________________
૩/-/૧૦/૨૦૨
૧૪૧
વિવેચન-૨૭૨ :
સૌથી થોડાં મન:પર્યવજ્ઞાની, કેમકે સંયતોને જ મનઃપર્યવજ્ઞાન સંભવે છે, અવધિજ્ઞાની તેથી અસંખ્યાતગણાં, કેમકે તે જ્ઞાન ચારે ગતિમાં સંભવે છે. તેનાથી
આભિનિ શ્રુત વિશેષાધિક, કેમકે સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય મનુષ્યોમાં કેટલાંકને આ જ્ઞાનો સંભવે છે, સ્વસ્થાને બંને તુલ્ય છે, કેવલજ્ઞાની તેમનાથી અનંતગણાં છે.
જ્ઞાની કહ્યા, હવે અજ્ઞાનીનું અાબહુત્વ - સૌથી થોડાં વિભંગજ્ઞાની, કેમકે કેટલાંક ચારે ગતિનાને વિભંગજ્ઞાન હોય છે. તેનાથી મતિ અને શ્રુત અજ્ઞાની
અનંતગણાં કેમકે વનસ્પતિને પણ આ અજ્ઞાન સંભવે છે. તે બંને સ્વસ્થાને પરસ્પર તુલ્ય છે.
હવે જ્ઞાની-અજ્ઞાની બંનેનું સામુદાયિક અાબહુત્વ સૌથી થોડાં મનઃ પર્યવજ્ઞાની, અવધિજ્ઞાની તેથી અસંખ્યાતગણાં, તેનાથી આધના બે જ્ઞાની વિશેષાધિક - ૪ - તેનાથી વિભંગજ્ઞાની અસંખ્યાતગણાં કેમકે દેવ-નારકગતિમાં સમ્યથી મિથ્યાર્દષ્ટિ અસંખ્યાતગણાં છે, - x - તેનાથી કેવળજ્ઞાની અનંત ગણાં કેમકે સિદ્ધો અનંત છે, તેનાથી મતિ-શ્રુત અજ્ઞાની અનંતગણાં, કેમકે વનસ્પતિ અનંત છે. - ૪ - જ્ઞાન દ્વાર પૂરું થયું.
. પદ-૩, દ્વાર-૧૧-‘દર્શન'' Ð
• સૂત્ર-૨૭૩ -
ભગવન્ ! આ ચક્ષુ-અચક્ષુ-અવધિ-કેવલદર્શનીમાં કોણ કોનાથી અલ્પ આદિ છે ? સૌથી થોડાં અવધિદર્શની છે, ચક્ષુદર્શની અસંખ્યાતગણાં, કેવલદર્શની અનંત અચક્ષુદર્શની અનંત
• વિવેચન-૨૭૩ :
સૌથી થોડાં અવધિદર્શની છે. કેટલાંક દેવ, નાસ્કી, સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચમનુષ્યોને તે હોય છે, તેનાથી ચક્ષુદર્શનીઓ અસંખ્યાતગણાં, કેમકે બધાં દેવ, નાકી, ગર્ભજ મનુષ્યો, સંજ્ઞી તિર્યંચ પંચે અસંજ્ઞી તિર્યંચ પંચે ચઉરિન્દ્રિયોને ચક્ષુર્દર્શન હોય. તેનાથી કેવળદર્શની અનંતગણા, તેનાથી ચક્ષુર્દર્શની અનંતગણા કેમકે વનસ્પતિકાયિકો સિદ્ધોથી અનંતગણાં છે.
પદ-૩, દ્વાર-૧૨-“સંયત” છે
• સૂત્ર-૨૭૪ :
ભગવન્ ! આ સંત, અસંયત, સંચતાંયત અને નોસંયતનોઅસંયતનોસંચતાસંયતમાં કોણ કોનાથી અલ્પ છે? ગૌતમ ! સૌથી થોડાં જીવો સંયત, સંચતાસંયત અસંખ્યાતગણાં, નોસંયતનોઅસંયતનોસંયતાસંયત અનંત અસંયત અનંત છે.
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧
• વિવેચન-૨૭૪ :
સૌથી થોડાં સંયતો, કેમકે ઉત્કૃષ્ટથી હજાર ક્રોડ પૃથકત્વ પ્રમાણ હોય છે. - ૪ - તેનાથી સંચતાસંયત-દેશવિરતિ અસંખ્યાતા છે કેમકે તિર્યંચ પંચેમાં અસંખ્યાતોને દેશવિરતિ સંભવે છે. તેનાથી નોસંચતા અનંતગણાં છે, કેમકે તેવા સિદ્ધો હોય છે. તેનાથી અસંયતો અનંતગણાં છે, વનસ્પતિ અનંત છે.
દ્વાર-૩, પદ-૧૩-‘ઉપયોગ” છે
૧૪૨
સૂત્ર-૨૭૫ ઃ
ભગવન્ ! આ સાકારોપયુક્ત, અનાકારોપયુતોમાં કોણ કોનાથી અલ્પ આદિ છે ? ગૌતમ ! સૌથી થોડાં જીવો અનાકારોપયુક્ત છે, સાકારોપયુત જીવો સંખ્યાતગણાં છે.
• વિવેચન-૨૭૫ :
અનાકારોપયુક્ત કાળ સૌથી થોડો છે, સાકારોપયુક્ત કાળ સંખ્યાતગણો છે, તેથી અનાકારોપયુક્ત સૌથી થોડાં કહ્યા ઈત્યાદિ. દ્વાર-૩-પદ-૧૪ “આહાર”
• સૂત્ર-૨૭૬ :
ભગવન્ ! આ હાક - નાહારકમાં કોણ કોનાથી ? સૌથી થોડાં જીવો નાહારક છે, આહારકો અસંખ્યાતગણાં છે.
• વિવેચન-૨૭૬ :
સૌથી થોડાં અનાહાસ્ક છે, કેમકે વિગ્રહગતિ આદિમાં જ અનાહારકત્વ છે. કહે છે – કેવલી, સમુહત, અયોગી, સિદ્ધો અણાહારક છે, બાકીના આહારક છે. આહારકો અસંખ્યાતગણાં છે. [પ્રશ્ન વનસ્પતિકાયિકો સિદ્ધોથી અનંત છે, તેઓ
આહારકપણે છે, તો અનંત કેમ ન કહ્યા ? તે અયુક્ત છે, સૂક્ષ્મનિગોદ અસંખ્યાતા
છે - ૪ - તે સર્વકાળે વિગ્રહમાં હોય છે, તેથી અનાહાસ્કો અતિ-ઘણાં છે. - x - તેનાથી આહારકો અસંખ્યાતગણાં છે, અનંતગણાં નથી.
પદ-૩-દ્વાર-૧૫ થી ૨૦ છે
સૂત્ર-૨૭૭ થી ૨૮૨ [છ દ્વારો અનુક્રમે] :
[૨૭૭-દ્વાર-૧૫] ભગવન્ ! ભાષક અને અભાષક જીવોમાં કોણ કોનાથી ? ભાષક સૌથી થોડાં, અભાષકો અનંતગણાં છે.
[૨૭૮-દ્વાર-૧૬] ભગવન્ ! આ પરીત, અપરીત, નોપરીતનોઅપરીત જીવોમાં કોણ કોનાથી ? સૌથી થોડાં પરીત, નોપત્તિનોઅપત્તિ અનંતગણાં, અપરીત અનંતગણાં છે.