Book Title: Agam 15 Pragnapana Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 285
________________ ૨૩/૨/૫૪૩ ૯૨ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ સુધી કહેવી. • વિવેચન-૫૪૩ : બેઈન્દ્રિય જીવો ઈત્યાદિ. અહીં આ પરિભાષા છે – જે જે કર્મપકૃતિની જેજે ઉત્કૃષ્ટ સ્થિતિ પૂર્વે કહી, તેને-તેને મિથ્યાત્વની 90 કોડાકોડી સ્થિતિ વડે ભાંગીને જે આવે તેને ૫-વડે ગુણતા જેટલા થાય તેટલા, પલ્યોપમના અસંખ્યાતમા ભાગથી ન્યૂન કરતાં સ્થિતિબંધ કરનારા બેઈન્દ્રિયોનું જઘન્ય સ્થિતિ પરિમાણ આવે છે અને પરિપૂર્ણ તેટલું જ ઉત્કૃષ્ટ સ્થિતિ પરિણામ છે. જેમકે જ્ઞાનાવરણ, દર્શનાવરણ આદિમાં સાગરોપમના 3ને સ્પ-વડે ગુણવા એટલે કે ૫ સાગરોપમના / પલ્યોપમના અસં ભાગે જૂન જઘન્યસ્થિતિ પરિમાણ હોય, તેટલું જ પરિપૂર્ણ ઉત્કૃષ્ટ સ્થિતિક હોય. તેઈન્દ્રિય સ્થિતિ બંધમાં ઉક્ત પદ્ધતિ, પણ પચાશે ગુણવા, ચઉરિન્દ્રિયના બંધમાં ૧૦૦ વડે ગુણવા, અસંજ્ઞી પંચેન્દ્રિયના બંધમાં ૧૦૦૦ વડે ગુણવા. એ બધું સુગમ છે માટે સ્વયં જાણવું. માત્ર ગણિત આ રીતે કરવું. બેઈન્દ્રિયને ૫ સાગરોપમ ભાંગ્યા સાત અને તેને ત્રણ ગણાં કરવા. એ રીતે બધે જ કરવું. સંજ્ઞી પંચેન્દ્રિય બંધ સૂત્રમાં જ્ઞાનાવરણીયાદિનો જઘન્ય સ્થિતિ બંધ અંતર્મુહર્તાદિ કહો, તે ક્ષક્ષકને પોતાના સ્થિતિબંધના છેલ્લા સમયે જાણવો. નિદ્રાપંચક, સાતવેદનયી, મિથ્યાત્વ, બાર કષાયાદિનો ક્ષપણાની પૂર્વે બંધ થાય છે તેથી તેમને જાન્યથી પણ અંતઃ કોડાકોડી સાગરોપમ પ્રમાણ બંધ હોય. ઉત્કૃષ્ટ અતિ સંક્લેશવાળા મિથ્યાર્દષ્ટિને હોય ઈત્યાદિ - X - X - સંજ્ઞી પંચે જ્ઞાનાવરણીયાદિ કર્મબંધ ક્યા જીવોને હોય ? • સૂત્ર-પ૪૪ - ભગવના જ્ઞાનાવરણીય કર્મની જઘન્ય સ્થિતિબંધક કોણ છે? ગૌતમાં કોઈપણ ઉપશમક કે ક્ષક સૂમસંપરાય છે, એ જ્ઞાનાવરણીય કર્મનો જન્મ સ્થિતિ બંધક છે. તે સિવાય બીજે જઘન્ય સ્થિતિનબંધક છે. એ રીતે મોહનીય અને આ સિવાય બીજ બધાં કર્મ માટે કહેવું. મોહનીય કમનો જન્ય સ્થિતિબંધક કોણ છે? કોઈપણ ઉપશામક કે ક્ષયક બાદર સંપરાય હોય છે. તે જઘન્ય સ્થિતિ બંધક છે, બીજી અજઘન્યસ્થિતિ બંધક છે. આયુકમનો જઘન્ય સ્થિતિ બંધક કોણ છે? સંક્ષેપ્યાદ્ધ પ્રવિષ્ટ, સર્વ નિરુદ્ધ આયુ, તે સૌથી મોટા આયુબંધના કાળના એક ભાગ રૂપ છે, તે આયુબંધના છેલ્લા કાળમાં વીતો પતિ-અપથતિ એવી સૌથી જન્ય સ્થિતિ બાંધે છે. તે જઘન્યસ્થિતિ બંધક છે • વિવેચન-૫૪૪ - જ્ઞાનાવરણીય કર્મનો જઘન્ય સ્થિતિબંધક કોણ ? ઈત્યાદિ સુગમ છે. પરંતુ અન્યતર ઉપશમક કે ક્ષયક સૂમ સંપાયને બાંધે છે. તેની વ્યાખ્યા - જ્ઞાનાવરણનો બંધ ક્ષપક અને ઉપશમકને જઘન્યથી અંતર્મહત્ત હોય છે. - x - બીજે ક્ષપકની અપેક્ષાએ ઉપશમકને બમણો બંધ કહ્યો છે - x • તેથી વેદનીય કર્મના સાંપરાયિક બંધના