે.
ભગવન્ ! એકસમયમાં બેઈન્દ્રિયો કેટલા ઉપજે છે ? ગૌતમ ! જઘન્ય એક, બે, ત્રણ ઉત્કૃષ્ટ સંખ્યાતા કે અસંખ્યાતા. એ પ્રમાણે તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય જાણવા. સંમૂર્ત્તિમ અને ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચ, સંમૂર્ત્તિમ મનુષ્ય, વ્યંતર, જ્યોતિષ્ઠ, સૌધર્મથી સહસ્રાર સુધી બધાંને નૈરયિકવત્ કહેવા. ગર્ભજ મનુષ્ય, આનતથી અનુત્તરોપપાતિકો જઘન્ય એક, બે કે ત્રણ સમય. ઉત્કૃષ્ટથી સંખ્યાતા ઉપજે છે.
૨૨
ભગવન્ ! એક સમયમાં કેટલા સિદ્ધ થાય ? ગૌતમ ! જઘન્ય એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટથી ૧૮.
[૩૩૩] ભગવન્ ! એક સમયમાં કેટલાંક નૈરયિક ઉદ્ધર્તે છે ? ગૌતમ ! જઘન્યથી એક, બે કે ત્રણ. ઉત્કૃષ્ટથી સંખ્યાતા કે અસંખ્યાતા, એમ ઉપપાત માફક ઉદ્ધર્તના અનુત્તરોપપાતિક સુધી કહેવી. - ૪ - ૪ - • વિવેચન-૩૩૨,333 :
સૂત્ર પાઠ સિદ્ધ છે. વિશેષ આ - વનસ્પતિસૂત્રમાં સ્વસ્થાન સંબંધી પ્રતિસમય નિરંતર અનંતા ઉપજે છે. સ્વસ્થાન-વનસ્પતિના પૂર્વભવમાંથી વનસ્પતિમાં આ ભવે ઉપજે. તે અનંતા કહ્યા. કેમકે દરેક નિગોદનો અસંખ્યાતમો ભાગ નિરંતર ઉપજે છે
અને મરણ પામે છે પરસ્થાન સંબંધી ઉપપાતને આશ્રીને પ્રતિ સમય નિરંતર અસંખ્યાતા ઉપજે, પરસ્થાન-વિજાતીય પૃથ્વી આદિ પરભવથી આવીને ઉપજે તે.
ગર્ભજ મનુષ્યો ઉત્કૃષ્ટથી સંખ્યાત જ હોય, તેથી સંખ્યાતા ઉપજે તેમ કહેવું. આનતાદિ દેવલોકે મનુષ્યો જ ઉપજે, તિર્યંચ નહીં. મનુષ્યો સંખ્યાતા હોવાથી આનતાદિમાં સંખ્યાત કહેવા.
પદ-૬, દ્વારરૂપ
ચોથું દ્વાર ગયું, હવે પાંચમા દ્વારને કહે છે –
• સૂત્ર-૩૩૪ થી ૩૪૪ :
[૩૩૪] ભગવન્ ! નૈરયિકો ક્યાંથી આવીને ઉપજે છે ? નૈરયિકથી યાવત્ દેવથી ? ગૌતમ ! નૈરયિક કે દેવમાંથી આવીને ન ઉપજે, તિર્યંચ કે મનુષ્યથી આવીને ઉપજે. જો તિર્યંચથી આવીને ઉપજે તો શું એકેન્દ્રિયથી યાવત્ પંચેન્દ્રિયથી આવીને ઉપજે ? ગૌતમ ! એકેન્દ્રિય યાવત્ ઉરિન્દ્રિયથી આવીને ન ઉપજે. પણ પંચેન્દ્રિય તિચિયોનિકથી આવીને ઉપજે.
જો પંચે તિયાથી આવીને ઉપજે તો શું જલચર સ્થલચર કે ખેચર પંચે તિચથી આવીને ઉપજે ? ગૌતમ ! જલાર-સ્થલચર કે ખેચાર ત્રણે પંચે તિર્યંચી આવીને ઉપજે.
જો જલચર પંચે તિર્યંચથી આવીને ઉપજે તો સંમૂર્ણિમથી આવીને કે