વિચારમાં જઘન્ય સ્થિતિ બંધ ક્ષેપકને બાર મુહર્ત અને ઉપશમકને ચોવીશ મુહૂર્તનો હોય. નામ ગોત્રનો જઘન્ય બંધ ક્ષેપકને આઠ મુહૂd, ઉપશમકને સોળ મુહર્ત છે. પણ ઉપશમકને પણ બાકીના બંધની અપેક્ષાએ સૌથી જઘન્ય બંધ હોય છે. માટે તેના સત્રમાં કોઈપણ ઉપશમક કે ક્ષપક સમ સંપરાય જઘન્યબંધક છે, એમ કહ્યું. • x • ક્ષપક અને ઉપશમક સૂક્ષ્મ સંપરાય સિવાયના બીજા અજઘન્ય સ્થિતિબંધક છે. આયુબંધક - જીવો બે ભેદે છે (૧) સોપકમાયુ, (૨) નિરુપકમાયુ. - X - x • તેમાં દેવો, નૈરયિકો, અસંખ્યાતા વર્ષાયુક તિર્યંચો અને મનુષ્યો પોતાનું છે. માસનું આયુ બાકી હોય ત્યારે અવશ્ય પરભવાયુનો બંધ કરે છે. જે તિર્યંચ અને મનુષ્યો સંખ્યાતા વર્ષાયુવાળા છતાં નિરુપકમાયક છે, તેઓ પોતાનું ત્રીજા ભાગનું આયુ બાકી હોય ત્યારે અવશ્ય પરભવાયુનો બંધ કરે છે. જેઓ સોપક્રમાયુકવાળા છે, તેઓ કદાચ ત્રીજા ભાગનું આયુ બાકી છે એવા, અથવા બીજાના બીજા ભાગનું બાકી આયુવાળા, અથવા જેનો ન સંક્ષેપ કરી શકાય એટલો જ માત્ર આયુકાળ બાકી જેમને છે એવા પરભવનું આયુ બાંધે છે - x • x - x - આયુબંધનો કાળ આઠ આકર્ષ પ્રમાણ છે, તેનો એક આકર્ષપ્રમાણ સૌથી અપાયુ બાકી છે, માટે તે સંક્ષેપ ન કરી શકાય તેવા કાળમાં પ્રવિષ્ટ થયેલો અને આયુબંધના એક આકર્ષરૂપે છેલ્લા કાળમાં વર્તતો હોય છે. અહીં ચરમકાળ સમયના ગ્રહણથી પરમ સૂક્ષમ સમયનું ગ્રહણ ન કરવું. પણ ઉપરોક્ત કાળનું ગ્રહણ કરવું, કેમકે તેચ ઓછા કાળમાં આયુના બંધનો અસંભવ છે. તેથી વ્યુત્ક્રાંતિ પદમાં પૂર્વે કહ્યું છે કે- જીવો સ્થિતિનામ સહિત આયુનો જઘન્ય એક આકર્ષ વડે અને ઉત્કૃષ્ટ આઠ આકર્ષ વડે બંધ કરે છે. એક આકર્ષ વડે સર્વ જઘન્યાય બાંધે છે. સર્વ જઘન્ય- સૌથી નાની સ્થિતિ. તે સ્થિતિ કેવા પ્રકારની છે ? પતિ અને અપયત શરીર અને ઈન્દ્રિય પતિ પૂર્ણ કરવાને સમર્થ અને ઉયવાસાયપ્તિ પુરી કરવા અસમર્થ એવી સ્થિતિ બાંધે છે, તે • x• આ રીતે જાણી શકાય • સર્વ પ્રાણી પરભવનું આયુ બાંધીને મરણ પામે, તે સિવાય નહીં. પભવના આયુનો બંઘ ઔદારિક, વૈકિય, આહારક કામ યોગવર્તી પ્રાણીને હોય, પણ કાર્પણ કે ઔદારિક મિશ્રયોગમાં વર્તનારને નહીં. • x • વિશિષ્ટ ઔદારિકાદિ કાયયોગ શરીર અને ઈન્દ્રિય પતિ વડે પયક્તિાને હોય છે, પણ કેવળ શરીર પયતિથી પર્યાપ્તાને નથી હોતો. તેથી સિદ્ધ થાય છે કે શરી૫યક્તિ અને ઈન્દ્રિય પતિ વડે પર્યાપ્તાનું જ મરણ થાય છે, બીજાનું થતું નથી. માટે શરીર અને ઈન્દ્રિયપતિ પૂરી કરવાને સમર્થ એવી જઘન્ય સ્થિતિ બાંધે છે, પણ તેથી હીન સ્થિતિ ન બાંધે. હવે ઉત્કૃષ્ટ સ્થિતિબંધક સંબંધે પૂછે છે – • સૂત્ર-પ૪૫ - ભગવાન ! ઉત્કૃષ્ટ કાળ સ્થિતિક જ્ઞાનાવરણીય કર્મ શું નૈરયિક બાંધે ?

Loading...

Page Navigation
1 ... 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352